SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦. ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૨૦ ૧૯. કૃતજ્ઞ=પરના ઉપકારને વિસ્મરણ નહિ કરનાર, ૨૦. પરહિતાર્થકારી=નિરીહ છતો પરના અર્થ કરનારો. આઠમા સુદાક્ષિણ્ય ગુણ કરતા વીસમા પરહિતાર્થકારી ગુણના ભેદને સ્પષ્ટ કરે છે – દિ=જે કારણથી, સુદાક્ષિણ્યવાળો પુરુષ અભ્યર્થિત જ પરોપકાર કરે છે. વળી, આ=પરહિતાર્થકારી પુરુષ, સ્વતઃ જ પરહિતમાં રત છે, એથી વિશેષ છે=સુદાક્ષિણ્યગુણ કરતાં પરહિતાર્થકારી ગુણમાં ભેદ છે. તદ વેવ'નો અર્થ કરે છે – ‘તથા' શબ્દ પ્રકાર અર્થવાળો છે અને “ઘ' શબ્દ સમુચ્ચયમાં છે અને ‘વ’ શબ્દ અવધારણમાં છે. તેનાથી શું પ્રાપ્ત થાય ? તે બતાવે છે – જે પ્રમાણે આ વીસ ગુણો છે તે પ્રમાણે જ લબ્ધલક્ષ્ય ધર્મનો અધિકારી છે એ પ્રમાણે પદનો યોગ છે=ધર્મઅધિકારી એ પદનો સંબંધ છે. હવે ‘લબ્ધલક્ષ્ય' શબ્દનો અર્થ કરે છે – વળી, પદનો અર્થ=લબ્ધલક્ષ્યરૂપ પદનો અર્થ, લબ્ધતી જેમ=પ્રાપ્તની જેમ, લક્ષ્ય=લક્ષણીય, ધર્માનુષ્ઠાનનો વ્યવહાર છે જેના વડે તે લબ્ધલક્ષ્ય સુશિક્ષણીય સુખે કરીને બોધ કરી શકાય . તેવો છે. આ પ્રમાણે એકવીસ ગુણોથી સંપન્ન ધર્મરત્નને યોગ્ય છે એ પ્રમાણે યોજન જ કરાયું છે. અહીં “નનુ'થી શંકા કરે છે – શું એકાંતથી આટલા ગુણસંપન્ન ધર્મના અધિકારી છે કે અપવાદ પણ છે? એ પ્રકારનો પ્રશ્ન થયે છતે કહે છે – આમાં એકવીસ ગુણોમાં, પાદ અને અર્ધગુણથી વિહીન મધ્યમ અને અપર જાણવા=જઘન્ય જાણવા. આનાથી અધિક હીન દરિદ્રપ્રાય જાણવા.” (ધર્મરત્નપ્રકરણ- ગા. ૩૦) શ્લોકનો અર્થ કરે છે – અહીં ધર્મરત્વના વિષયમાં, અધિકારી ઉત્તમ, મધ્યમ અને હીન એ રીતે ત્રણ પ્રકારના છે. ત્યાં ઉત્તમ સંપૂર્ણ ગુણવાળા જ છે=એકવીસ ગુણવાળા જ છે. પાદ ચતુર્થ અંશ, તત્ પ્રમાણ ગુણો વડે જે વિહીન છે તે મધ્યમ છે અને અર્ધપ્રમાણ ગુણહીન જઘન્ય છે. અર્ધથી પણ અધિક ગુણોથી હીન નર દરિદ્ર છે=ધર્મરત્નને અયોગ્ય છે એ પ્રકારનો અર્થ છે. અને અહીંધર્મરત્નમાં, જોકે શ્રાવકધર્મ અને યતિધર્મના ભેદથી ઘર્મ બે પ્રકારનો છે. શ્રાવકધર્મ પણ અવિરત અને વિરત શ્રાવકધર્મના ભેદથી બે પ્રકારનો છે. ત્યાં અવિરત શ્રાવકધર્મના પૂર્વ આચાર્ય વડે "તદિવાર' ઇત્યાદિ દ્વારા અધિકારી નિરૂપણ કરાયેલા છે.
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy