________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિક જ્ઞાનાદિ પ્રકાશયુક્ત મોક્ષગતિને પ્રાપ્ત કરે તેવા પ્રકારને કર્મબંધ કરે છે. કહેવાને આશય એ છે કે કર્મબંધ કરના. રને મોક્ષ પ્રાપ્ત થાય નહિ. પરંતુ આ પ્રકારના જીવો તેવા તેવા શુભ કર્મ બાંધે છે કે જેનાથી છેવટે તેઓ સારા સારા દાનાદિની તથા સંયમાદિની સાધના કરીને બીલકુલ કર્મ અંધથી રહિત થઈને અનંત સુખવાળી અને અત્યંત પ્રકાશ ચુત મોક્ષગતિને મેળવે છે. આ બાબતમાં પૂર્વે થએલા પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાન્ત જાણવું. તેમણે એકજ ભવમાં તેવા તેવા પ્રકારના પરિણામને વશ થી સાતમી નરકનાં દલિયાં બાંધ્યા અને ત્યાર પછી ચઢતાં ચઢતાં છેવટે દેવો કના દલિયાં બાંધ્યા છતાં એકદમ ક્ષપકશ્રેણિમાં ચઢીને સઘળાં ઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન મેળવી અને મોક્ષગતિ પામ્યા.
પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાન્ત ટુંકામાં આ પ્રમાણે –
પિતનપુરના રાજા પ્રસન્નચંદ્ર પિતાના નાના બાળકને ગાદીએ બેસાડીને પ્રભુ શ્રી મહાવીર સ્વામીની પાસે દીક્ષા લીધી. તેમની સાથે વિહાર કરતા પ્રસન્નચંદ્ર ગીતાર્થ થયા. એક વખતે પ્રભુની સાથે વિહાર કરતાં રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમોસર્યા. તેમને વંદન કરવાને શ્રેણિક રાજ સૈન્ય સાથે જાય છે તે વખતે તે સૈન્યની આગળ સુમુખ અને દુર્મુખ નામના બે માણસો પરસ્પર વાતોલાપ કરતા જાય છે. માર્ગમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્ય તરફ દષ્ટિ રાખીને અને ઉંચા હાથ રાખીને આતાપના લે છે. તેમને જોઈને સુમુખે કહ્યું કે તપ કરતાં આ મુનિને સ્વર્ગનાં અને મેક્ષનાં સુખ