________________
૪૮ : पासाओ रमणिज्जो-निम्मविओ तत्थ पुज्जपडिमाणं ।। गुरुणा कया पइट्ठा-वरुस्सवाइप्पबंधेणं ।। ७९ ।।
સ્પષ્ટાર્થ–શ્રી વિદ્યા વિજયજી મહારાજના સમરણ નિમિત્ત બનેલી ચાણસમા બહારની એ વિદ્યાવાડીમાં શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી પૂજ્ય એવા શ્રીગૌતમસ્વામી વિગેરે મહાપુરૂષેની પ્રતિમાઓને સ્થાપન કરવા માટે ભાવિક શ્રાવકેએ એક પ્રાસાદ બંધાવ્યું અને તે વિરાજમાન પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીગુરૂના ઉપદેશથી શ્રીસંઘે ઘણું ઉત્તમ મહોત્સવ આદિકની રચના સ હેત કરાવી. ઉલ્લા
શ્રી ગુરૂ મહારાજે અહી થી પાટણ તરફ કરેલા વિહારની બીના વગેરે પાંચ ગાથામાં જણાવે છે –
उज्जावणप्पसंगे-नियनयरागमणहेउविण्णत्तिं ॥ काउं पत्तनसंघो-समागओ सड्ढगुणकलिओ ॥८॥ सोच्चा तं विण्णर्ति-वियारिऊणं पहावणालाई ॥ विहरंता संपत्ता-पत्तननयरम्मि जगगुरुणो ॥८॥
૫ષ્ટાર્થ-ત્યાર બાદ પાટણ નગરમાં ઉજમણુના મહત્સવને પ્રસંગ હતું, તેથી તે ઉજમણના મહત્સવના પ્રસંગમાં પાટણ નગરને શ્રદ્ધા આર્દિ ગુણ યુક્ત એ શ્રાવક સંઘ સૂરીશ્વરજીને પાટણ પધારવાની આગ્રહ ભરી વિનંતિ કરવા આવ્યા, તે વિનંતિ સાંભળીને ગુરૂ મહારાજે પાટણ જવાથી શ્રી જૈનશાસનની પ્રભાવના રૂપ લાભ થશે એમ વિચારીને જગદગુરૂ શ્રીસૂરીશ્વરજી મહારાજ અનુક્રમે વિહાર કરતા કરતા પાટણ નગર પધાર્યા. ૮૦-૮૧ |
પાટણમાં શ્રી પદ્યવિજયજીની પન્યાસપદવી વિગેરે –