________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૩
પૂર્વભણિત ભાષાથી પૂર્વમાં કહેલી ત્રણ ભાષાથી, કરણ-અકરણનો અનિયમ અને અદુષ્ટની વિવેક્ષા હોવાથી તે=આજ્ઞાપનીભાષા, ભિન્ન છે. આ ભાવ છે – કરણના નિયમમાં આ=આજ્ઞાપતીભાષા, સત્ય જ થાય. વળી અકરણના નિયમમાં મૃષા જ થાય, એથી ઉભયતો અનિયમ હોવાને કારણે ઉભયથી અતિરેક આ ભાષા છે=સત્યા અને મૃષા ભાષાથી ભિન્ન આ ભાષા છે અને દુષ્ટ વિવલાપૂર્વકત્વનો અભાવ હોવાથી મૃષાથી અતિરેક છે=મૃષાભાષાથી ભિન્ન છે. સત્યામૃષાત્વનો પ્રતિષેધ વળી અપ્રસક્તપણું હોવાથી જ કરાયો નથી.
નન'થી શંકા કરે છે – આજ્ઞાના વિષયમાં=આજ્ઞાપાલન કરે એવા યોગ્ય શિષ્યના વિષયમાં, આજ્ઞાને આપનારા સાધુનું કેવી રીતે સત્યવાદિપણું નથી ? શ્રોતાની પ્રવૃત્તિના અભાવનું ગુરુની આજ્ઞાને સાંભળીને શ્રોતા તે પ્રમાણે પ્રવૃત્તિ ન કરે તેનું, લિમિત્તાતર આદિ આધીનપણું છે ગુરુના વચનમાં અશ્રદ્ધા કે શ્રોતાના પ્રમાદાદિ દોષરૂપ નિમિત્તાતર આદિને આધીનપણું છે એ પ્રમાણે કોઈ શંકા કરે તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે પ્રવર્તક હોવાથી ગુરુ દ્વારા કહેવાયેલું આશાવચન પ્રવર્તક હોવાથી, અપ્રવૃત્તિમાં-શિષ્યની તે વચનાનુસાર અપ્રવૃત્તિમાં, પરમાર્થથી અસત્યપણું છેeતે ગુરુનાં વચન શિષ્યને પ્રવર્તક બન્યાં નહિ તેથી પરમાર્થથી તે વચનમાં અસત્યપણું છે. - અહીં પ્રશ્ન થાય કે ગુરુને આ શિષ્ય મારી આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરશે તેવો નિર્ણય નહિ હોવાથી ગુરુએ તે આજ્ઞાવચન કહેલ છે અને તે આજ્ઞાવચન શિષ્યને હિતાનુકૂલ હોવાથી ગુરુ સત્યવાદી છે તેમ કહેવું જોઈએ. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે –
આજ્ઞાપ્યમાં=આજ્ઞા આપવા યોગ્ય એવા શિષ્યમાં, તથાત્વના અનિર્ણયમાં મારી આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરીને તે હિત કરશે એ પ્રકારના તથાત્વના અનિર્ણયમાં, ભાવભાષાત્વના નિયામક સમ્યમ્ ઉપયોગનો અનિર્વાહ હોવાથી આજ્ઞા કરનાર ગુરુનું સત્યવાદિપણું નથી એ પ્રમાણે દિશાસૂચન છે. II૭૩il.
જ ટીકામાં ‘ત્યારફતે ઉમદ' ના સ્થાને ‘ત્યત ' પાઠ હોવાની સંભાવના છે. ભાવાર્થ - (૨) આજ્ઞાપનીભાષા :
આજ્ઞાવચન તે કહેવાય કે તે વચનાનુસાર પ્રવૃત્તિ ન કરવામાં આવે તો બલવદ્અનિષ્ટઅનુબન્ધિત્વ પ્રાપ્ત થાય. તેનું સૂચક વચન તે આજ્ઞાવચન છે. જેમ સુગુરુ યોગ્ય શિષ્યને તેની ભૂમિકા અનુસાર ઉચિત કૃત્યો કરવાની આજ્ઞા કરે તે વચનથી થયેલા બોધ અનુસાર તે શિષ્ય પ્રવૃત્તિ ન કરે તો તે શિષ્યને બલવાન અનિષ્ટરૂપ ફળની પ્રાપ્તિ થશે તેવો બોધ થાય છે; કેમ કે સુગુરુ યોગ્ય શિષ્યને જે આજ્ઞા કરે તે તેની શક્તિનું સમાલોચન કરીને તેની ભૂમિકા અનુસાર ઉચિત કૃત્ય કરવાનું કહે છે. જે કૃત્યથી તે શિષ્ય ગુરુ વચનાનુસારને ઉચિત પ્રવૃત્તિ કરીને અવશ્ય સંયમની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે અથવા અસંયમથી પોતાનું રક્ષણ કરે છે અને તે પ્રમાણે તે શિષ્ય તે આજ્ઞાનું પાલન કરે નહિ તો તેના સંયમના નાશની પ્રાપ્તિ થાય કે