________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
પ૧ થોડો આવે ૪. ગાત્રગૌરવ સુસ્તી આવે ૫. અરોચ્ય=આહાર વિષયક અરુચિ ૬. અવિશુદ્ધ ઉગાર–ખરાબ ઓડકાર.” છ અજીર્ણનાં વ્યક્ત લિગો છે. “મૂછ, પ્રલાપ, વમન, પ્રણેક, સદન, ભ્રમ આ ઉપદ્રવો થાય છે=અજીર્ણને કારણે આ ઉપદ્રવ થાય છે. અથવા અજીર્ણથી મરણ પણ થાય છે.”
પ્રસેક એટલે અધિક નિષ્ઠીવનની પ્રવૃત્તિ અધિક પ્રમાણમાં થુંકવાની પ્રવૃત્સિકન એટલે અંગની ગ્લાનિ=દેહની અસ્વસ્થતા.
રૂતિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. ૧૬ ભાવાર્થ :(૧૬) અજીર્ણમાં ભોજનનો ત્યાગ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે :
વિવેકી સગૃહસ્થ માર્ગાનુસારી બુદ્ધિવાળા હોય છે. તેથી ભોજનાદિ પ્રવૃત્તિ પણ પોતાના હિતનું કારણ થાય તે રીતે કરે નહિ તે બતાવવા માટે કહે છે. અજીર્ણમાં ભોજનનો ત્યાગ. અજીર્ણના બે અર્થ કરે છે. ૧. પૂર્વનું ભોજન અજીર્ણ થયું હોય સરખું પડ્યું ન હોય. અર્થાત્ પૂર્વના ભોજનથી દેહમાં વિકૃતિ થઈ હોય ત્યારે ભોજનનો ત્યાગ કરે. ૨. પૂર્વનું ભોજન પૂર્ણ પચ્યું ન હોય અર્થાત્ વિપરીત રૂપે પરિણમન પામ્યું નથી પરંતુ અડધું પચ્યું હોય ત્યારે ભોજન ન કરે પરંતુ પૂર્વનું ભોજન પચી ગયું હોય ત્યારે સુધા લાગે છે. અને તે વખતે વિવેકી ગૃહસ્થ ભોજન કરે. આ બંને પ્રકારના અજીર્ણમાં ભોજન કરવાથી સર્વરોગોના મૂળની સર્વ રોગોની નિષ્પત્તિની કારણભૂત એવી ધાતુની વિકૃતિની, વૃદ્ધિ થાય છે માટે સુખના અર્થી જીવે અજીર્ણમાં ભોજન કરવું જોઈએ નહિ. જેથી સ્વસ્થ શરીરને કારણે ગૃહસ્થ ધર્મ, અર્થ, કામ ત્રણે પુરુષાર્થને અવિરુદ્ધ રીતે સેવીને આલોક અને પરલોકનું હિત સાધી શકે.
અજીર્ણનું સ્વરૂપ બતાવવા માટે તેના ચાર ભેદો બતાવે છે – (૧) આમ અજીર્ણ - આમ=મળમાં ચીકાશ થાય તે આમ અજીર્ણ છે. અને આમ અજીર્ણને કારણે મળમાં ખરાબ થયેલાં છાશ આદિ જેવી દુર્ગધ આવે છે. આ પ્રકારના જ્ઞાનથી અજીર્ણને જાણીને અજીર્ણમાં ભોજનનો ત્યાગ કરવો જોઈએ.
૨. વિદગ્ધ અજીર્ણ - આહાર અડધો પચ્યો હોય તે વિદગ્ધ અજીર્ણ કહેવાય છે. અને વિદગ્ધ અજીર્ણ થવાથી મળમાં ધુમાડા જેવી ખરાબ ગંધ આવે છે.
૩. વિષ્ટબ્ધ અજીર્ણ - આહાર બરાબર પચેલ નહિ હોવાથી મળ દેહમાં ભરાઈ રહે છે. પરંતુ મળશુદ્ધિ વ્યવસ્થિત થતી નથી તેથી ગાત્રભંગ થાય છે=શરીર તૂટે છે.
૪. રસશેષ અજીર્ણ - ગ્રહણ કરાયેલ આહાર પૂર્ણ પચતો નથી ત્યારે રસશેષ નામનું અજીર્ણ થાય છે. જેના કારણે શરીરમાં જડતા આવે છે. અર્થાત્ શરીરમાં સુસ્તી આવે છે.