________________
૮૬
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
ધર્મબીજકાળમાં વર્તતા પરિણામને કારણે તે જીવ અન્યના ધર્મની પ્રશંસા કરે છે. તેના ઉપરથી અનુમાન કરાય છે કે આ જીવને ધર્મ પ્રત્યેના પક્ષપાતનો પરિણામ વર્તે છે. તેથી શાસ્ત્રમાં સતુપ્રશંસાદિને ધર્મબીજ કહ્યા છે. વસ્તુતઃ પ્રશંસાની ક્રિયાથી અભિવ્યંગ્ય એવો જીવનો વિશુદ્ધ કોટિનો મતિજ્ઞાનનો ઉપયોગ જ ધર્મબીજનો પરિણામ છે. જેનાથી ધર્મબીજ પડે છે અને તે પરિણામ કેવો છે ? તે શબ્દોથી કહી શકાતો નથી માટે અનાખે છે અને જે જીવોમાં કર્મના વિગમનથી થયેલો શુદ્ધભાવ=ગુણનો પક્ષપાત, વર્તે છે તે જીવને તે ધર્મબીજનો પરિણામ સ્વઅનુભવથી ગમ્ય છે; કેમ કે કોઈકની ધર્મની ઉચિત પ્રવૃત્તિ જોઈને તે પ્રવૃત્તિ પ્રત્યેના પક્ષપાતનો પરિણામ તે જીવને સ્વાનુભવથી જણાય છે અને ગુણના પક્ષપાત સ્વરૂપ તે અનુભવ ભવના ક્ષયને કરનાર છે. તેથી ગરુઅ છે=મહાન છે, અને બધો વડે સ્વયં જ વિશ્લેય છે. તેની જેમ સમ્યગ્દર્શનનો પરિણામ પણ કર્મના વિગમનથી થયેલો આત્માનો શુદ્ધ પરિણામ છે અને તે જીવને કેવા પ્રકારનો પરિણામ છે તે શબ્દોથી કહી શકાતો નથી પરંતુ જેઓમાં સમ્યગ્દર્શન વર્તે છે તેઓને સ્વઅનુભવથી જ ગમ્ય એવો સમ્યગ્દર્શનનો પરિણામ છે.
અહીં ‘ઉપદેશપદ' ગ્રંથના ઉદ્ધરણમાં “સ્વયં” શબ્દ છે તેનો અર્થ કરતાં કહે છે – નિજ ઉપયોગથી' તેથી બુધપુરુષ પોતાના ઉપયોગથી જાણવા પ્રયત્ન કરે તો તેને ખ્યાલ આવે કે મને આ ગુણો પ્રત્યેનો પક્ષપાત વર્તે છે, તેવો તે ધર્મબીજોનો અનુભવ છે. જેમ ઇચ્છુક્ષીરાદિના રસમાં માધુર્યનો ભેદ હોય છે તે ઇક્ષુ-ક્ષીરાદિના રસનો ઉપયોગ કરનાર જીવ પોતાના અનુભવથી જાણે છે. આમ છતાં તે અનુભવ કરનાર પુરુષ ઇક્ષમાં કેવું માધુર્ય છે અને ક્ષીરાદિમાં કેવું માધુર્ય છે? તેનો ભેદ શબ્દોથી કહી શકે નહીં છતાં પોતાના ઉપયોગથી તે જીવ જાણવા પ્રયત્ન કરે તો નિર્ણય કરી શકે છે કે ઈશુના માધુર્યનો એને ક્ષીરાદિના માધુર્યનો આવા પ્રકારનો ભેદ છે. તેથી તે બેના માધુર્યનો ભેદ અનાખે છે અને અનુભવગમ્ય છે. ધર્મબીજ આધાન કરનાર જીવ ઉપયોગથી જાણવા યત્ન કરે તો ધર્મબીજના આધાનકાળના પરિણામથી પૂર્વનો પરિણામ અને ધર્મબીજના આધાનકાળનો પરિણામ જુદા પ્રકારનો છે તેમ નિર્ણય કરી શકે છે તેથી ગુણના પક્ષપાતનો પરિણામ પૂર્વના પરિણામ કરતાં વિલક્ષણ છે. તે જ રીતે મિથ્યાત્વ-અવસ્થામાં જીવને માત્ર બાહ્ય પદાર્થો સારભૂત જણાતા હતા અને તેમાં જ તેને તત્ત્વની બુદ્ધિ હતી અને સમ્યક્ત પ્રગટે છે ત્યારે દેહાદિથી ભિન્ન, મોહથી અનાકુળ એવા જ્ઞાનના પરિણામરૂપ આત્માની સુંદર અવસ્થા તેને સુંદર જણાય છે અને તેની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવામાં જ તેને જીવનનું સાફલ્ય જણાય છે. અને જે મહાત્માઓ તદ્દન સંગ વગરના થઈ ને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં ઉદ્યમ કરનારા છે તેઓ પ્રત્યે હૈયામાં પક્ષપાતની બુદ્ધિ થાય છે. તે સર્વ પરિણામો પૂર્વમાં મિથ્યાત્વકાળમાં ન હતા અને સમ્યક્તકાળમાં તે સર્વ પરિણામો વર્તે છે. તેથી ભગવાનના વચનના બળથી પોતાને અપૂર્વતત્ત્વની પ્રાપ્તિ થઈ છે તેવા પ્રકારના પરિણામ વિશેષરૂપ સમ્યગ્દર્શન તે જીવને સ્વઉપયોગના બળથી જણાય છે પરંતુ તે અનુભવાતો પરિણામ કેવા સ્વરૂપવાળો છે ? તે શબ્દ દ્વારા કોઈને કહી શકાતો નથી.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું એ રીતે જો ધર્મબીજનું પણ અનુભવ એકગમ્યપણું હોય તો ધર્મબીજ