________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૧૫૫
પ્રકારના આચારસૂત્રમાં ‘માવંતિ'=જેટલા જીવ અસંયત છે. “ગાવંતિ =કેટલાક, ‘નો સિ'=ચૌદ રજૂ આત્મક આ પાખંડીલોકમાં ‘વિપરીમુનિ'=વિપરામર્શ કરે છે=વિષયોના અભિલાષીપણાને કારણે છજીવનિકાયનો ઉપઘાત કરે છે. આ પ્રકારના અર્થના અભિધાન હોતે છતે, અવંતીજનપદમાં કેટલાક રજુવાળો લોક ફૂપમાં પરામર્શ કરે છે. એ પ્રકારનો અર્થ કરવામાં આવે તે અર્થભેદ છે. વળી, ઉભયભેદ બંનેના પણ માથાભ્યના ઉપમદનમાં છે. જે પ્રમાણે ‘ધર્મો મંત્રમુષ્ટ: અહિંસા પર્વતમસ્ત' ઈત્યાદિ. અને અહીં=વ્યંજનભેદાદિમાં, વ્યંજનભેદથી અર્થનો ભેદ દોષ છે. તેના ભેદમાં=અર્થના ભેદમાં, ક્રિયાનો ભેદ પ્રાપ્ત થાય છે. ક્રિયાના ભેદમાં મોક્ષનો અભાવ પ્રાપ્ત થાય છે અને તેના અભાવમાં=મોક્ષના અભાવમાં, નિરર્થક દીક્ષા છે.
તિ' શબ્દ જ્ઞાનાચારના આઠ ભેદની સમાપ્તિ માટે છે. : દર્શનાચાર પણ નિ:શંકિત, નિષ્કાંક્ષિત, નિવિચિકિત્સા અમૂઢદૃષ્ટિ, ઉપબૃહા, સ્થિરીકરણ, વાત્સલ્ય, તીર્થપ્રભાવના
ભેદથી આઠ પ્રકારનો જ છે. : - ત્યાં આઠ પ્રકારના દર્શનાચારમાં, નિ:શંકિતનો અર્થ કહે છે – “શન તિમ્'=શંકા એ શંકિત છે. નિર્ગત
શંકિત છે જેનાથી એ નિઃશંકિત=દેશ-સર્વ શંકાથી રહિત એ પ્રકારનો નિઃશંકિતનો અર્થ છે. ત્યાં=દેશ અને સર્વશંકામાં, દેશશંકા - સમાન જીવપણામાં કેવી રીતે એક ભવ્ય અપર વળી અભવ્ય ? એ પ્રમાણે શંકા કરે છે. વળી, સર્વશંકા પ્રાકૃતમાં નિબદ્ધપણું હોવાથી સકલ જ આ શાસ્ત્ર, પરિકલ્પિત થશે.
તિ' શબ્દ દેશશંકા અને સર્વશંકાના સ્વરૂપની સમાપ્તિ માટે છે. વળી આલોચન કરતો નથી. જે પ્રમાણે ભાવો હેતુગ્રાહ્ય છે અને અહેસુગ્રાહ્ય છે ત્યાં હેતુ ગ્રાહ્ય જીવના અસ્તિત્વાદિ છે. અહેતુગ્રાહ્ય ભવ્યત્યાદિ છે; કેમ કે તેના હેતુઓનું=ભવ્યત્યાદિના હેતુઓનું, અસ્મદ્ આદિ અપેક્ષાથી આપણા જેવા છબસ્થાદિની અપેક્ષાથી, પ્રકૃષ્ટ જ્ઞાનનું વિષયપણું છે.
ત્તિ' શબ્દ દેશશંકાના સમાધાનની સમાપ્તિ માટે છે. પ્રાકૃત નિબંધ પણ=પ્રાકૃત ભાષામાં સૂત્રની રચના પણ, બાલાદિ સાધારણ છે=બાલાદિના ઉપકાર અર્થે છે. રતિ’ શબ્દ સર્વ શંકાના સમાધાનની સમાપ્તિ માટે છે અને કહેવાયું છે –
ચારિત્રની કાંણાવાળા બાલ, સ્ત્રી, મંદ અને મૂર્ખ એવા મનુષ્યના અનુગ્રહ માટે તત્ત્વના જાણનારાઓ વડે સિદ્ધાંત પ્રાકૃતમાં કરાયો છે.'
અને દષ્ટ-ઈષ્ટની સાથે અવિરુદ્ધપણું હોવાથી આ=સિદ્ધાંતનું કથન, પરિકલ્પનાનો વિષય નથી. અને તેથી=પૂર્વમાં દેશ અને સર્વશંકાનું સમાધાન કર્યું તેથી, નિઃશંકિત થયેલો જીવ જ અહંક્શાસનને પામેલો દર્શનાચાર એ પ્રમાણે કહેવાય છે. આના દ્વારા=નિઃશંકિત જીવને દર્શનાચાર કહ્યો એના દ્વારા, દર્શન અને દર્શનીનો અભેદ ઉપચારને કહે છે. તેના એકાંતભેદમાં=દર્શન અને દર્શનીના એકાંતભેદમાં, વળી અદર્શનીની જેમ ફલનો અભાવ હોવાથી મોક્ષનો અભાવ થાય. એ રીતે શેષ પદોમાં પણ ભાવના કરવી=જે રીતે નિઃશંકિત પદમાં દર્શન અને દર્શનીનો અભેદ ઉપચાર કર્યો એ રીતે, નિષ્કાંક્ષિત આદિ શેષપદોમાં પણ ભાવના કરવી.
અને નિષ્કાંક્ષિત દેશ અને સર્વકાંક્ષાથી રહિત, ત્યાં દેશકાંક્ષા - દિગંબર દર્શનાદિ એક દર્શનની કાંક્ષા કરે છે. વળી, સર્વકાંક્ષાને - સર્વ જ દર્શનોની આંકાક્ષા કરે છે.