________________
શ્રીવિજયયવસૂરિકૃતદરમીયાન એટલે પંચંદ્રિયપણામાં જીવ તિર્યંચ રૂપે હોય તે છતાં પણ જે તેને ધર્મ પ્રાપ્ત થાય તો તે સારી ગતિને (દેવગતિને) પામે છે. આ વિષયમાં ધરણેન્દ્રનું દષ્ટાંત જણાવ્યું છે એટલે પૂર્વ ભવમાં નાગ છતાં પણ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથે તેને મરતી વખતે સંભળાવેલા નવકાર મંત્રની શ્રદ્ધા પૂર્વક મરણ પામવાથી હિંસક તિર્યંચ છતાં પણ તે ધરણેન્દ્ર એટલે નાગકુમારે નામના અસુર કુમાર દેવોના ઈન્દ્ર રૂપે ઉત્પન્ન થયા. ૫
આ ધરણેન્દ્રની કથા ટુંકાણમાં આ પ્રમાણે જાણવી–
આ ભરતક્ષેત્રમાં વાણારસી નામે નગરીમાં અશ્વસેન નામે રાજા હતા. તેમને વામાદેવી રાણીથી ચૌદ સ્વપ્ન સૂચિત પીકુમાર નામના પુત્ર થયા. આ પાકુમાર ત્રેવીસમા તીર્થંકર હતા ને તે ત્રણ જ્ઞાન સહિત હતા. તે પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતીને પરણ્યા હતા. એક વખતે મહેલની બારીએ બેઠેલા પાકુમારે પૂજાની સામગ્રી લઈને બહાર જતા નગર લેકોને જોયા. તે જોઈને તેમણે પિતાના માણસને પૂછ્યું કે લેકે નગર બહાર કેમ જાય છે? ત્યારે તેમણે કહ્યું કે નગર બહાર કમઠ નામે તાપસ આવ્યું છે. તે પંચાગ્નિ તપ તપે છે, તેને પૂજવાને લેકે નગર બહાર જાય છે. તે સાંભળી પાકુમાર પણ તેને જેવાને પોતાના સેવકને સાથે લઈને ત્યાં ગયા. તે વખતે અગ્નિ માટે સળગાવેલા લાકડામાં બળતા સર્પને પ્રભુએ અવધિજ્ઞાનથી જોયે. તેથી દયાના ભંડાર પ્રભુએ કહ્યું કે “અહો પાપ અહો પાપ' કારણ કે જેતપમાં પણ દયા નથી.