________________
૧૬૩
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ (vi) સ્થિરીકરણદર્શનાચાર:
કોઈક રીતે કોઈક જીવ ધર્મની પ્રવૃત્તિમાં સિદાતા હોય તેને ઉચિત ઉપાયથી દૂર કરીને તેઓને ધર્મમાં સ્થિર કરવા જોઈએ જેથી પોતાને ભગવાનના વચન પ્રત્યેનો પક્ષપાતભાવ પુષ્ટ થાય. (vii) વાત્સલ્યદર્શનાચાર :
વળી સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે પોતાની જેમ સમાન ધર્મ કરનાર જીવો પર ઉપકાર કરીને વાત્સલ્ય કરવું જોઈએ. જેથી પોતાના જીવનમાં ધર્મ પ્રત્યેના પક્ષપાતનો ભાવ દઢ થાય. (vi) પ્રભાવનાદર્શનાચાર :. પોતાની શક્તિ અનુસાર ધર્મકથા દ્વારા ભગવાનનું શાસન યોગ્ય જીવોને કેમ પ્રાપ્ત થાય ? તેવો ઉચિત
યત્ન કરવો જોઈએ. જેથી પોતાનો ભગવાનના શાસન પ્રત્યેનો પક્ષપાતભાવ વિશુદ્ધ-વિશુદ્ધતર બને. . આ પ્રકારના આઠ દર્શનાચારો છે. જેના પાલનથી સમ્યગ્દર્શન પ્રગટ ન થયું હોય તો પ્રગટ થાય અને પ્રગટ થયેલું હોય તો તે નિર્મળ બને છે. આ પ્રકારે દર્શનાચાર વિષયક શ્રોતાની બુદ્ધિ અનુસાર ઉચિત ઉપદેશ આપવો જોઈએ. (૩) ચારિત્રાચાર:- ચારિત્રાચાર આઠ પ્રકારનો છે. જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ છે.
આત્મકલ્યાણના અર્થી જીવોએ સર્વશક્તિથી આ આઠ પ્રકારના આચારોને પાળીને સંસારના ઉચ્છેદ માટે પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રકારનો શ્રોતાની બુદ્ધિ અનુસાર ઉપદેશકે ઉપદેશ આપવો જોઈએ જેથી ચારિત્રનો યથાર્થ બોધ થાય અને શ્રોતા સ્વશક્તિ અનુસાર ચારિત્રાચાર પાળીને હિત સાધી શકે. (૪) તપાચાર -
તપાચાર બાર પ્રકારનો છે. બાહ્યતપના છ ભેદો છે અને અત્યંતરતપના છ ભેદો છે. ચારિત્રની વિશેષ શુદ્ધિ અર્થે શાસ્ત્રમાં બાર પ્રકારનો તપ કહ્યો છે. જેનો ઉપદેશ ઉપદેશકે શ્રોતાની બુદ્ધિ અનુસાર બતાવીને શ્રોતાને સ્વશક્તિ અનુસાર તે તપ કરવાનો ઉત્સાહ થાય તેમ કરવું જોઈએ. પ્રસ્તુત ગ્રંથમાં સંક્ષેપથી તેનાં બાર નામ બતાવ્યાં છે. (૫) વીર્યાચાર -
આત્મામાં પ્રવૃત્તિ કરવાને અનુકૂળ જે વીર્યશક્તિ છે તે વિર્યશક્તિ પૂર્વમાં વર્ણન કરાયેલ જ્ઞાનાદિ ચાર આચારોમાં પૂરેપૂરી ફોરવવામાં આવે તે વીર્યાચારનું પાલન છે. તેથી જે પુરુષમાં સંયોગ અનુસાર જે જે આચાર પાળવાની શક્તિ હોય તે તે આચારને પાળવા માટે તે પુરુષે પ્રતિજ્ઞા કરવી જોઈએ અને પ્રતિજ્ઞા કર્યા પછી પૂરેપૂરી શક્તિ અનુસાર તે આચારોનું પાલન કરવું જોઈએ. જેથી પોતાનું વિદ્યમાન વિર્ય જ્ઞાનાચાર આદિમાં પ્રવર્તવાથી સફળ બને.