________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૦૯ જૈનદર્શનના એક દેશને આશ્રયીને પણ સાંશયિક મિથ્યાત્વ થઈ શકે છે. અથવા શાસ્ત્રના કોઈક પદને કે કોઈક વાક્યને આશ્રયીને પણ થઈ શકે છે અર્થાત્ શાસ્ત્રના આ પદનો અર્થ આ પ્રમાણે છે ? કે અન્ય પ્રકારે છે ? એ રીતે પદને આશ્રયીને સાંશયિક મિથ્યાત્વ થઈ શકે છે. અને શાસ્ત્રના આ વચનનો અર્થ આ પ્રકારે છે કે અન્ય પ્રકારે છે ? એ રીતે વચનને આશ્રયીને સાંશયિક મિથ્યાત્વ થઈ શકે છે. માટે સાંશયિક મિથ્યાત્વના પરિવાર અર્થે તત્ત્વાતત્ત્વને જાણવા માટે સર્વ પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ અને જે સ્થાનમાં પોતાની મતિની દુર્બળતાના કારણે યથાર્થ નિર્ણય ન થઈ શકે, ત્યાં પણ સર્વજ્ઞ અને વીતરાગે આ સ્થાનનો જે અર્થ કર્યો છે તે જ સત્ય છે એ પ્રકારના તત્ત્વનો પક્ષપાત કરવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થતી નથી.) ૫. અનાભોગિક મિથ્યાત્વ :
જેઓને પરલોક વિષયક કે આત્માદિ વિષયક વિશેષ જ્ઞાન નથી એવા વિશેષજ્ઞાન વિકલ વિચારશૂન્ય જીવોને અથવા એકેન્દ્રિયાદિ જીવોને “અનાભોગિક મિથ્યાત્વ છે. અર્થાત્ તત્ત્વના વિષયમાં સર્વથા વિચારના અભાવરૂપ અનાભોગિક મિથ્યાત્વ છે. વળી, આ અનાભોગિક મિથ્યાત્વ પણ સર્વ અંશ વિષયક અવ્યક્ત બોધસ્વરૂપ એકેન્દ્રિયાદિને છે અર્થાત્ આત્મા-પરલોકાદિના વિષયમાં કે યોગમાર્ગના વિષયમાં કોઈ જાતનો વ્યક્ત બોધ નથી.
વળી, કેટલાક જીવોને આત્મા-પરલોકાદિ વિષયક સાંભળવા મળ્યું છે. વળી આત્મા-પરલોકાદિ વિષયક તેના કંઈક વિચાર પણ કરે છે. તોપણ તેના પરમાર્થને સ્પર્શે તેવા વિવક્ષિત કોઈ અંશમાં અવ્યક્ત બોધ વર્તે છે. તેથી અવ્યક્ત બોધને કારણે તેઓ કોઈક અંશમાં ભગવાનના વચનના પરમાર્થને પામેલા નથી અને તે વિવલિત કોઈક અંશ વિષયક અવ્યક્ત બોધ ભિન્ન-ભિન્ન વિષયને આશ્રયીને અનેક વિકલ્પવાળો બને છે તેથી અનાભોગિક મિથ્યાત્વ અનેક પ્રકારનું છે.
(પૂર્વમાં આભિગ્રહિકાદિ પાંચ મિથ્યાત્વ બતાવ્યાં તે પાંચ મિથ્યાત્વમાંથી આભિગ્રહિક મિથ્યાત્વ અને આભિનિવેશિક મિથ્યાત્વ જીવ માટે મહા અનર્થકારી હોવાથી ગુરુ દોષવાળા છે; કેમ કે તે બંને મિથ્યાત્વમાં ક્રૂર વિપર્યાસ વર્તે છે તેથી તેઓમાં વર્તતો ક્લેશ સાનુબંધ છે અર્થાત્ ક્લેશની પરંપરા ચલાવે તેવો છે.
આશય એ છે કે જીવમાં વર્તતો વિપર્યાસ તો ક્લેશરૂપ છે. આભિગ્રહિક મિથ્યાત્વ અને આભિનિવેશિક મિથ્યાત્વમાં વર્તતો વિપર્યાસ નિબિડ હોવાથી પરંપરા ચલાવે તેવો છે માટે આ બંને મિથ્યાત્વ અન્ય મિથ્યાત્વ કરતાં અધિક અનર્થકારી છે. અને શેષ ત્રણ મિથ્યાત્વ વિપરીત આગ્રહરૂપ વિપર્યાસથી વ્યાવૃત્ત=રહિત, હોવાને કારણે તેવા અનર્થકારી નથી; કેમ કે મિથ્યાત્વ, વિપર્યાસના સંસ્કાર દ્વારા પરંપરાને ચલાવનારું હોવા છતાં શેષ ત્રણ મિથ્યાત્વમાં દૂર પરંપરા લાવે તેવી શક્તિ નથી.
કેમ ક્રૂર પરંપરા ચલાવે તેવી શક્તિ નથી ? તેથી કહે છે – જિનવચનથી વિપરીત આગ્રહરૂપ વિપર્યાસ નથી માટે વિપર્યસ હોવા છતાં ક્રૂર અનુબંધવાળા નથી. તેમાં “ઉપદેશપદ' ગ્રંથનો સાક્ષીપાઠ આપે છે –