________________
૧૩૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / બ્લોક-૧૮ જિજ્ઞાસા હોય છે. વળી, તારાદષ્ટિમાં કંઈક વિવેક પ્રગટેલો હોવાને કારણે તે વિચારે છે કે પોતાની બુદ્ધિથી વિચારાયેલા પદાર્થમાં વિસંવાદ દેખાય છે અર્થાતુ પ્રથમ જે પદાર્થ પોતાને જે રીતે જણાતો હતો તે જ પદાર્થ કંઈક પ્રજ્ઞા વિકસે છે ત્યારે તે પ્રમાણે નથી તેવું જણાય છે. માટે આપણી પ્રજ્ઞાથી નિર્ણય કરાયેલો પદાર્થ વિપરીત પણ પ્રાપ્ત થાય છે અને મોક્ષમાર્ગની સર્વ પ્રવૃત્તિને આપણે જાણી શકતા નથી. માટે મોક્ષમાર્ગમાં ચાલનારા એવા શિષ્ટપુરુષના આચારને જ તારાદષ્ટિવાળા જીવો આગળ કરીને પ્રવર્તે છે.
વળી, બલાદૃષ્ટિમાં દૃઢ દર્શન હોય છે અને સ્થિર સુખાસન હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ બે દૃષ્ટિ કરતાં ઘણી સ્પષ્ટ બોધ હોય છે અને પ્રકૃતિ અત્યંત સંતોષવાળી હોય છે તેથી સ્વસ્થતાપૂર્વક ધર્મની પ્રવૃત્તિ કરી શકે છે. વળી, મોક્ષમાર્ગની પ્રાપ્તિના ઉપાયરૂપ તત્ત્વને સાંભળવાની પ્રકૃષ્ટ ઇચ્છા હોય છે. વળી, યોગમાર્ગની પ્રવૃત્તિમાં ક્ષેપ નામનો દોષ થતો નથી. તેથી સ્થિરતાપૂર્વક ધર્માનુષ્ઠાન સેવી શકે છે. આથી પ્રથમની બે દૃષ્ટિ કરતાં બોધ અને યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિમાં બલાદષ્ટિ ઘણી અધિક છે.
વળી, દીપ્રાદૃષ્ટિમાં ભાવપ્રાણાયામ પ્રગટે છે. તેથી જેમ પ્રાણાયામમાં રેચક, પૂરણ અને કુંભક કરાય છે તેમ દીપ્રાદષ્ટિવાળા જીવો તત્ત્વનું ભાવન કરીને ઉત્તમ ભાવો આત્મામાં પૂરે છે અને અનાદિના અશુભ ભાવોનું રેચન કરે છે અને આત્મામાં પ્રગટેલા શુભ ભાવોને સ્થિર કરવા રૂપે કુંભક કરે છે. તેથી દીપ્રાદષ્ટિવાળા જીવો સદા યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિથી આત્માને સમૃદ્ધિવાળો કરે છે. વળી, ચિત્તમાં - પ્રશાંતવાહિતાનો પરિણામ પ્રગટ થયેલો હોવાને કારણે દીપ્રાદૃષ્ટિવાળા જીવો સ્વભૂમિકા અનુસાર જે યોગમાર્ગ સેવે છે તેમાં ઉત્થાનદોષનો વિરહ છે. વળી, યોગીઓ પાસેથી તત્ત્વશ્રવણ કરીને પોતાના યોગમાર્ગ વિષયક બોધને સમૃદ્ધ કરે છે. વળી, નિર્મલ પ્રજ્ઞા હોવાને કારણે પોતાના દસ પ્રાણો કરતા ધર્મને અધિક માને છે અર્થાત્ વિચારે છે કે આ દસ પ્રાણો મૃત્યુ સાથે વિનાશ પામશે જ્યારે સમ્યક રીતે સેવાયેલો ધર્મ તો પરલોકમાં સાથે આવનાર છે. તેથી સ્વબોધ અનુસાર ધર્મને સેવવામાં યત્ન કરે છે. વળી, સદ્ગુરુ પાસેથી તત્ત્વશ્રવણ કરે છે. અને તેના કારણે તેવા ઉત્તમ ગુરુ પ્રત્યે તેને ભક્તિ થાય છે. અને તત્ત્વશ્રવણને કારણે ઉત્તમ ગુરુ પાસેથી દીપ્રાદષ્ટિવાળા જીવોને સમ્યત્વની પ્રાપ્તિ થાય છે. તેના કારણે સમ્યક્તની પ્રાપ્તિના કારણભૂત ગુરુ પ્રત્યે અત્યંત ભક્તિ થાય છે અને તેના ફળરૂપે સમાપત્તિ આદિ ભેદથી તીર્થંકરનું દર્શન થાય છે અર્થાત્ ગુરુ પાસેથી સતુશાસ્ત્રનો બોધ થાય છે અને આ સતુશાસ્ત્રનો પરમાર્થ તીર્થકરોએ આપેલો છે તેવો ગુરુના વચનથી નિર્ણય થાય છે. તેથી આ પ્રકારના તત્ત્વને આપનાર તીર્થંકર પ્રત્યે ભક્તિ થાય છે અને તે ભક્તિનો પ્રકર્ષ થાય તો તીર્થકર સાથે ધ્યાન રૂપે સમાપત્તિ થાય છે. આદિ શબ્દથી તીર્થંકર નામકર્મના બંધની પ્રાપ્તિ થાય છે. તેથી દીપ્રાદષ્ટિમાં ગુરુભક્તિથી સમાપત્તિના ભેદથી તીર્થકરનું દર્શન થાય છે તેમ કહેલ છે.
વળી, મિત્રા આદિ ચાર દૃષ્ટિઓનો બોધ કેવા પ્રકારનો છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – મિત્રાદષ્ટિવાળા જીવોને તૃણના અગ્નિના કણની ઉપમા જેવો બોધ છે.