________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
અને કહેવાય છે
*તે–તે ઉપદેશક, નિશ્ચે પિશાચકી અર્થાત્ પિશાચ ગ્રસ્ત છે અથવા વાતકી=વાચાળ છે. જે અનર્થી એવ પરમાં વાણીને ઉચ્ચારે છે.
“ફરી ફરી ઉપદેશ આપવો.” (સૂ. ૬૫)
કોઈક રીતે શ્રોતાને બોધ નહિ થયે છતે ઉપદેશ આપવા યોગ્ય એવી વસ્તુના વિષયવાળો ફરી ફરી ઉપદેશ કરવો જોઈએ.
કેમ ફરી ફરી ઉપદેશ ક૨વો જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે
૧૪૭
-
દૃઢ સન્નિપાતના રોગીઓને તિક્તાદિ ક્વાથપાનના ઉપચારરૂપ ક્રિયા શું ફરી ફરી નથી કરાતી ? અર્થાત્ કરાય છે. અને બોધ થયે છતે ‘પ્રજ્ઞાનું ઉપવર્ણન’ (સૂ. ૬૬)
ઉપદિષ્ટ વસ્તુનો એક વખતના ઉપદેશથી બોધ થયે છતે અથવા ફરી ફરી ઉપદેશથી બોધ થયે છતે, તે શ્રોતાની પ્રજ્ઞાનું ઉપવર્ણન અર્થાત્ બુદ્ધિનું પ્રશંસન. જે પ્રમાણે અલઘુકર્મી પ્રાણીઓ આવા પ્રકારના સૂક્ષ્મઅર્થના બોધને પ્રાપ્ત કરનારા થતા નથી.
અને ‘તંત્રમાં અવતાર' (સૂ. ૬૭)
તંત્રમાં અર્થાત્ આગમમાં, તેને આગમના બહુમાનના ઉત્પાદન દ્વારા, અવતાર=પ્રવેશ, કરાવવો જોઈએ અને આગમનું બહુમાન આ રીતે ઉત્પાદન કરવું જોઈએ.
“આસન્નભવ્ય, મતિમાન, શ્રદ્ધાધનથી સમન્વિત એવો પુરુષ પરલોકની વિધિમાં પ્રાયઃ શાસ્ત્રથી અન્ય અપેક્ષા રાખતો નથી. ।।૧।।
ઉપદેશ વગર અર્થ-કામ પ્રત્યે લોક પટુ છે. વળી, શાસ્ત્ર વગર ધર્મ નથી. એથી ત્યાં=શાસ્ત્રમાં, આદર હિત છે=આદર કરવો એ હિત છે. ।।૨।।
અર્થાદિ વિષયક અવિધાનમાં પણઅર્થ-કામ વિષયક અવિધિ કરાયે છતે, કેવલ મનુષ્યને તેનો અભાવ થાય—અર્થકામનો અભાવ થાય. ધર્મમાં અવિધાનથી=ધર્મમાં અવિધિ કરવાથી, ક્રિયાના ઉદાહરણ વડે–ચિકિત્સાના ઉદાહરણ વડે, પર અનર્થ થાય=પ્રકૃષ્ટ અનર્થ થાય. II3II
તે કારણથી=ધર્મમાં અવિધિની પ્રવૃત્તિથી પ્રકૃષ્ટ અનર્થ છે તે કારણથી, ધર્માર્થી=ધર્મની અભિલાષવાળો પુરુષ, સદા જ શાસ્ત્રયત્નવાળો પ્રશંસા કરાય છે. (જે કારણથી) મોહાન્ધકારવાળા એવા આ લોકમાં શાસ્ત્રનો આલોક=શાસ્ત્રનો પ્રકાશ, પ્રવર્તક છે.” ।।૪। (યોગબિંદુ - શ્લોક - ૨૨૧-૨૨૪)
શ્લોકમાં ‘શાસ્ત્રયત્નઃ’ શબ્દ છે તેનો સમાસ ‘શાસ્ત્રમાં યત્ન છે જેને' એ પ્રમાણે છે.
“પાપરૂપ રોગનું ઔષધ શાસ્ત્ર છે. શાસ્ત્ર પુણ્યનું કારણ છે=પવિત્ર કૃત્યનું કારણ છે. સર્વત્ર જનારું ચક્ષુ શાસ્ત્ર છે. સર્વ અર્થનું સાધન=સર્વ પ્રયોજનનો હેતુ, શાસ્ત્ર છે. પા
જેને આમાં=શાસ્ત્રમાં, ભક્તિ નથી તેની ધર્મક્રિયા પણ કર્મદોષને કારણે અંધની પ્રેક્ષાની ક્રિયાતુલ્ય અસત્ લવાળી છે. ।।૬।।