________________
૧૯૦
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ વાક્યો પ્રત્યે પક્ષપાત થાય અને ભૂતકાળનાં કર્મોને કા૨ણે વિષમ સંયોગ આવે તો પ્રજ્ઞાથી તે વિષમ સંયોગોને પણ કલ્યાણની પરંપરાનું કારણ બનાવે છે.
ઉપાયથી મોહની નિંદાનો પૂર્વમાં અર્થ કર્યો કે મૂઢ પુરુષો કેવા હોય તેના સ્વરૂપને બતાવવાપૂર્વક મોહની નિંદા ક૨વી જોઈએ જેથી વિવેકી શ્રોતા તેવી મૂઢતાને ધારણ કરે નહિ અને હિતમાં પ્રવૃત્તિ કરે. હવે મોહનું ફળ કેવું છે ? તે બતાવવારૂપ ઉપાયથી મોહની નિંદા કરતાં કહે છે
સંસાર જન્મ, મૃત્યુ, જરા, રોગ, શોક આદિ ઉપદ્રવવાળો પ્રત્યક્ષ દેખાય છે અને આવા સંસારનું સ્વરૂપ જોવા છતાં જે જીવોમાં મોહ વર્તે છે અર્થાત્ મૂઢતા વર્તે છે તેઓ સંસારથી ઉદ્વેગ પામતા નથી. આ પ્રકારનું મોહનું ફળ છે. વળી, ધર્મના બીજના વપનના પ્રબળ કારણ એવા કર્મભૂમિમાં પ્રાપ્ત થયેલા મનુષ્યભવવાળા પણ જે જીવો મૂઢ હોય છે અર્થાત્ અલ્પબુદ્ધિવાળા હોય છે તેઓ સત્કર્મરૂપી ખેતીમાં યત્ન કરતા નથી, પરંતુ ભોગવિલાસ કરીને મનુષ્યજન્મને નિષ્ફળ કરે છે તે તેમનામાં વર્તતા મોહનું ફળ છે.
વળી, જેમ માછીમાર દ્વારા કાંટા ઉપર માંસ મૂકીને માંછલાંને પકડવા માટે કાંટો પાણીમાં નખાય છે ત્યારે તે માંસમાં લુબ્ધ થયેલાં માછલાંઓ આ માંસ ખાવાથી મૃત્યુ થશે તે જોતાં નથી તે તેઓનું અજ્ઞાન છે. તેમ દારુણ વિપાકવાળા સંસારનાં કુસુખોમાં આસક્ત જીવો સત્યેષ્ટાનો ત્યાગ કરે છે અને તેવાં કુત્સિત સુખો પાછળ જીવન પસાર કરીને નરકાદિ દુર્ગતિમાં જાય છે તે સર્વ તેઓના ચિત્તમાં વર્તતો દારુણ અંધકાર છે જે મોહનું ફળ છે.
આ રીતે મોહનું ફળ બતાવવાથી વિવેકી શ્રોતાને વિવેક પ્રગટે છે. જેથી સંસારના જન્મ-જરા-મૃત્યુ આદિ સ્વરૂપને યથાર્થ જોનારા બને છે અને પ્રાપ્ત થયેલા મનુષ્યભવનો ધર્મબીજના વપનમાં ઉપયોગ કરે છે. અને તુચ્છ એવા સંસારનાં સુખોમાં આસક્ત થઈને સત્યેષ્ટાનો ત્યાગ કરતા નથી.
ટીકા ઃ
તથા “સંજ્ઞાનપ્રશંસમિતિ” [સૂ૦ ૮૬]
सदविपर्यस्तं ज्ञानं यस्य स सज्ज्ञानः पण्डितो जनस्तस्य, सतो वा ज्ञानस्य विवेचनलक्षणस्य प्रशंसनं पुरस्कारं રૂતિ । યથા
" तन्नेत्रैस्त्रिभिरीक्षते न गिरीशो नो पद्मजन्माष्टभिः,
स्कन्दो द्वादशभिर्न वा न मघवा चक्षुः सहस्रेण च ।
सम्भूयापि जगत्त्रयस्य नयनैस्तद्वस्तु नो वीक्षते ।
प्रत्याहृत्य दृशः समाहितधियः पश्यन्ति यत्पण्डिताः " ।। १ ।। इति ।
તથા
"नाऽप्राप्यमभिवाञ्छन्ति, नष्टं नेच्छन्ति शोचितुम् । आपत्सु च न मुह्यन्ति, नराः पण्डितबुद्धयः ।। २ ।।