________________
શ્રી કપૂરપ્રકારસ્પષ્ટાથદિર
પ૧ માન્ય છે જિમ ભુપને મંત્રીશ આદિક તિમ
અહીં, - તીર્થપતિને માન્ય છે શ્રી સંઘ જસ ઘરના સહી; આંગણે આવેજ તે જન ધન્ય પૂજન ફલ ઘણું, ભરતચકી તણી પરે પૂજન કરે જે સંઘનું. ૧ તેના ઘરે નિશ્ચલ બની લક્ષ્મી ઘણી કાયમ રહે, પ્રભુચરણ છે સાક્ષી તેમાં ધન્ય ક્ષણ એ લહે. રત્નખાણ સમાન સંઘે જીવ જિનના બહુ વસે, કેવલ ગણધર તણા શ્રતપવી આદિકના વસે. ૨
શ્લોકાર્થ –જેમ રાજાને મંત્રી વગેરે પરિવાર માન્ય છે તેમ શ્રીતીર્થકરને પણ સંધ નિ માનવા લાયક છે, માટે તે સંઘ જે ભવ્ય જીવના ઘરનું આંગણું પિતાના ચરણ કમલ વડે પવિત્ર કરે છે તે જીવ ધન્ય જાણ. તેથી સંઘની પૂજા કરનાર જીવને (અપૂર્વ) ફલ અમે શું કહીએ ? માટે શ્રીભરત ચક્રવતીની જેમ જે આ સંઘની હર્ષથી પૂજા કરે છે તેના ઘરને વિષે લક્ષમી સ્થિર થઈને રહે છે તેમાં આ શ્રીજિનશ્વર દેવ સાક્ષી રૂપ છે. ૧૬૨
સ્પાર્થ:-શ્રીસંઘની પૂજ્યતા જણાવતાં ગ્રંથકાર કહે છે કે જેવી રીતે રાજાને તેના મંત્રી વગેરે માનવા : લાયક છે તેમ શ્રી તીર્થકરને પણ સંઘ નિશે માનવા લાયક છે. માટે જ કહ્યું છે કે આ શ્રીસંઘ જે પુરૂષના ઘરનું આંગણું પોતાના ચરણ કમલ વડે પવિત્ર કરે છે એટલે જેના ઘેર સંઘના પગલાં થાય છે તે પુરૂષ ધન્ય છે. આવા -