________________
૦૨૩
ધર્મસંગ્રહ ભાગ-૧/ પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ આત્મા છે. તેથી કોઈને ભ્રમ થાય કે દેહથી આત્માનો સર્વથા અભેદ છે તે ભ્રમના નિરાકરણ માટે અને કેટલાક નાસ્તિકવાદીઓ દેહરૂપ જ આત્મા સ્વીકારે છે, દેહથી ભિન્ન કોઈ આત્મા નામની વસ્તુ નથી તેમ કહે છે, તે જાતના નિરાકરણ માટે કહે છે –
દેહથી સર્વથા અભિન્ન આત્મા સ્વીકારવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે ચૈતન્ય વિશિષ્ટ કાયા છે તે જ પુરુષ છે. આમ સ્વીકારીએ તો સુરગુરુના શિષ્યોના મતનો અર્થાત્ ચાર્વાકદર્શનકારોના મતનો સ્વીકાર થાય અને તેમ સ્વીકારીએ તો મરણના અભાવની પ્રાપ્તિ થાય. કેમ મરણના અભાવની પ્રાપ્તિ થાય? એથી કહે છે – સંસારમાં પ્રત્યક્ષથી દેખાય છે કે કોઈ જીવ મરી જાય છે ત્યારે તેના મૃતદેહમાં પાંચ ભૂતનું વૈકલ્પ નથી અને પાંચભૂતરૂપ જ આત્મા સ્વીકારીએ તો દેહથી સર્વથા આત્માનો અભેદ માની શકાય. મૃત્યુ પછી પણ પંચભૂતાત્મક દેહ વિદ્યમાન છે, માટે લોકમાં આ પુરુષ મરી ગયો છે, એ પ્રકારની પ્રતીતિ છે તે સંગત થાય નહિ. અહીં દેહથી આત્માનો અભેદ સ્વીકારનાર નાસ્તિકવાદી કહે કે કોઈ મૃત્યુ પામે છે ત્યારે તે દેહમાં વાયુનો અભાવ પ્રાપ્ત થાય છે માટે પાંચભૂત નહિ હોવાથી મૃત્યુની સંગતિ થાય છે તેને ગ્રંથકારશ્રી કહે
મૃતદેહમાં વાયુનો અભાવ નથી; કેમ કે વાયુ વગર મૃતદેહમાં ઉત્સુનભાવનો અયોગ છે.
ત્યાં નાસ્તિકવાદી કહે કે તો મૃતદેહમાં તૈજસનું વિકલપણું છે. તેથી પંચભૂતાત્મક શરીર નહિ હોવાને કારણે મરણની સંગતિ થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
નાસ્તિકવાદીનું આ વચન પણ બરાબર નથી; કેમ કે મૃતદેહમાં અગ્નિ ન હોય તો પડેલું મડદું સડી જાય છે તેની સંગતિ થાય નહિ; કેમ કે અગ્નિને કારણે જ દેહમાં તે પ્રકારનું પરિવર્તન સંભવે છે. તેથી દેહથી અભિન્ન આત્મવાદીના મતમાં મરણ ઉપપન્ન થતું નથી=સંગત થતું નથી. માટે દેહથી ભિન્ન આત્માને સ્વીકારવો જોઈએ. . પૂર્વમાં દેહથી અભિન્ન આત્માને સ્વીકારનાર અર્થાત્ દેહરૂપ જ આત્માને સ્વીકારનાર ચાર્વાકમતનું નિરાકરણ કર્યું. તે સાંભળીને કોઈ શ્રોતાને પ્રશ્ન થાય કે મૃતદેહ પડેલ છે તેની પૂર્વે જ્યારે તે વ્યક્તિનું મરણ થયું ન હતું ત્યારે તેના દેહમાં જે વાયુ અને તેજસ હતા તે વાયુ અને તેજસનો તે વ્યક્તિના મૃતદેહમાં અભાવ છે અને મૃતદેહમાં પ્રતીત થતા વાયુ અને તેજસ અન્ય પ્રકારના છે એમ સ્વીકારીશું તો દેહરૂપ જ આત્મા સ્વીકારવાથી પણ મરણની સંગતિ થશે તેને ઉપદેશક કહે છે –
આ રીતે દેહરૂપ જ આત્મા સ્વીકારવાથી મરણની પ્રાપ્તિમાં પરલોકના અભાવની પ્રાપ્તિ થાય; કેમ કે દેહરૂપ જ આત્મા સ્વીકારવાથી પરલોકમાં જનાર આત્મા નામની કોઈ વસ્તુની સિદ્ધિ થાય નહિ.
કેમ પરલોકમાં જનાર આત્માની સિદ્ધિ થાય નહિ ? તેમાં યુક્તિ આપે છે –
મૃતદેહ અહીં પડેલ દેખાય છે અને દેહથી વ્યતિરિક્ત આત્મા ન સ્વીકારવામાં આવે તો પરલોક જનાર કોઈ નથી તેમ સિદ્ધ થાય.