________________
तत्थ य चाउम्मासी-समप्प सिरिथभतित्थसंघेणं ॥ विण्णचा संपत्ता-तं सिरितंबावई नयरिं ॥७२॥
સ્પદાર્થ–પંન્યાસ ઉત્તમવિજયજી પદ્યવિજયજી વિગેરે મહાપુરૂષોના જન્મથી પવિત્ર બનેલ શ્રી અમદાવાદમાં વિ. સં. ૧૯૭૭નું વર્ષ ચોમાસુ સમાપ્ત કરીને શ્રીસ્તંભન તીર્થના શ્રાવક સંઘે ગુરૂ મહારાજને સ્તંભનતીર્થ એટલે ખંભાત બંદર પધારવાની આગ્રહ ભરી વિનંતિ કરવાથી તે ખંભાતના સંઘની વિનંતિ સ્વીકારીને ગુરૂ મહારાજ અનુ કમે વિહાર કરતા કરતા શ્રીગંબાવતી નગરીએ એટલે ખંભાત બંદરે પધાર્યા. ૭૨ છે
ગુરૂ મહારાજનું ખંભાતમાં ચોમાસું અને સકરપુરામાં શ્રી આદીશ્વર પભુના દેહરાસરને થયેલ જીર્ણોદ્ધાર વિગેરે બીના જણાવે છે
तत्थ य चाउम्मासी-जाया सूरीसरस्स वयणाओ॥ उसभालयस्स जाओ-तित्थसमासण्णसयरपुरे ॥७३॥
સ્પષ્ટાર્થ—અહીં ખંભાત બંદરમાં શ્રીગુરૂ મહારાજનું વિ. સ. ૧૯૭૮નું ચોમાસું થયું, અને શ્રીગુરૂ મહારાજના વચનથી–સદુપદેશના પ્રભાવથી ખંભાત તીર્થની પાસે જે સકરપુરા નામનું પરું (નાનું ગામ) છે ત્યાં શ્રી આદીશ્વર પ્રભુનું પ્રાચીન જીર્ણ દેહરાસર છે તેનો જીર્ણોદ્ધાર થા . | ૭ | શ્રીસ્તંભતીર્થમાં થયેલાં ઉપધાનની બીનાની જણાવે છેजिण्णुद्धारो किरिया-उवहाणतवस्स मुत्तवुत्तस्स ॥ जाया संघुल्लासा-तित्थस्त पहाव गा विउला ॥७४॥