________________
શ્રીકપુરપ્રકરસ્પષ્ટાર્યાદિત
૨૨૭ એક વાર વંકચૂલ ચેરી કરવાને કેઈક રાજાના મહેલમાં પિઠે. અડધી રાત્રીએ જાગતી પટરાણી કામદેવ સરખા રૂપવાળા તેને જોઈને મોહિત થઈ, તેથી રાજા પાસેથી ઉઠીને તેની પાસે જઈને કહ્યું કે સુંદર રૂપવાળો તું કેણ છું? તેણે કહ્યું કે હું ચાર છું. ત્યારે રાણેએ કહ્યું કે આવા સુંદર રૂપવાળે છતાં ચારી શું કામ કરે છે? મારું કહેવું અંગીકાર કરીને સુખી થા. જે તું મને તારી પ્રિયા બનાવે તે આ રાજાને મારીને હું તને રાજ્ય પણ આપીશ. રાણીનાં આવાં વચન સાંભળીને દઢ વ્રતવાળા વંકચૂલે કહ્યું કે અનથના મૂલ એવા રાજ્ય અને તારાથી સયું. કારણ કે આ ભવમાં અપકીતિ થાય ને પરભવમાં દુર્ગતિ થાય. ચારનાં આવાં વચન સાંભળીને રાણીએ કહ્યું કે જો તું મારું કહ્યું નહિ માને તો હું વિષવલ્લીની જેમ તારા પ્રાણને હરણ કરનારી થઈશ. આ પ્રમાણે ભય પમાડયા છતાં પણ વંકચૂલ કબૂલ ન થયો ત્યારે રાણીએ ચેર ચોર એ પિોકાર કર્યો.
રાજા જાગને જ હતું પરંતુ કપટથી સૂઈ રહ્યો હતો. તેણે આ બધી વાતચીત સાંભળી હતી. તેણે વિચાર્યું કે નારીને નીચગમના અને ચપલા કહી છે તે બરાબર છે, કારણ કે નેહવાળા, વિશ્વાસુ સૂતેલા એવા મને તજીને અન્ય પતિની ઈચ્છા કરે છે અને મને મારી નાખવાની ઈચ્છા કરે છે. તેમજ આ પુરૂષને ધન્ય છે કે જે રાજ્ય અને રાણી બને મળવા છતાં પણ દઢવ્રતવાળે છે. હવે શું થાય છે એવા વિચારથી રાજા તે વખતે જાગતે સૂઈ રહ્યો.
હવે રાણીને પોકાર સાંભળીને કેટવાળો આવી પહ