________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ 1
૪૫
અનુરૂપપણાથી, વેશ=વસ્ત્ર, આભરણાદિનો ભોગ તે વિભવ અનુસારથી વેશ છે. લોકમાં પરિહાસ આદિ અનાસ્પદપણાથી યોગ્ય વેશ ધારણ કરવો જોઈએ, એ પ્રકારનો ભાવ છે. વિદ્યમાન આય હોતે છતે જે કૃપણપણાથી વ્યય કરતો નથી અને વિદ્યમાન ધન હોતે છતે કુચેલત્યાદિ ધર્મવાળા થાય છે=જીર્ણાદિ વસ્ત્ર પહેરનારા થાય છે, લોકગહિત એવા તે ધર્મમાં પણ અનધિકારી થાય. પ્રસન્ન વસ્ત્રવાળો પુરુષ=સુંદર વસ્ત્રવાળો પુરુષ, મંગલમૂર્તિ થાય છે, અને મંગલથી ધનની સમુત્પત્તિ થાય છે. જે કારણથી કહેવાયું છે.
“લક્ષ્મી મંગલથી પ્રભવ પામે છે. પ્રાગત્સ્યથીવધારવા માટેના ઉત્સાહથી, પ્રવર્ધમાન થાય છે. વળી દાક્ષ્યથી—ચતુરાઈથી, મૂલને કરે છે=અનુબંધને કરે છે. સંયમથી પ્રતિષ્ઠાને પામે છે." ૧૨।।
ભાવાર્થ :
(૧૨) પોતાના વિભવાદિ અનુસાર વેશ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે ઃ
સદ્ગૃહસ્થે પોતાના વૈભવ, પોતાની ઉંમર, પોતાની અવસ્થા, પોતાનું નિવાસસ્થાન આદિને અનુસરીને વસ્ત્ર-આભરણાદિ ભોગરૂપ વેશ ધારણ કરવો જોઈએ. અર્થાત્ તેને અનુરૂપ વેશ ધારણ કરવામાં ન આવે તો લોકને માટે હાસ્યાસ્પદ થાય, માટે લોકને હાસ્યાસ્પદ થાય તેવો વેશ ધારણ ક૨વો જોઈએ નહિ. કઈ રીતે લોકમાં હાસ્યાસ્પદ બને ? તે સ્પષ્ટ કરે છે -
જે પુરુષ સારું ધન કમાતો હોય છતાં કૃપણતાથી વ્યય ન કરે અને ધનાદિ વિદ્યમાન હોવા છતાં જીર્ણોદ વસ્ત્રો વાપરે તો લોકમાં નિંદા પામે અને તેવો પુરુષ ધર્મમાં પણ અનધિકારી થાય. વળી પોતાના વૈભવને અનુસાર સુંદર વસ્ત્રો ધારણ કરનાર પુરુષ મંગલમૂર્તિ થાય છે=મંગલરૂપ બને છે. મંગલ થવાને કારણે સંપત્તિ આવે છે. અને સદ્ગૃહસ્થને આવી સંપત્તિ આવે તો ધર્મપ્રધાન એવા ત્રણ પુરુષાર્થને સેવીને તે વિશેષ પ્રકારે આલોક અને ૫૨લોકમાં સુખી થાય છે. માટે ધનની વૃદ્ધિ થાય તદર્થે પણ ગૃહસ્થે વૈભવને અનુરૂપ સુંદર વેશ ધા૨ણ ક૨વો જોઈએ.
અહીં સાક્ષીપાઠ આપ્યો તેનો ભાવ એ છે કે વૈભવને અનુરૂપ વેશ પહે૨વાથી પુરુષ મંગળરૂપ બને છે. તેથી લક્ષ્મી પ્રભવ પામે છે. અને લક્ષ્મીની વૃદ્ધિ ક૨વાનો ઉત્સાહ હોવાથી ધન વધે છે. અને સગૃહસ્થમાં ચતુરાઈ હોવાને કારણે તે લક્ષ્મી ઉત્તરોત્તર વધે છે પરંતુ નાશ પામતી નથી. તેથી અનુબંધવાળી બને છે. વળી સદ્ગૃહસ્થ, ગૃહસ્થને અનુરૂપ ઇન્દ્રિયોના સંયમવાળો હોવાથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીને ધર્મમાર્ગે વ્યય કરીને ઉચિત આત્મહિત સાધે છે. તેથી સંયમને કારણે તેની લક્ષ્મી પ્રતિષ્ઠાને પામે છે અર્થાત્ લોકમાં કહેવાય છે કે આ પુણ્યશાળી છે કે ધર્મમાં ધનનો વ્યય કરીને આત્મહિત સાધે છે તે પ્રકારની પ્રતિષ્ઠાને પામે છે. ૧૨
ટીકા ઃ
तथा माता च पिता च मातापितरौ ' आ द्वन्द्वे' [सिद्ध हे० ३-२-३९] इत्यात्वम्, मातुश्चाभ्यर्हित