________________
૧૨૭
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮
કોઈ સમ્યગ્દષ્ટિ જીવો અતિ અવિરતિના ઉદયવાળા હોય અને ઉપદેશક તેઓને સર્વવિરતિ કે દેશવિરતિ આદિનો ઉપદેશ આપે તો તેનું પાલન કરી શકે તેવી શક્તિવાળા નથી તોપણ તેઓને અપાયેલ ઉપદેશ ભાવઆરોગ્યનો સાધક જ થાય છે; કેમ કે સૂક્ષ્મબોધવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવો તીવ્ર અવિરતિના ઉદયવાળા હોય તો વિરતિનું પાલન કરવા અસમર્થ બને છે તોપણ ઉપદેશકના ઉપદેશને સાંભળીને વિરતિ પ્રત્યે તેઓનો પક્ષપાત તીવ્ર બને છે. તેથી ઉપદેશ દ્વારા તેઓને સ્વભૂમિકા અનુસાર ઉત્તર-ઉત્તરની ભૂમિકા પ્રાપ્ત થાય છે. તેથી અવિરતિના ઉદયવાળા પણ તેઓ વચનઔષધના સેવનથી કંઈક કંઈક ભાવઆરોગ્ય અવશ્ય પ્રાપ્ત કરે છે.
તેની પુષ્ટિ કરવા અર્થે અન્ય કોઈ સ્થાનની સાક્ષી આપે છે તેનો ભાવ એ છે કે કોઈ જીવ અનવદ્ય પદ એવા મિક્ષને દેનાર સમ્યક્તને એક અંતર્મુહૂર્ત પણ પ્રાપ્ત કરે અને ત્યારપછી મિથ્યાત્વને પામે તોપણ તે જીવ સંસારમાં ઘણો કાળ ભટકતો નથી. વળી જે જીવો સમ્યક્તને પ્રાપ્ત કરીને સમ્યક્તને જાળવી રાખે તે જીવો અવશ્ય અલ્પકાળમાં સંસારના પારને પામે છે.
આનાથી એ ફલિત થાય કે જેઓ સમ્યક્તને પામેલા છે અને સમ્યક્તથી પાન પામ્યા નથી તેવા જીવો. અવિરતિના ઉદયવાળા હોય તોપણ ભગવાનના વચનરૂપી ઔષધનું સેવન કરીને અવશ્ય પોતાના ભાવરોગને સતત અલ્પ-અલ્પતર કરે છે, જેથી અલ્પકાળમાં જ તેઓ સંસારના પારને પામશે. માટે નિશ્ચયનય સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવોને દેશનાયોગ્ય સ્વીકારે છે.
ઉપદેશપદની ગાથા-૪૩રના પૂર્વાર્ધમાં કહ્યું કે અવરિત સમ્યગ્દષ્ટિ જીવો ભગવાનના વચનાનુસાર વિરતિનું પાલન કરતા ન હોય તોપણ તેઓ ભાવઆરોગ્યના સાધક છે તેની પુષ્ટિ કરવા અર્થે શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે –
સમ્યગ્દષ્ટિ જીવો સમ્યક્તથી પાત પામે અને પાછળથી તીર્થકરાદિની ઘણી આશાતના કરે તો પણ અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન સંસારમાં પરિભ્રમણવાળા હોય છે. તેથી નક્કી થાય છે કે સમ્યક્તના કાળમાં તેઓમાં ઘણી શુદ્ધિ પ્રાપ્ત થયેલી છે. માટે સમ્યગ્દષ્ટિ જીવો દેશનાને યોગ્ય છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વ્યવહારનય અપુનબંધક આદિ જીવોને દેશનાયોગ્ય સ્વીકારે છે અને નિશ્ચયનય સમ્યગ્દષ્ટિ જીવોને દેશનાયોગ્ય સ્વીકારે છે તેમ સ્થાપન કર્યું. હવે વિંશિકાના વચનથી તેને દઢ કરે છે –
વિશિકા'માં કહ્યું કે અચરમાવર્તકાળ ભવનો બાલકાળ છે અને શરમાવર્તકાળ ધર્મનો યૌવનકાળ છે અને તે ધર્મયૌવનકાળ ચિત્ર ભેદવાળો છે=અનેક ભેદવાળો છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ચરમાવર્તિમાં આવેલા અપુનબંધક જીવો ધર્મયૌવનકાળમાં છે અને સમ્યગ્દષ્ટિ જીવો વિશિષ્ટ પ્રકારના ધર્મયૌવનકાળને પામેલા છે; કેમ કે ઘર્મયૌવનકાળ ચિત્ર ભેદવાળો હોવાથી તે આદ્યભૂમિકામાં અપુનબંધક અવસ્થાવાળો છે અને ઉત્તરની ભૂમિકામાં અવિરત સમ્યક્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ અવસ્થાવાળો છે. વળી ભવનો બાલકાળ તે બીજનો પૂર્વકાળ છે, તેથી તે વખતે બીજાધાન થતું નથી માટે તે જીવો