________________
શ્રીપ્રકરસ્પષ્ટાથદિ:
૨૫૫ હતી. તેને વિવાહ ઉગ્રસેનના પુત્ર નભસેનની સાથે કર્યો હતે. - એક વખત નારદ હષિ ભમતા ભમતા નભસેનના ઘેર ગયા. પરંતુ વિવાહ કાર્યમાં વ્યગ્ર ચિત્તવાળે હોવાથી તેણે નારદનું સન્માન કર્યું નહિ. તેથી કાપીને નારદ તેના ઘેિરથી નીકળી ગયા. ત્યાંથી નીકળીને નભસેનને સજા કરવાની ઈચછાવાળા તે બલરામના પુત્ર નિષધના પુત્ર સાગરચંદ્રને -ત્યાં ગયા. આ સાગરચંદ્ર શાંબ વગેરેને ઘણા પ્રિય હતા. નારદને આવેલા જોઈ સાગરચંદ્ર તેમનું ઊંચતા સ્વાગત કર્યું. ત્યાર પછી સાગરચંદ્ર નારદને પૂછ્યું કે પૃથી ઉપર ભમતા તમે કાંઈ આશ્ચર્ય જોયું છે. ત્યારે નભ સેનને બદલે લેવાને તેમણે કહ્યું કે આ પૃથ્વી ઉપર ધનસેનની પુત્રી કમલામેલા આશ્ચર્યભૂત છે, કારણ કે તેના સરખી દેવાંગના ભમાન રૂપવાળી જગતમાં કોઈ નથી. અને તેને વિવાહ નભસેન સાથે થયેલ છે. અને આજે જ મેં તેને જોઈ છે. આ પ્રમાણે કહીને નારદ મુનિ ચાલ્યા ગયા.
નારદ મુનિના વચનથી સાગરચંદ્ર કમલામેલા ઉપર અત્યંત રાગવાળે થયે. અને તેથી તેનું જ ધ્યાન કરતે અને તેનું નામ બેલતે સર્વત્ર તેને જ જેવા લાગ્યો. નારદ પણ સાગરચંદ્રને ત્યાંથી કમલામેલાને ત્યાં ગયા. કમલામેલાએ પણ તેમને ઉચિત આદર સત્કાર કર્યો. તેણીએ પણ નારદને પૃથ્વી ઉપરનું આશ્ચર્ય પૂછ્યું, ત્યારે મુનિએ કહ્યું કે મેં આચર્ય જોયાં છે. એક તો રવરૂપવાન સાગરચંદ્ર અને બીજે કુરૂપવાળે નભ સેન. આ પ્રમાણેનું નારદનું વચન સાંભળી તેણી નભ:સેન ઉપર રાગ રહિત અને સાગરચંદ્ર ઉપર રાગવાળ થઈ. નારદમુનિએ પણ સાગરચંદ્રને તે વાત જણાવી.