________________
૧૨૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮
ગાથા-૧૮૮નું વચન, કદાગ્રહગ્રસ્ત આભિગ્રહિકમિથ્યાષ્ટિને આશ્રયીને છે. એથી વિરોધ નથી–મિથ્યાષ્ટિ એવા આદિઘાર્મિકને દેશનાયોગ્ય કહેવામાં કોઈ વિરોધ નથી. અહીં=પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે મિથ્યાષ્ટિ જીવોના શુભ પરિણામ પણ અશુભ છે તેમ કહ્યું અને ગ્રંથકારશ્રીએ આદિધાર્મિકમાં મધ્યસ્થપણું હોવાથી દેશનાયોગ્યપણું કહ્યું એમાં, આ હદય છે=આ તાત્પર્ય છે – જે ખરેખર મિથ્યાષ્ટિઓમાં પણ કેટલાક સ્વપક્ષતિબદ્ધઉદ્ધર અનુબંધવાળાઓનો પણ=સ્વપક્ષમાં અત્યંત કદાગ્રહવાળાઓનો પણ, પ્રબલ મોહપણું હોતે છતે પણ કારણોત્તરથી થતો રાગ-દ્વેષની મંદતારૂપ ઉપશમ અત્યંત પણ દેખાય છે, તે પાપાનુબંધી પુણ્યનો હેતુ હોવાથી પર્યત્તમાં દારુણ જ છે; કેમ કે તેના ફલરૂપે પ્રાપ્ત થતા સુખમાં વ્યાપૂઢ આસક્ત એવા, તેઓનો પુણ્યાભાસકર્મનો ઉપરમ થયે છતે તરકાદિપાતનો અવશ્ય ભાવ છે. એથી અસતપ્રવૃત્તિ જ આ છે=શુભભાવપૂર્વક કરાયેલી તપસંયમની પ્રવૃત્તિ અસપ્રવૃત્તિ જ છે અને જે ગુણવાન પુરુષના પ્રજ્ઞાપનાના–ઉપદેશના, યોગ્યપણાને કારણે જિજ્ઞાસાદિ ગુણોનો યોગ થવાથી મોહતા અપકર્ષથી યુક્ત રાગ-દ્વેષની શક્તિના પ્રતિઘાતરૂપ ઉપશમ છે. તે વળી સપ્રવૃત્તિ જ છે; કેમ કે અસહની નિવૃત્તિને કારણે સદર્થના પક્ષપાતનું પ્રધાનપણું છે. “રૂતિ’ શબ્દ “મિત્ર હૃદયમ્'થી પ્રારંભ કરાયેલા કથનની સમાપ્તિ માટે છે.
શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં નથી કહે છે – આ રીતે પણ પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે પણ, સ્વઆગમને અનુસરનારા=જૈનદર્શનને અનુસરનારા, આદિધાર્દિકનું મધ્યસ્થપણું ઉત્પન્ન થયું. પરંતુ તેનું આદિધાર્મિકનું, વિચિત્ર આચારપણાથી=જુદા જુદા આચારપણાથી, ભિન્ન આચારમાં રહેલા=સ્વસ્વમતમાં રહેલા=પોતપોતાના દર્શનમાં રહેલા, એવા તેઓને=આદિધાર્મિકોને, તે=મધ્યસ્થપણું, કેવી રીતે ઉપપન્ન થાય ? અર્થાત્ ઉપપન્ન થાય નહિ. અને તેના અભાવમાં=મધ્યસ્થપણાના અભાવમાં, કેવી રીતે દેશનાયોગ્યત્વ થાય ? અર્થાત્ અચદર્શનમાં રહેલા આદિધાર્મિકોનું દેશનાયોગ્યત્વ થાય નહિ એ પ્રકારની શંકામાં શ્લોકના ઉત્તરાર્ધરૂપ ‘યોગેત્યાદિથી કહે છે –
જે કારણથી તેને=અન્યદર્શનમાં રહેલા આદિધાર્મિક, યોગદષ્ટિનો ઉદય થવાથી=યોગદૃષ્ટિનો પ્રાદુર્ભાવ થવાથી, આદિમ ગુણસ્થાનક=પ્રથમ ગુણસ્થાનક, સાર્થ વ્યુત્પત્તિઅર્થવાળું, છે.
શ્લોકના ઉત્તરાર્ધનો આ ભાવ છે – મિથ્યાદૃષ્ટિ આદિ પણ પરમાર્થની ગવેષણામાં તત્પર છતા પક્ષપાતનો પરિત્યાગ કરીને સ્વ-દર્શનનો અસત્ પક્ષપાતનો પરિત્યાગ કરીને, અદ્વેષ આદિ ગુણોમાં રહેલા ખેદાદિ દોષના પરિહારથી જ્યારે સંવેગતા તારતમ્યને પ્રાપ્ત કરે છે ત્યારે માર્માભિમુખપણાને કારણે તેઓને ઇક્ષ, ઇક્ષના રસ, કક્કલ, ગોળ જેવી મિત્રા, તારા, બલા અને દીપ્રા એ પ્રમાણે ચાર યોગદષ્ટિઓ ઉલ્લાસ પામે છે; કેમ કે ભગવાન પતંજલિ અને ભદત્ત ભાસ્કરાદિને તેનો અભ્યપગમ છે યોગદૃષ્ટિનો સ્વીકાર છે.
ત્યાં મિત્રાદષ્ટિમાં, સ્વલ્પ બોધ=અતિઅલ્પ બોધ છે, યમ નામનું યોગાંગ છે, દેવકાર્યાદિમાં અખેદ