________________
૨૩૩
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ તેનાથી નિર્ણય કરવો જોઈએ કે પોતાના વડે અપાયેલો ઉપદેશ આ શ્રોતાને સમ્યફ પરિણમન પામ્યો છે. અને જ્યારે ઉપદેશકને નિર્ણય થાય કે જે તાત્પર્યથી તત્ત્વવાદનું પોતે નિરૂપણ કરેલ છે તે તાત્પર્યથી આ શ્રોતા ભગવાનના વચનને યથાર્થ સમજીને તેના પરમાર્થને જાણનારો બન્યો છે તેથી હવે આ શ્રોતાને વિશેષ પ્રકારનો બોધ કરાવવાથે બંધના ભેદનું કથન કરવું જોઈએ.
આશય એ છે કે તત્ત્વવાદના બોધથી શ્રોતાને સામાન્યથી એ નિર્ણય થયેલો કે અહિંસાદિ પાંચ, તત્ત્વનું શ્રદ્ધાન અને ક્ષમાદિ ચાર ભાવો તે મોક્ષનાં કારણ છે અને તેનાથી વિપરીત એવા હિંસાદિ દસ ભાવો બંધનાં કારણ છે. તેથી મારે બંધનાં કારણોનો ત્યાગ કરવો જોઈએ અને મોક્ષના ઉપાયોને સેવવા જોઈએ તેવા શ્રોતાને બંધનાં કારણોના સેવનથી બંધાતાં કર્મોના ભેદનો બોધ કરાવવો જોઈએ. જેથી શ્રોતાને વિશદ બોધ થાય કે હિંસાદિના સેવનથી જે બંધની પ્રાપ્તિ છે તે બંધના અવાતંરભેદ મૂલપ્રકૃતિભેદ આઠ છે અને ઉત્તરપ્રકૃતિરૂપ ભેદ સત્તાણુ છે. અને તે સર્વનો વિશેષબોધ થાય તો તે કર્મબંધથી થતા જીવને શું-શું અનર્થો થાય છે તેનો બોધ તે શ્રોતાને થાય. જેથી વિશેષ પ્રકારના બોધના કારણે બંધના ઉપાયોનું નિવર્તન કરીને તે શ્રોતા આત્મહિત સાધી શકે
વળી, બંધના ભેદોનું કથન કર્યા પછી અન્ય શું કરવું જોઈએ ? તે બતાવે છે – વરબોધિલાભની પ્રરૂપણા કરવી જોઈએ. તે વરબોધિલાભની પ્રરૂપણા બે રીતે બતાવે છે – ૧. તીર્થંકરભાવની પ્રાપ્તિના કારણ એવા શ્રેષ્ઠબોધિલાભની પ્રરૂપણા અથવા ૨. દ્રવ્યબોધિલાભથી વ્યતિરિક્ત એવો પારમાર્થિક બોધિલાભની પ્રરૂપણા.
પૂર્વમાં બતાવેલ મોક્ષના હેતુ એવા અહિંસાદિ દસ કારણોને સેવીને મહાત્માઓ તીર્થંકરભાવની પ્રાપ્તિના કારણ એવા શ્રેષ્ઠ બોધિલાભને પ્રાપ્ત કરે છે. જે બોધિલાભ અન્ય સર્વ બોધિલાભથી સર્વોત્તમ છે.
આશય એ છે કે બોધિલાભ અનેક પ્રકારના છે. કેટલાક જીવો બોધિલાભને પ્રાપ્ત કરીને છેલ્લા ભવમાં પ્રત્યેકબુદ્ધ થાય છે, કોઈક સ્વયંબુદ્ધ થાય છે, કોઈક વળી બુદ્ધબોધિત થાય છે. તે સર્વ બોધિલાભ કરતાં તીર્થકરના ભાવને પ્રાપ્ત કરાવનારો બોધિલાભ સર્વોત્તમ છે. આવો સર્વોત્તમ બોધિલાભ પણ જિનવચનાનુસાર તત્ત્વના સેવનથી જીવોને પ્રાપ્ત થઈ શકે છે. માટે તત્ત્વવાદના પરમાર્થને જાણ્યા પછી અપ્રમાદભાવથી તત્ત્વમાં યત્ન કરવામાં આવે તો જે જીવોમાં સત્ત્વનો પ્રકર્ષ થાય તે જીવો આવા બોધિલાભનેત્રતીર્થંકરભાવને પ્રાપ્ત કરાવનાર બોધિલાભને; પ્રાપ્ત કરીને તીર્થકર જેવી સમૃદ્ધિ પ્રાપ્ત કરશે અને ઘણા જીવો પર ઉપકાર કરીને મોક્ષરૂપ ફળ પામશે. માટે કલ્યાણના અર્થીએ મોક્ષના ઉપાયમાં અપ્રમાદ કરવો જોઈએ. વળી, બોધિલાભ વિષયક પ્રરૂપણા “અથવાથી કહે છે – તત્ત્વવાદને સાંભળીને કેટલાક જીવો તત્ત્વને અભિમુખ થાય છે અને તત્ત્વશ્રવણને અભિમુખ થયેલા જીવો શાસ્ત્રવચનાનુસાર ગુરુ પાસેથી સમ્યક્ત ગ્રહણ કરે છે તે વખતે સમ્યક્તને પ્રગટ કરવા અને સ્થિર