________________
$ ગઈ નમઃ | ॐ ह्रीं श्री शंखेश्वरपार्धनाथाय नमः ।
છે નમઃ |
- પૂ. ઉપાધ્યાય શ્રી માનવિજયજી કૃત સ્વોપજ્ઞ ટીકા સમન્વિત તથા લઘુહરિભદ્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કૃત ટિપ્પણી યુક્ત. ધર્મસંગ્રહ ભાગ-૧
શબ્દશઃ વિવેચન ગ્ન પ્રથમ ખંડ ઝN
ટીકાનું મંગલાચરણ :प्रणम्य विश्वेश्वरवीरदेवं, विश्वातिशायिप्रथितप्रभावम् ।
शास्त्रानुसृत्या किल धर्मसंग्रह, सुखावबुद्ध्यै विवृणोमि लेशतः ।।१।। ટીકાર્ય :
પ્રખ્ય નૈશિતઃ વિશ્વતિશયિથિતપ્રભાવ=વિશ્વમાં અતિશાયિ પ્રગટ પ્રભાવવાળા, વિશ્વેશ્વરવીર્વ=વિશ્વના ઈશ્વર એવા વીરદેવને, પ્ર=પ્રણામ કરીને, શાસ્ત્રનુકશાસ્ત્રની અનુસૂતિથી, વિનં=ખરેખર, સુહાવળે સુખ અવબોધ માટે=સુખેથી બોધ કરાવવા માટે, થર્મસંપ્રદં ઘર્મસંગ્રહનું, તેરાત=લેશથી, વિવૃમિ=હું વિવરણ કરું છું. I૧TI
વિશ્વમાં અતિશાથિ પ્રથિત પ્રભાવવાળા વિશ્વના ઈશ્વર એવા વીરદેવ=વિશ્વના ઈશ્વર એવા વીર ભગવાનને પ્રણામ કરીને શાસ્ત્રની અનુસૂતિથી=સર્વજ્ઞના વચનરૂપ શાસ્ત્રના અનુસરણથી, હું ખરેખર સુખ અવબોધ માટે=લોકોને સુખેથી બોધ કરાવવા માટે, ઘર્મસંગ્રહનું લેશથી વિવરણ કરું છું. I૧૫ ભાવાર્થ -
વીર ભગવાન, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અપાયાપગમાતિશયાદિ ચાર અતિશયવાળા છે. તેથી વિશ્વમાં અતિશયિત વિસ્તાર પામેલા પ્રભાવવાળા છે. વળી આખા વિશ્વનું રક્ષણ કરનારા હોવાથી વિશ્વના ઈશ્વર છે. એવા વીરભગવાનને પ્રણામ કરીને ગ્રંથકારશ્રી કહે છે કે હું સર્વજ્ઞકથિત શાસ્ત્રના અનુસરણપૂર્વક લોકોને સુખેથી બોધ કરાવવા માટે ધર્મના સંગ્રહનું લેશથી વિવરણ કરું છું.