________________
શ્રોકર્પૂરપ્રકરસ્પષ્ટાથાદિ:
અરિહંતના ગુણ રૂપ ઉત્તમ માસ ફાગણ નિલ, હાય તસ આરાધનામાં ભાવ રાખા ઉજ્વલે; પ કરણી પાપહરણી ભાગ્ય કમલ વિકાસની, પુણ્યવતા સાધને નિત સાધના એ પની.
૫૫
શ્લેાકા :—ચામાસી પર્વથી ઉત્પન્ન થએલા તપરૂપ અગ્નિની અંદર તે ( ચાતુર્માસના) પર્વના પ્રતિક્રમણ વડે પડતાં કર્મનાં દલરૂપ ઉછલતાં છાણાંના સમૂહ ભ્રમ થયે તે અરિહંતના ગુણ રૂપ ધન્ય એવા ફાલ્ગુન માસ આગમ રૂપ જલના સ્નાનથી પાપ રૂપે રજ રહિત થાય છે. ૧૬૪
સ્પષ્ટા : અરિહંત પ્રભુના ગુણુ રૂપી ફાગણ માસ સિદ્ધાન્ત રૂપી પાણીમાં સ્નાન કરવાથી કર્મ રૂપ રજથી રહિત થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે ચામાસી પર્વમાં કરેલા છટ્ઠતપ રૂપી અગ્નિની અંદર ચામાસી પર્વના પ્રતિક્રમણુ કરવાથી પડતાં ( ઉદ્દયમાં આવીને ભાગવાઈ જતાં) એવાં કર્માંના દલિયાં રૂપી ઉછળતાં છાણાંના સમૂહ ભસ્મ (રાખ) થઈ જાય છે. ભસ્મ થઈ ગએલ તે કર્મરૂપી દલિયાં પ્રાત:કાલમાં કરવામાં આવતાં વન્દેનને વિષે મુહુપત્તિ પલેવવાના ન્હાને એટલે મુખવસ્ત્રિકાના પડિલેહણથી ચારે તરફ ઉડી ગયે તે એટલે ચાતુર્માસિક તપના પ્રભાવથી ઘણાં કર્મ દલિયાની નિર્જરા થઈ જવાથી અરિહંતના ગુણુરુપી વખાણવા લાયક એવા આ ફાલ્ગુન માસ (એટલે ફાલ્ગુન માસમાં તપ કરનારા આત્મા) આગમ રૂપ જલના સ્નાનથી ( આગમના અભ્યાસ તથા શ્રવણાદિથી) પાપ રહિત થાય છે. ૧૬૪