________________
૫૦૨
શ્રીવિજયપદ્રસૂરિકૃતલભ કલેશ તરૂ સમે તે વાવના તેહથી, પીડા લહે સંતેષ નદીએ નાશ પામે મૂલથી; કપિલ જેવી બુદ્ધિવાળા જન હૃદય પૃથ્વી વિષે, કલેશતરૂનું અલ્પ ધનની પ્રાપ્તિ રૂપી મૂલ દીસે. ૧ આશા જલે સિંચેલ તે ધની પ્રાર્થના રૂપ થડ વડે, ઇંદ્રાદિ સંપત્તિ કુસુમથી ભેગ ચિંતા ફલ વડે; સહિત કલેશતરૂ દીએ દુઃખ આકરા બહુ લેભિને, છોડ ઝટ જિનધર્મ સાધન વિધ્ર જેવા લેભને. ૨
કલેકાર્થ –કપિલના જેવી બુદ્ધિવાળા મનુષ્યના ચિત્ત રૂપી જમીન વિષે કંઈક દ્રવ્યની પ્રાપ્તિ રૂપ મૂળવાળું, આશારૂપી પાણીથી સિંચાએલું, ધનવંતેની આગળ વિવિધ પ્રાર્થના કરવા રૂ૫ વિસ્તાર (થડ) વડે મનેહર, રાજાપણાની અને ચકીપણાની સમ્પત્તિ રૂપ પુષ્પની શ્રેણિવાળું, ભેગની ચિત્તારૂપ ફલ સમૃદ્ધિવાળું, વાવનારને પણ પીડાનું કારણ એવું લોભરૂપી કલેશવૃક્ષ સન્તોષ રૂપી નદીથી (નદીમાં) તણાઈ જાઓ. ૧૨૯
સ્પષ્ટાર્થ ––ગ્રંથકાર આ લોકમાં લોભને કલેશવૃક્ષની સાથે સરખાવતાં જણાવે છે કે-જેમ વૃક્ષ જમીનમાં ઉગે છે તેમ આ લોભ રૂપી ઝાડ પણ કપિલ બ્રાહ્મણના જેવી બુદ્ધિવાળા મનુષ્યના મન રૂપી જમીનમાં ઉગે છે, એટલે લોભનું ઉત્પત્તિસ્થાન મન છે. આ કપિલ બ્રાહ્મણ પુરોહિતનો પુત્ર હતો. તેને બાપ તેને નાની ઉંમરને મૂકી મરણ પામે,