________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિર
૯૭ - પછાર્થ:-શ્રીજિનેર પ્રભુ પક્ષ છતાં પણ એટલે પ્રત્યક્ષ ન હોય તે પણ ત્રિકરણ શુદ્ધિ એટલે મન વચન કાયાની શુદ્ધિ વડે અથવા એકાગ્રપણે ધ્યાન કરવામાં આવે તે જીર્ણ શેઠની જેમ ઈષ્ટ સિદ્ધિ એટલે વાંછિત કાર્યની સિદ્ધિ માટે થાય છે. જેમ જીર્ણ શેઠને શુભ ભાવનાથી પ્રભુશ્રી મહાવીર દેવ પિતાને ત્યાં પારણા માટે આવશે તેવી ભાવનામાં ચઢતા પરિણામથી (જીર્ણ શેઠને) ઈષ્ટની સિદ્ધિ થઈ. અહીં શંકા થાય કે શ્રીપ્રભુની સેવા કર્યા વિના તે ઈષ્ટની સિદ્ધિ માટે કેમ થાય? તે જવાબમાં જણાવવાનું કે તપ તપવાથી અને જાપ જપગથી ઘણા કાલે મેક્ષ થાય છે પરંતુ જેણે કર્મ સમૂહને બાળી નાખ્યા છે અથવા જેનાથી એક સાથે ઘણું કર્મની નિર્જરા થાય છે તેવા ધ્યાનના પ્રતાપથી જલદી ઈષ્ટ સિદ્ધિ થાય છે.
અહીં દષ્ટાન્ત આપે છે કે જેમ ચંદ્ર ઊંચે આકાશમાં રહેલ છે. તે છતાં તેના પ્રભાવથી સમુદ્રની વેળા (માજ) વધે છે અથવા સમુદ્રમાં ભરતી આવે છે. વળી તે ચંદ્ર કુમુદે (રાત્રી વિકાશી કમળો)ને સમુદાયની શોભા માટે થાય છે. એટલે ચંદ્ર ઊંચે રહ્યો છે છતાં તેના પ્રભાવથી કુમુદ જાતિનાં કમળે વિવર થાય છે. તેમજ ચંદ્રનો ઉદય થાય ત્યારે ચકેર પક્ષી બહુ રાજી થાય છે. ૧૮
જીર્ણ શેઠની કથા આ પ્રમાણે –
વિશાલા નામની નગરીમાં જિનદત્ત નામે શ્રાવક હતે. પરંતુ તે પૈસે ટકે ખાલી થઈ ગયું હોવાથી જીર્ણ શેઠ નામે પ્રસિદ્ધિ પામે. આ તરફ ભ્રમર નામના બગીચામાં શ્રી