________________
૧૬૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯ વિના સૂત્ર-અર્થને ધારણ કરવા જોઈએ અને સૂત્ર અને અર્થથી આત્માને ભાવિત કરવો જોઈએ. જેથી શ્રતભાવિત મતિ થવાથી કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. (૨) દર્શનાચાર:
દર્શનાચાર આઠ પ્રકારનો છે. તેમાં પ્રથમ ચાર ભેદો દર્શનાચાર પાળનારા પુરુષને ગ્રહણ કરીને બતાવેલ છે; કેમ કે દર્શનાચાર ગુણ અને દર્શનાચારવાળો પુરુષ એ બંને વચ્ચે કથંચિત્ અભેદ છે તેવો બોધ થાય. જો દર્શનાચારનો દર્શનવાળા પુરુષ સાથે કથંચિત્ અભેદ ન સ્વીકારવામાં આવે પરંતુ એકાંત ભેદ સ્વીકારવામાં આવે તો દર્શનાચારવાળા પુરુષમાં દર્શનગુણ હોવા છતાં તે ગુણ તેના આત્માથી ભિન્ન હોવાને કારણે તે પુરુષ દર્શનાચાર રહિત પુરુષ જેવો જ છે તેમ માનવું પડે. જેમ દર્શનાચાર રહિત પુરુષ અદર્શની છે=સમ્યગ્દર્શન રહિત છે, એમ દર્શનાચારવાળો પુરુષ પણ સમ્યગ્દર્શન રહિત છે તેમ માનવું પડે. આવું સ્વીકારીએ તો દર્શનાચાર નહિ પાળનાર પુરુષ સમ્યગ્દર્શન રહિત હોવાથી મોક્ષમાં જઈ શકે નહિ તેમ દર્શનાચાર પાળનાર પુરુષ પણ સમ્યગ્દર્શન રહિત હોવાથી મોક્ષમાં જઈ શકે નહિ તેમ માનવું પડે. તેથી દર્શનાચારની સાથે સમ્યગ્દર્શનવાળા પુરુષનો કથંચિત્ અભેદ છે તેવો બોધ કરાવવા અર્થે પ્રથમ ચાર દર્શનાચારોનો દર્શનાચારવાળા પુરુષ સાથે અભેદ બતાવેલ છે.
વળી, પાછળના ચાર આચારો ગુણરૂપ છે પરંતુ ગુણીરૂપ નથી, તેથી દર્શનાચાર પાળનારા ગુણી કરતાં દર્શનાચારરૂપ ગુણનો કથંચિત ભેદ છે તેવો બોધ થાય. જો ગુણ-ગુણીનો સર્વથા અભેદ સ્વીકારવામાં આવે તો ગુણ પામ્યા પછી ગુણનો નાશ થાય ત્યારે દર્શનાચાર પાળનારા પુરુષના પણ નાશની આપત્તિ આવે. આ રીતે આઠ આચાર દ્વારા ગુણ-ગુણીનો ભેદભેદ શ્રોતાને બતાવવો જોઈએ. જેથી પ્રસંગને અનુરૂપ શ્રોતાને સ્યાદ્વાદનો પણ બોધ થાય અને દર્શનાચારનો પણ બોધ થાય. (i) નિઃશંકિતદર્શનાચાર:
ભગવાનના વચનમાં દેશથી શંકા થાય કે સર્વથી શંકા થાય એમ બે પ્રકારની શંકા થઈ શકે. કોઈને શંકા . થાય કે જગતમાં જીવો બધા સમાન છે; આમ છતાં કેટલાક જીવો ભવ્ય છે અને કેટલાક જીવો અભવ્ય છેતેમ શાસ્ત્રમાં કેમ કહ્યું? આ પ્રકારની કોઈને શંકા થઈ હોય તેનું નિવારણ ઉપદેશક કરતાં કહેવું જોઈએ કે જગતના ભાવો કેટલાક હેતુથી ગ્રાહ્ય છે અને કેટલાક અહેતુથી, સર્વજ્ઞના વચનથી ગ્રાહ્ય છે. જેમ જીવનું અસ્તિત્વ છે વગેરે હેતુથી ગ્રાહ્ય છે. જગતમાં જીવોમાં કેટલાક ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે તે હેતુથી ગ્રાહ્ય નથી પરંતુ પદાર્થનો તેવો સ્વભાવ છે અને સર્વજ્ઞ તે ભાવોને જોઈ શકે છે, છમસ્થ જોઈ શકતા નથી. માટે સર્વજ્ઞના વચનથી તે ભાવોને તે રીતે સ્વીકારવા જોઈએ.
આ પ્રકારની દર્શનાચાર વિષયક જે કોઈ દેશશંકા થાય તે સર્વનું નિવર્તન કરીને ભગવાનના વચનમાં નિઃશંકિત થવું જોઈએ.
વળી, કોઈને સર્વશંકા થાય કે ભગવાનનાં શાસ્ત્રો પ્રાકૃતમાં નિબદ્ધ છે માટે આ સર્વ આગમો પરિકલ્પિત હશે. આ પ્રકારની શંકાથી સર્વશાસ્ત્રમાં અપ્રમાણબુદ્ધિ થાય. તેના નિવારણ માટે ઉપદેશકે કહેવું જોઈએ કે