________________
શ્રીવિજયપઘ્રસૂરિકૃતઉપમા આપીને સમજાવે છે-જેમ ચન્દન વૃક્ષને સંગ કરનારાં અથવા ચન્દન વૃક્ષની સાથે ઉગેલા અન્ય વૃક્ષો પણ ચન્દનવૃક્ષે શું નથી બનતા ? અથવા બીજા વૃક્ષે પણ ચન્દનવૃક્ષની જેવા સુગંધવાળી બને છેજ. ૪ દેશી રાજાનું દૃષ્ટાંત ટુંકમાં આ પ્રમાણે જાણવું –
વેતાંબી નામની નગરીમાં પ્રદેશ નામે રાજા હતો. તેને સૂર્યકાન્તા નામે સ્ત્રી અને સૂર્યકાન્ત નામે પુત્ર હતે. તેને ચિત્ર નામને મંત્રી હતું. તે એક વાર કામ પ્રસંગે શ્રાવસ્તી નગરીમાં ગયે. ત્યાં તેણે શ્રીકેશી ગણધર પાસે ધર્મદેશના સાંભળી શ્રાવકધર્મ અંગીકાર કર્યો, પછી પોતાના રાજાને પણ બંધ પમાડવા માટે વિનંતિ કરીને ગુરૂને લાવીને પિતાની નગરીની બહાર ઉદ્યાનમાં રાખ્યા, અને કહ્યું કે હે ગુરૂજી ! મારા રાજા ક્રૂર અને પાપમાં તત્પર એવા નાસ્તિક છે માટે સવારે અહીં આવે ત્યારે તેમને તમારે બધ પમાડે. કારણકે મારા જે મંત્રી હોય છતાં રાજા નરકગામી થાય તે તેના દેવામાંથી હું કેમ છૂટું? “હવે સવારમાં કીડા કરવાને મ્હાને મંત્રી રાજાને ગુરૂ જે ઉદ્યાનમાં સભામાં રહીને ઉપદેશ આપતા હતા ત્યાં લાવ્યા. વિસામાની ઈચ્છાથી વૃક્ષની છાયામાં આવેલા રાજાએ મંત્રીને પૂછયું કે આ મુંડ મોટા સ્વરે શું બોલે છે? મંત્રીએ કહ્યું કે હું જાણતો નથી પરંતુ ત્યાં જઈને તપાસ કરીએ. એ પ્રમાણે મંત્રીએ કહેવાથી રાજા મંત્રી સાથે ત્યાં જઈને ધર્મદેશના સાંભળવા બેઠે. દેશનામાં રાજાએ પૂછયું કે પ્રમાણુના અભાવે આમા કે પરલોક નથી માટે ધર્મ કરવા વડે સર્યું. ત્યારે સૂરીશ્વરે