________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૩
શ્લોકમાં અનુષ્ઠાનનું વિશેષણ “મૈત્રાહિમાવગ્નિ” છે તેને સ્પષ્ટ કરે છે – વળી પણ કેવું છે?=તે અનુષ્ઠાન કેવું છે? એથી કહે છે મૈત્રાદિભાવ સંમિશ્ર છે=મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યથ્ય લક્ષણ મૈત્રાદિ જે ભાવો=અંતઃકરણના પરિણામો અને સત્વ-ગુણાધિક-ક્લિશ્યમાનઅયોગ્ય જીવોમાં તપૂર્વક બાહ્યચેષ્ટા વિશેષ, તેનાથી સંમિશ્ર=સંયુક્ત એવું, અનુષ્ઠાન ધર્મ છે. એમ અવય છે; કેમ કે મૈત્રાદિભાવોનું વિશ્રેયસ અને અભ્યદયરૂપ ફલવાળા ધર્મરૂપ કલ્પદ્રુમના મૂલપણાથી શાસ્ત્રાન્તરોમાં પ્રતિપાદન છે. મૈત્રાદિભાવવિષયક પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મ.સા.ની ટિપ્પણી આ પ્રમાણે છે.
(ત્યાં=ૌત્રાદિ ચાર ભાવોમાં, સર્વ જીવ વિષયક સ્નેહતો પરિણામ મૈત્રી છે. ૧. તમન, પ્રસાદાદિથી ગુણાધિક પુરુષોમાં અભિવ્યક્ત કરાતી અંતરંગ ભક્તિરૂપ અનુરાગ પ્રમોદ છે. ૨. દીનાદિમાં અનુકંપા કરૂણા છે. ૩. અરાગ-અદ્વેષની વૃત્તિવાળો ભાવ માધ્યથ્ય છે. ૪. તિ’ શબ્દ મૈત્રાદિ ચાર ભાવનાના સ્વરૂપની સમાપ્તિ માટે છે.) .
આવા પ્રકારનું અનુષ્ઠાન ધર્મ છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનું અનુષ્ઠાન ધર્મ છે, એ પ્રમાણે દુર્ગતિમાં પડતા જંતુના સમૂહને ધારણ કરનાર હોવાથી અને સ્વર્ગાદિ સુગતિમાં સ્થાપન કરનાર હોવાથી ધર્મ, એવા રૂપપણાથી સકલ અકલ્પિત ભાવની કલ્પના કરવામાં કુશળ એવા સુંદર બુદ્ધિવાળા વડે કહેવાય છે.
તિ’ શબ્દ કથનની સમાપ્તિ અર્થે છે. . અહીં પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મ.સા.ની ટિપ્પણી આ પ્રમાણે છે. (આ રીતે-પૂર્વમાં ધર્મનું લક્ષણ કર્યું એ રીતે, વચનાનુષ્ઠાન ધર્મ છે એ પ્રાપ્ત થયું, અને તે રીતે=વચનાનુષ્ઠાન ધર્મ છે એ પ્રાપ્ત થયું તે રીતે, પ્રીતિ, ભક્તિ અને અસંગ અનુષ્ઠાનમાં અવ્યાપ્તિ છે=ધર્મના લક્ષણની અવ્યાતિ છે, એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે, તારી વાત બરાબર નથી; કેમ કે વચનવ્યવહાર ક્રિયારૂપ ધર્મનું જ અહીં લક્ષ્યપણું હોવાને કારણે અવ્યાપ્તિનો અભાવ છે. “તિ’ શબ્દ શંકાના સમાધાનની સમાપ્તિ માટે છે. વસ્તુતઃ પ્રીતિ-ભક્તિપણું ઇચ્છાગત જાતિવિશેષ છે. તવર્જન્યપણાને કારણે ઇચ્છાગત જાતિ-વિશેષવાળા અનુષ્ઠાનથી જન્મપણાને કારણે, પ્રીતિભક્તિ અનુષ્ઠાનનો ભેદ છે. વચનાનુષ્ઠાનપણું વચનસ્મરણથી નિયત પ્રવૃત્તિવાળું છે. આ ત્રણથી ભિન્ન અનુષ્ઠાનપણું અસંગાનુષ્ઠાનપણું છે. અથવા નિર્વિકલ્પ સ્વરસવાહિ પ્રવૃત્તિપણું છે. વળી અહીં ધર્મના લક્ષણમાં, “વરના વચનથી એ પ્રકારના વચનમાં, વેદથી પ્રવૃત્તિ છે એ પ્રકારના વચનમાં છે એની જેમ જ પ્રયોજ્યત્વ અર્થવાળી પંચમી વિભક્તિ છે. અને તે રીતે ‘વના' શબ્દમાં પ્રયોજ્ય અર્થવાળી પંચમી વિભક્તિ છે તે રીતે, વચન-પ્રયોજ્ય પ્રવૃત્તિપણું લક્ષણ છે=ધર્મનું લક્ષણ છે, જેથી કરીને ક્યાંય પણ=પ્રીતિ-ભક્તિ આદિ અનુષ્ઠાનમાં ક્યાંય પણ, અવ્યાપ્તિદોષનો અવકાશ