________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૩૯ કોટાકોટી કર્મની સ્થિતિ બાંધતા હતા. તેથી સમ્યક્તની પ્રાપ્તિ પૂર્વે તે જીવોને જેવો તીવ્ર સંક્લેશ થતો હતો તેવો સંક્લેશ સમ્યક્તથી ભ્રષ્ટ થયા પછી તે જીવોને થતો નથી.
જે જીવોનો પરિશુદ્ધ ભવ્યત્વનો પરિપાક થાય છે તે જીવોને સમ્યક્ત પ્રાપ્ત થયા પછી મતિભેદની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ આ જિનવચન જ તત્ત્વ છે, અન્ય તત્વ નથી એ પ્રકારની સમ્યત્વકાળમાં થયેલી મતિ, તેનાથી વિપરીત મતિ થતી નથી. જે જીવોમાં સમ્યત્ત્વનો વિનાશ નથી પરંતુ સમ્યત્વ વિદ્યમાન છે તેવા જીવોએ પૂર્વમાં અર્થાત્ મિથ્યાત્વ અવસ્થામાં નરકાદિ આયુષ્ય બાંધેલું હોય તો સમ્યક્ત પામ્યા પછી નરકાદિમાં જાય છે, પરંતુ જે જીવોએ સમ્યક્તની પ્રાપ્તિ પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં આયુષ્ય બાંધ્યું નથી અને તેમના સમ્યક્તનો પાત થાય તેમ નથી તેવા જીવો કુદેવત્વ, કુમાનુષત્વ, તિર્યંચ અને નરકરૂપ દુર્ગતિને ક્યારેય પ્રાપ્ત કરતા નથી પરંતુ મનુષ્યભવમાં હોય તો અવશ્ય સુદેવપણામાં જાય છે અને દેવભવમાં હોય તો અવશ્ય સુમનુષ્યપણાને પામે છે. : તેથી એ ફલિત થાય કે આવા જીવો સમ્યક્તના બળથી ધર્મની સાધનાનું કારણ બને તેવા સુંદર દેવભવ
અને સુંદર મનુષ્યભવની પરંપરા દ્વારા અલ્પકાળમાં અવશ્ય મોક્ષમાં જાય છે અને જેઓએ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું છે તેના પૂર્વે નરકાદિનું આયુષ્ય બાંધ્યું છે તેથી તેઓ એક વખત નરકાદિમાં જાય છે અને ત્યાર પછી તેઓ અવશ્ય સુદેવત્વને અને સમાનુષત્વને જ પામે છે અને અલ્પકાળમાં સંસારનો અંત કરે છે. આ પ્રકારના ઉપદેશ દ્વારા શ્રોતાને સમ્યક્તનો તીવ્ર પક્ષપાત થાય તેવો યત્ન ઉપદેશક કરે.
અહીં વિશેષ એ છે કે જે જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ છે. તે જીવો તથાભવ્યત્વના પરિપાકથી તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ માર્ગાનુસારી બુદ્ધિવાળા થાય છે અને તથાભવ્યત્વના પરિપાકથી જ જીવોને સમ્યક્ત પ્રાપ્ત થાય છે. પરંતુ કેટલાક જીવોના તથાભવ્યત્વનો પરિપાક તેવો વિશુદ્ધ હોતો નથી તેથી સમ્યક્તને પામ્યા પછી કોઈક નિમિત્તને પામીને તેઓની ભગવાનના વચનમાં પ્રગટ થયેલી રુચિ નાશ પામે છે. આવા જીવો સમ્યક્ત પામ્યા પછી મિથ્યાદૃષ્ટિ પણ બને છે. પરંતુ જે જીવોના ભવ્યત્વનો પરિપાક પરિશુદ્ધ થયેલો છે તે જીવોને ભગવાનના વચનમાં થયેલી રુચિ ક્યારેય અન્યથા થતી નથી પરંતુ સદા વિદ્યમાન રહે છે. જેઓને ભગવાનના વચનમાં સ્થિરરુચિ હોય તેવા જીવો સદા શક્તિ અનુસાર જિનવચનને જાણવા માટે, જાણીને સ્વભૂમિકાનુસાર જિનવચન સેવવા માટે ઉદ્યમ કરે છે તેથી તેવા જીવો ક્યારેય પણ દુર્ગતિની પ્રાપ્તિ કરતા નથી.
દુર્ગતિથી જેને ભય લાગ્યો છે તેવા જીવોએ દઢ યત્નપૂર્વક જિનવચન જ તત્ત્વ છે એ પ્રકારનું ભાવન કરીને તે પરિણામ અત્યંત સ્થિર કરવો જોઈએ કે જેથી ક્યારેય વિપરીતભાવને પામે નહિ. આ પ્રકારનો ઉપદેશ શ્રોતાને આપવાથી યોગ્ય શ્રોતા તેના પરમાર્થને જાણીને સદા નિ શકિત આદિ દર્શનાચારમાં દઢ યત્ન કરીને પોતાના સમ્યગ્દર્શનને સ્થિર કરવા પ્રયત્ન કરે. જેથી સમ્યગ્દર્શન પ્રગટ્યું ન હોય તો પ્રગટ થાય અને પ્રગટ થયેલું હોય તો સ્થિર ભાવને પામે. અને પ્રગટ થયેલા સમ્યગ્દર્શનના બળથી તે શ્રોતાનું દુર્ગતિઓના પાતથી રક્ષણ થાય.
પૂર્વમાં ઉપદેશકે શ્રોતાને ઉપદેશ આપ્યો કે સમ્યગ્દર્શનથી પાત ન થાય તો જીવને દુર્ગતિની પ્રાપ્તિ થતી