________________
૩૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / બ્લોક-૫ થી ૧૪
"आपदां कथितः पन्था, इन्द्रियाणामसंयमः । तज्जयः सम्पदा मार्गा, येनेष्टं तेन गम्यताम् ।।१।। इन्द्रियाण्येव तत्सर्वं, यत्स्वर्गनरकावुभौ । નિગૃહીતાનિ યુનિ, સ્વર નરાય પારા” રૂતિ !
सर्वथेन्द्रियजयस्तु यतीनामेव, इह तु सामान्यतो गृहस्थधर्म एवाधिकृतस्तेनैवमुक्तं युक्तमिति ५ ।। ટીકાર્ય :
તથા રૂતિ ાા અને અત્યંત આસક્તિના પરિહારથી સ્વ-સ્વ વિકારનો વિરોધ શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો જય છે. ઇન્દ્રિયનો જય પુરુષને પરમ સંપત્તિ માટે થાય છે. જેને કહે છે –
“આપત્તિનો પંથ ઈન્દ્રિયોનો અસંયમ કહેવાયો છે. તેનો જય=ઈન્દ્રિયોનો જય, સંપત્તિનો માર્ગ છે. જેનાથી ઈષ્ટ છે તેનાથી જાઓ=જે માર્ગથી જવું તમને ઈષ્ટ છે તે માર્ગથી તમે જાઓ.
ઇન્દ્રિયો જ તે સર્વ છે. જે સ્વર્ગ અને નરક-ઉભયરૂપ છે. વિગૃહીત એવી ઈન્દ્રિયો સ્વર્ગ માટે છે અને સુષ્ટ છૂટી મુકાયેલી ઇન્દ્રિયો, નરક માટે છે.”
કૃતિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. વળી સર્વથા ઇન્દ્રિયનો જય યતિઓને જ છે. વળી અહીં પ્રસ્તુત ગ્રંથમાં, સામાન્યથી ગૃહસ્થ ધર્મ જ અધિકૃત છે. તે કારણથી આ પ્રમાણે કહેવાયેલું યુક્ત છે=અત્યંત આસક્તિના પરિહારથી સ્વ-સ્વ વિકારનો વિરોધ ઇન્દ્રિયજય છે, એ પ્રમાણે જે પૂર્વમાં કહેવાયું તે યુક્ત છે.
તિ' શબ્દ ઈન્દ્રિયજયના કથનની સમાપ્તિ માટે છે. પાા ભાવાર્થ :(૫) ઇન્દ્રિયોનો જય તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે?
ગૃહસ્થોએ શ્રોત્રાદિ પાંચેય ઇન્દ્રિયોમાં અત્યંત આસક્તિનો પરિહાર કરીને પોતાના ગૃહસ્થ ધર્મનું પાલન કરવું જોઈએ; કેમ કે ઇન્દ્રિયનો જય પુરુષને પરમ સંપત્તિનું કારણ બને છે. જે કારણથી અન્યત્ર કહેવાયું છે. અન્યત્ર શું કહેવાયું છે ? તે સ્પષ્ટ કરે છે -
ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિનો માર્ગ કહેવાયો છે. જે જીવોને રસેન્દ્રિય પ્રત્યે સંયમ નથી તે જીવો રસનાને વશ થઈને આહાર કરે છે અને દેહનો વિનાશ કરે છે. વળી જે જીવોને રસેન્દ્રિયનો સંયમ નથી તેઓ અત્યંત વર્ય એવા માંસાદિ પદાર્થોનું સેવન કરીને દુર્ગતિમાં જાય છે. તેથી ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિનો પંથ કહેવાયો છે. વળી ઇન્દ્રિયોનો સંયમ સંપત્તિનો માર્ગ છે. જે જીવોને રસેન્દ્રિય પર સંયમ છે તે જીવો દેહને અનુકૂળ હોય તેટલો જ પ્રમાણોપેત આહાર કરે છે. જેથી દેહને રોગાદિના અનર્થો થતા નથી. વળી અત્યંત વર્ય એવા માંસાદિનો ત્યાગ કરે છે તેથી પરલોકના અનર્થો પ્રાપ્ત થતા નથી. સર્વ