________________
૨૩૦
ધિર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
ત્યારપછી તથાભવ્યત્યાદિનો સમાસ બતાવે છે – તથાભવ્યત્વ છે આદિમાં જેને તે તેવા છે–તથાભવ્યત્વાદિરૂપ છે. તેનાથી આ વરબોધિલાભ પ્રાદુર્ભાવ થાય છે. અને આનું સ્વરૂપ=વરબોધિલાભનું સ્વરૂપ, જીવાદિ પદાર્થનું શ્રદ્ધાન છે.
હવે ફલથી જ તેને=વરબોધિલાભને, કહે છે – “ગ્રંથિભેદ થયે છતે અત્યંત સંક્લેશ થતો નથી.” (સૂ. ૧૨૭) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
અહીં=જગતમાં, ગ્રંથિના જેવી ગ્રંથિ છે=ઢ રાગ-દ્વેષનો પરિણામ છે. તેનો=ગ્રંથિનો, ભેદ કરાયે છતે અપૂર્વકરણરૂપી વજસૂચિથી વિદારણ કરાયે છતે, પ્રાપ્ત થયેલા શુદ્ધ તત્વના શ્રદ્ધાનના સામર્થ્યથી અત્યંત સંક્લેશ થતો નથી=પૂર્વની જેમ અતિનિબિડાણાથી રાગદ્વેષના પરિણામરૂપ સંક્લેશ પ્રવર્તતો નથી.
ગ્રંથિભેદ પછી અત્યંત સંક્લેશ કેમ થતો નથી ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – લબ્ધવેધપરિણામવાળો મણિ=માળામાં પરોવવાર્થે છિદ્ર પાડેલો મણિ, કોઈક રીતે મલથી આપૂરિત છિદ્રવાળો પણ પૂર્વની અવસ્થાને પ્રાપ્ત કરતો નથી=અછિદ્રવાળી અવસ્થાને પ્રાપ્ત કરતો નથી. આ પણ કેમ છે ?=ગ્રંથિભેદ થયા પછી સમ્યક્તથી ભ્રષ્ટ થાય તો પણ અત્યંત સંક્લેશ થતો નથી, એ પણ કેમ છે ? એથી કહે છે –
“ફરી તેનું બંધન નથી.” (મૂ. ૧૨૮). તેનો અર્થ સ્પષ્ટ કરે છે – જે કારણથી ફરી પણ તેનું ગ્રંથિનું, બંધન=નિષ્પાદન, ગ્રંથિનો ભેદ થયે છતે પ્રાપ્ત થતું નથી. શું કહેવાયેલું થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
સમ્યગૂ ઉપલબ્ધ સમ્યગ્દર્શનવાળો આ જીવ કોઈક રીતે સમ્યક્તના અપગમથી તીવ્રતાવાળા પણ તેવા પ્રકારના સંક્લેશની પ્રાપ્તિમાં, ગ્રંથિભેદકાળમાં આયુષ્યને છોડીને સર્વકર્મની સ્થિતિ અંતઃસાગરોપમ કોટાકોટી લક્ષણ જેટલી અવશેષ રહે છે. તેટલા પ્રમાણવાળી જ બાંધે છે. પરંતુ તે બંધને અતિક્રમણ કરતો નથી.
અને “અપાય નહિ હોતે છતે=સમ્યક્તનો અપગમ નહિ હોતે છતે, દુર્ગતિ થતી નથી.” (સૂ. ૧૨૯) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
અવિદ્યમાન અપાય=વિનાશ, હોતે છત=સમ્યગ્દર્શનનો વિનાશ અવિદ્યમાન હોતે છતે પરિશુદ્ધ ભવ્યત્વના પરિપાકના સામર્થ્યથી અતિભેદાદિના કારણની અપ્રાપ્તિ થયે છતે, પૂર્વમાં દુર્ગતિના બંધાયેલા આયુષ્યવાળા જીવોને છોડીને દુર્ગતિ નથી જ=કુદેવત્વ, કુમાનુષત્વ, તિર્યંચવ, નારકત્વની પ્રાપ્તિ થતી નથી જ, પરંતુ સુદેવતત્વ, સુમાનુષત્વ જ પ્રાપ્ત થાય છે.
અને “વિશુદ્ધિથી=સમ્યક્તની વિશુદ્ધિથી, ચારિત્ર પ્રાપ્ત થાય છે.” (સૂ. ૧૩૦) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – વિશુદ્ધિથી=પરિશુદ્ધ નિઃશંકિતત્યાદિ દર્શનાચારરૂપ પાણીના પૂરથી પ્રક્ષાલિત શંકાદિ કાદવપણાને કારણે પ્રકર્ષ પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનાદિથી, ચારિત્ર=સર્વ સાવઘયોગના પરિહારપૂર્વક નિરવયોગનાં સમાચારરૂપ ચારિત્ર, પ્રાપ્ત થાય