SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ 'ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૨૦ ૨૪૫ એ નીતિથી, તેના શ્રવણને કારણે ઘમદશનાના શ્રવણને કારણે, નર શ્રોતારૂપ પુરુષ, અનઘ છતો=વ્યાવૃત થયા છે. તત્ત્વ-પ્રતિપતિના બાધક એવા મિથ્યાત્વતા માલિત્યવાળો છતો, આથી જ જ્ઞાતતત્વવાળોઃ કરકમલ-તલમાંaહાથની હથેળીમાં, આકલિત નિસ્તલ અદ્ભૂલ એવા આમલમુક્તાફળની જેમ શાસ્ત્રના લોચનના બળથી અવલોકન કરાયેલા સર્કલ જીવાદિ વસ્તુવાદવાળો, અને સંવિગ્ન=પૂર્વમાં કહેલા લક્ષણવાળા સંવેગને પ્રાપ્ત થયો છતો, જાત ઇચ્છાવાળો=અર્થથી ધર્મમાં પ્રાપ્ત થયેલી ચિકીર્ષાના પરિણામવાળો, દઢ=અતિસૂક્ષ્મ ઉપયોગપૂર્વક જે પ્રમાણે થાય તે પ્રમાણે, સ્વશક્તિથી=ધર્મસંગ્રહમાં હેતુભૂત એવા સ્વસામર્થ્યથી, આના=ધર્મના, સંગ્રહમાં=સમ્યફ વફ્ટમાણ એવા યોગ-વંદનાદિ શુદ્ધિરૂપ વિધિપૂર્વક ગ્રહણમાં=સેવનમાં, પ્રવૃત્તિને કરે છે. અદઢ અને અયથાશક્તિ ધર્મના ગ્રહણની પ્રવૃત્તિમાં ભંગનો સંભવ હોવાને કારણે ઊલટો અનર્થનો સંભવ છે. તેથી દઢ અને સ્વશક્તિનું ગ્રહણ કરાયેલું છે. આ રીતે શ્લોકમાં વર્ણન કર્યું એ રીતે, વિશેષ ગૃહીધર્મના ગ્રહણની યોગ્યતા પ્રતિપાદન કરાયેલી થાય છે. ભાવાર્થ - પૂર્વશ્લોકમાં ઉપદેશકે યોગ્ય શ્રોતાને કેવી દેશના આપવી જોઈએ તેનું સ્વરૂપ બતાવ્યું. હવે ધર્મ સાંભળવા તત્પર થયેલા શ્રોતામાં સદ્ધર્મગ્રહણની યોગ્યતા હોય ત્યારે તે શ્રોતા કેવો હોય ? તેનું સ્વરૂપ બતાવે છે – કોઈ યોગ્ય ઉપદેશક પૂર્વમાં વર્ણન કર્યું એ નીતિથી યોગ્ય શ્રોતાને ધર્મદેશના આપે અને તે ધર્મશ્રવણને કારણે તે શ્રોતાને નિર્મળ મતિ થાય અર્થાત્ ભગવાનનું આ વચન જે પ્રમાણે મહાત્મા કહે છે તે પ્રમાણે તત્ત્વને બતાવનાર છે માટે મોક્ષના અર્થી એવા મને આ મહાત્માએ જે પ્રકારે ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો તે રીતે ધર્મમાં પ્રયત્ન કરીને મારે હિત સાધવું જોઈએ તેવી સ્થિર બુદ્ધિ થાય તો તે શ્રોતામાં મિથ્યાત્વરૂપી મળ દૂર થાય છે અને તેના કારણે તે જ્ઞાતતત્વવાળો બને છે. જેમ કોઈ પુરુષના હાથમાં આશ્લફળ હોય તો તે આંબળાના સ્વરૂપને યથાર્થ જાણી શકે છે તેમ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે ઉપદેશકના વર્ણન દ્વારા જે શ્રોતાને શાસ્ત્રવચનથી યથાર્થ નિર્ણય થયો છે કે સંસાર અવસ્થા આત્માની વિડંબના છે અને આત્માની મુક્ત અવસ્થા સુંદર છે, સંસારાવસ્થામાં પોતાનો આત્મા પરિણામી અને દેહથી ભિન્નભિન્નરૂપ છે, હિંસાદિ સંસારના ઉપાયો છે અને અહિંસાદિ મોક્ષના ઉપાયો છે, મોક્ષ દુઃખના અત્યંત અભાવરૂપ છે અને પરમસુખ સ્વરૂપ છે, સુખના અર્થી એવા મારે જિનવચનાનુસાર ધર્મમાં ઉદ્યમ કરીને કલ્યાણ સાધવું જોઈએ તેવો સ્થિર નિર્ણય થયો છે તે શ્રોતા શાસ્ત્રવચનથી જ્ઞાતતત્વવાળો છે. આ સર્વ ઉપદેશ સાંભળીને તેને સંસારના ઉચ્છેદની અને મોક્ષપ્રાપ્તિની ઉત્કટ ઇચ્છા થઈ છે. તેથી તે શ્રોતા સંવેગના પરિણામવાળો છે. સંવેગના પરિણામને કારણે તે શ્રોતા ધર્મ સેવવાના પરિણામવાળો થયો છે અર્થાતુ હવે મારે મારી શક્તિને અનુરૂપ ઉચિત ધર્મ સેવવો છે તેવા પરિણામવાળો થયો છે. તેથી દઢ એવી સ્વશક્તિથી ધર્મના સેવનમાં પ્રવૃત્તિ કરે છે એનાથી જણાય છે કે આ શ્રોતા વિશેષ પ્રકારના સદ્ધર્મના ગ્રહણની યોગ્યતાને પામેલો છે.
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy