________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ વિષયતા વિશેષરૂપ અનુઘતાનું અને વિધેયતાનું=ઉદ્દેશ્ય વિધેયભાવનું, પ્રાપ્તિ-અપ્રાપ્તિની સાથે નિયતપણું હોવા છતાં પણ ઈષ્ટસાધન–ાદિરૂપ વિધિ અર્થનું વિશિષ્ટમાં જ=વ્યાયાર્જિત વિશેષણથી વિશિષ્ટ એવા ધનમાં જ, સંભવ છે. કેવી રીતે તો પછી સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસમાં ભાવાભ્યાસનું જ ધમનુષ્ઠાનપણું ઉપદેશપદમાં અનુમત છે ? અને સતતાભ્યાસ-વિષયાભ્યાસનું નિષિદ્ધ છે=સતતાભ્યાસ અને વિષયાભ્યાસનું ધર્માનુષ્ઠાનપણું નિષિદ્ધ છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
કોઈક રીતે નહિકકોઈક રીતે નિષેધ નથી; કેમ કે સમ્યગ્દર્શનાદિ અનુગત એવા ભાવગ્રાહી નિશ્ચયનયના અભિપ્રાયથી જ તેનો નિષેધ હોવાથી=સતતાભ્યાસ અને વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાનનો નિષેધ હોવાથી, અપુનબંધકાદિ ઉચિત ભાવલેશગ્રાહી વ્યવહારનયના અભિપ્રાયથી તેનું સમર્થન જ છે સતતાભ્યાસ-વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાનપણાનું સમર્થન જ છે. અને તે પ્રમાણે પૂર્વમાં કહ્યું કે સમ્યગ્દર્શનાદિ અનુગત ભાવગ્રાહી નિશ્ચયનયના અભિપ્રાયથી સતતાભ્યાસમાં અને વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાન સંગત નહિ હોવા છતાં અ૫નબંધકાદિ ઉચિત ભાવલેશાહી વ્યવહારનયના અભિપ્રાયથી ઉપદેશપદમાં સતતાભ્યાસમાં અને વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાનપણાનું સમર્થન જ છે તે પ્રમાણે, તે ગ્રંથ છે=ઉપદેશપદનું વચન છે.
અન્ય આચાર્ય કેવલ સતત-વિષય અને ભાવના યોગથી ધર્મવિષયક અનુષ્ઠાન યથોત્તર પ્રધાનરૂપ જ ત્રિવિધ કહે છે.” (ઉપદેશપદ-ગાથા-૧૪૮)
અને આ અન્ય આચાર્યો કહે છે, એ યુક્તિક્ષમ નથી જે કારણથી નિશ્ચયનયના યોગથી વિષયમાં પણ ભાવથી પરિહીન ધર્માનુષ્ઠાન કેવી રીતે હોય ? અર્થાત્ ન હોય.” (ઉપદેશપદ-ગાથા-૧૪૯)
“વ્યવહારથી=વ્યવહારનયથી, તે તે પ્રકારના અપુનબંધકાદિમાં ઘટે છે=સતતાભ્યાસ અને વિષયાભ્યાસ બંનેમાં ધર્મપણું ઘટે છે.” (ઉપદેશપદ-ગાથા-૧૫૦/૧)
આનો અર્થ=પૂર્વમાં જે અઢી શ્લોક બતાવ્યા એનો અર્થ, “યથા'થી બતાવે છે –
અન્ય આચાર્ય સતત-વિષય અને ભાવના યોગથી ત્રિવિધeત્રણ પ્રકારનું, કહે છે. “સતત-વિષય અને ભાવના યોગથી' એમાં રહેલ યોગ શબ્દનો પ્રત્યેકમાં સંબંધ હોવાથી સતતાદિ પદોનું સતતાભ્યાસાદિમાં લાક્ષણિકપણું હોવાથી, સતતાભ્યાસ-વિષયાભ્યાસ-ભાવાભ્યાસના યોગથી એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે=સતત-વિષય-ભાવ યોગથી એ શબ્દનો અર્થ સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસના યોગથી એ પ્રકારનો પ્રાપ્ત થાય છે, કેવલ ધર્મમાં યથોત્તર પ્રધાનરૂપ અનુષ્ઠાન છે. ‘' શબ્દ “વિવાર' અર્થવાળો છે. તેથી જે જેના ઉત્તરમાં છે તે જ તેનાથી પ્રધાન છે – એ પ્રકારનો અર્થ છે સૂતતાભ્યાસના ઉત્તરમાં વિષયાભ્યાસ છે તેથી સતતાભ્યાસ કરતાં વિષયાભ્યાસ પ્રધાન છે. વિષયાભ્યાસના ઉત્તરમાં ભાવાભ્યાસ છે. તેથી વિષયાભ્યાસ કરતાં ભાવાભ્યાસ પ્રધાન છે એ પ્રકારનો અર્થ છે. ત્યાં–ત્રણ પ્રકારના અભ્યાસમાં, સતતાભ્યાસ નિત્ય જ માતાપિતાના વિનયાદિની પ્રવૃત્તિ છે. વિષયાભ્યાસમાં અરિહંત લક્ષણ મોક્ષમાર્ગના નાયકમાં પુનઃપુનઃપણાથી પૂજનાદિ પ્રવૃત્તિ છે. ભાવાભ્યાસ સમ્યગ્દર્શનાદિ ભાવોનું ભવના ઉદ્વેગથી ફરી ફરી પરિશીલન છે. II૧II