________________
શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાથદિ:
२१७ બોધ પામેલી ભદ્રા બંનેને નમીને પોતાને ઘેર જઈ. શ્રેણિક રાજા પણ બનેને નમીને સ્તવીને મહેલમાં ગયા. બંને મુનિઓ સમાધિ પૂર્વક અનશન વડે મરોને સર્વાર્થસિદ્ધ, વિમાનમાં એકાવતારી દેવ થયા. આ પ્રમાણે સુપાત્ર દાનનું (અતિથિ સંવિભાગનું) ફળ જાણીને ભવ્ય જીવોએ સુપાત્ર દાન દઈને આત્મકલ્યાણ જરૂર કરવું જોઈએ.
છે ઈતિ શાલિભદ્ર કથા છે અવતરણું –એ પ્રમાણે ૨૬મા અતિથિ સંવિભાગ વ્રતનું દ્વાર કહ્યું. હવે અનુક્રમે આવેલું ર૭ મું સપ્તક્ષેત્રી (સાત ક્ષેત્રનું) દ્વારા જણાવે છે – . ( જયંચાવૃત્તમ )
क्षेत्रेषु सप्तस्वपि पुण्यपुष्टये, ( हृद्धये)
वपेद्धनं सम्मतिराजवद्धनी ।
कषीवलः केवलशालितन्दुलान् ,
૧ ૦
वपेत्स किं योऽखिलसस्यलालसः પુણ્ય પોષણ કાજ સંપ્રતિ રાજની જિમ દ્રવ્યને, ધનિક સાતે ક્ષેત્રમાં પણ જરૂર વાવે હર્ષને ધારીજ જેને ચાહના છે સર્વ જાતિક ધાન્યની, તેહ ખેડૂત શું કરે? કદી વાવણી ડાંગર તણી.
.