________________
૮૯
ધર્મસંગ્રહ ભાગ-૧/ પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
આશય એ છે કે વિવેકી ગૃહસ્થ આલોકમાં પણ ક્લેશ વગરની પ્રવૃત્તિ ઇચ્છે છે અને પરલોકના હિતનો નાશ ન થાય તે પ્રકારની પ્રવૃત્તિ ઇચ્છે છે. તેથી તેવા ગૃહસ્થ માટે ધર્મપ્રધાન એવા જ અર્થ-કામ હોય છે. તેથી તેવા ગૃહસ્થો વિચારે છે કે ખરેખર જીવનમાં પૂર્ણ ધર્મ સેવવા જેવો છે. આમ છતાં, પૂર્ણ ધર્મ સેવવાની પોતાની શક્તિ નથી. એવું જણાય ત્યારે ધર્મને બાધ ન થાય તે રીતે અર્થ કામને સેવે છે, તેથી પોતાની શક્તિના પ્રકર્ષથી ધર્મમાં ઉદ્યમ કર્યા પછી તેઓ ધર્મને બાધ ન થાય તે પ્રકારે નીતિપૂર્વક ધન કમાય છે અને તે ધનનો ભોગમાં પણ તે રીતે ઉપયોગ કરે કે જેથી ધર્મને બાધ ન થાય. વળી તેવા વિવેકી ગૃહસ્થો સ્વશક્તિના પ્રકર્ષથી શક્ય એટલા ધર્મનું સેવન કરે છે છતાં ભોગની ઇચ્છા ધર્મની પ્રવૃત્તિમાં વિજ્ઞભૂત જણાય છે ત્યારે યતનાપૂર્વક ભોગ કરે છે જેથી કામની ઇચ્છા શમે અને ધન કમાવાની પ્રવૃત્તિ પણ ધર્મની પ્રવૃત્તિનો વ્યાઘાત ન થાય તે પ્રકારે કરે છે તેઓની તે ધન કમાવાની પ્રવૃત્તિ બલવાન અનિષ્ટની અનુબંધી નથી. વળી, ધન કમાવાની જે પ્રવૃત્તિ પોતાના પ્રયત્નથી=કૃતિથી, સાધ્ય હોય તેવી જ પ્રવૃત્તિ કરે છે. જેથી 'નિષ્ફળ પ્રવૃત્તિના ક્લેશની પ્રાપ્તિ ન થાય.
પૂર્વમાં કહ્યું એ પ્રમાણે ઇષ્ટસાધન–ાદિરૂપ વિધિ અર્થ ન્યાયપૂર્વકરૂપ વિશેષણથી વિશિષ્ટ ધન કમાવવામાં હોય તો પછી ઉપદેશપદમાં સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસમાંથી માત્ર ભાવાભ્યાસને જ ધર્માનુષ્ઠાન કેમ કહ્યું ? વળી સતતાભ્યાસમાં અને વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાનનો નિષેધ કેમ કર્યો ? વસ્તુતઃ જેમ સતત અભ્યાસરૂપ માતાપિતાદિની સેવા ધર્મ નથી તેમ ન્યાયપૂર્વક ધન કમાવવાની પ્રવૃત્તિને પણ ધર્મ કહી શકાય નહીં એ પ્રકારની શંકા થાય; કેમ કે સતતાભ્યાસમાં માતા-પિતાના અર્ચન આદિની પ્રવૃત્તિ છે. અને સતતાભ્યાસરૂપ માતા-પિતાનું અર્ચન ધર્મ હોત તો ઉપદેશપદમાં તેનો નિષેધ કરે નહિ, અને ઉપદેશપદના વચનઅનુસાર સતત અભ્યાસ ધર્મ નથી તેમ ન્યાયપૂર્વક ધન કમાવું એ પણ ધર્મ નથી. આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – -ઉપદેશપદમાં સતતાભ્યાસ અને વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાનનો નિષેધ સર્વથા કરેલો નથી પરંતુ સમ્યગ્દર્શન આદિ અનુગત ભાવગ્રાહી નિશ્ચયનયના અભિપ્રાયથી તેનો નિષેધ કર્યો છે અને અપુનબંધકાદિ ઉચિત ભાવલેશગ્રાહી એવા વ્યવહારનયના અભિપ્રાયથી સતતાભ્યાસમાં અને વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાનનું સમર્થન જ કર્યું છે.
આશય એ છે કે ભગવાનનું શાસન નિશ્ચયનય અને વ્યવહારનય સ્વરૂપ છે. નિશ્ચયનય અનેક ભેદવાળો છે. તેમાં જે નિશ્ચયનય મોક્ષમાં સાક્ષાત્ કારણભૂત એવા સમયગ્દર્શનાદિ ભાવોને ધર્મરૂપે સ્વીકારે છે તે નિશ્ચયનયના અભિપ્રાયથી ભાવાભ્યાસને ધર્માનુષ્ઠાન કહી શકાય; કેમ કે ભાવાભ્યાસમાં રત્નત્રયીના ભાવોનો અભ્યાસ છે. જે રત્નત્રયીના ભાવોનો અભ્યાસ ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને વીતરાગતાનું કારણ છે તેથી નિશ્ચયનય ભાવાભ્યાસને ધર્મ કહે છે. તે દૃષ્ટિથી ન્યાયાર્જિતાદિ ધનાદિને ધર્મ કહી શકાય નહીં તોપણ અપુનબંધકાદિ જીવો જે કોઈ ઉચિત પ્રવૃત્તિ કરે છે તેમાં કષાયોની અલ્પતા છે તેથી રત્નત્રયીને અનુકૂળ ભાવલેશ છે તેને આશ્રયીને વ્યવહારનયથી શિષ્ટની સર્વપ્રવૃત્તિને ધર્મ સ્વીકારવામાં આવે છે. આથી જ માતા-પિતાની ભક્તિ કરવી તે શિષ્ટાચારરૂપ હોવાથી વ્યવહારનયથી ઉપદેશપદમાં તેને ધર્મરૂપે સ્વીકારેલ છે; કેમ કે તે પ્રવૃત્તિમાં અપુનબંધકાદિ જીવોને ઉચિત એવો ભાવલેશ છે જે ભાવ કષાયોની