________________
૩૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૫૬-૫૭
ननु तथापि 'मूले वृक्षः कपिसंयोगी' इत्यत्र मूलस्य कपिसंयोगावच्छेदकत्वांशेऽसत्यत्वेऽपि वक्षस्य कपिसंयोगवत्त्वांशे सत्यत्वात्सत्यामृषात्वं स्यादिति चेत् ? न, मूलावच्छिन्नकपिसंयोगवत्त्वांशे मूलावच्छिन्नसमवायसम्बन्धेन वा तदंशेऽप्रमात्वादेवेति दिग् ।।५६-५७।। ટીકાર્ય :
યસ્યા .... વિમ્ II જે ભાષાનો અર્થ=વિષય, અંશમાં=દેશમાં, વિપરીત છે=બાધિત સંસર્ગવાળો છે, વળી તથારૂપ છે અન્ય અંશમાં અબાધિત સંસર્ગવાળો છે.
‘ય’ શબ્દથી ટીકાના પ્રારંભમાં “વસ્થા:' શબ્દ છે તેમાં રહેલ “વ” શબ્દથી ‘તત્' શબ્દનો આક્ષેપ હોવાથી ગાથામાં “સા' અધ્યાહાર છે.
તેથી કહે છે – તે સત્યામૃષા શ્રતમાં મિશ્ર એ પ્રમાણે પરિભાષિત કરાઈ છે; કેમ કે સત્યત્વને કારણે સ્વરૂપથી આરાધકપણું છે ફળથી નહિ પરંતુ સ્વરૂપથી આરાધકપણું છે, અને અસત્યપણાને કારણે સ્વરૂપથી વિરાધકપણું છે. વળી યુગપલ્ફલદ્વયની અનુપપતિ હોવાને કારણે એક ભાષાપ્રયોગથી આરાધકત્વ-વિરાધકત્વરૂપ ફળદ્રયની અનુપપતિ હોવાને કારણે, કારણાસ્તરવિરહપ્રયોજ્યપણું છેઃ આરાધક-વિરાધકથી અન્ય કોઈ કારણના વિરહથી સત્યામૃષાભાષાનું પ્રયોજ્યપણું છે. એ પ્રમાણે દિશાસૂચન છે.
અને તે દશ પ્રકારે છે : (૧) ઉત્પન્નમિશ્રિત, (૨) વિગતમિશ્રિત, (૩) ઉત્પન્નતિગતમિશ્રિત, (૪) જીવમિશ્રિત, (૫) અજીવમિશ્રિત, (૬) જીવાજીવમિશ્રિત, (૭) અનંતમિશ્રિત, (૮) પ્રત્યેકમિશ્રિત, (૯) અદ્ધામિશ્રિત અને (૧૦) અદ્ધાઅદ્ધામિશ્રિત. ‘ત્તિ' શબ્દ દશ ભેદની સમાપ્તિ માટે છે. નનુથી પૂર્વપક્ષી શંકા કરે છે –
સો રૂપિયા દેય હોતે છતે પચાસ આપવામાં ‘સો અપાયા' ઈત્યાદિ મિશ્રભાષાનો, ધવ, ખદિર, અશોકના વૃક્ષના સમૂહમાં અશોકવન ઇત્યાદિ મિશ્રભાષાનો ક્યાં અંતર્ભાવ છે ? અર્થાત્ આ દશ ભાષામાં ક્યાંય અંતર્ભાવ થતો નથી; કેમ કે ઉત્પતિ-જીવાદિ મિશ્રિત આદિ દષ્ટાંતનું અતત્ત્વપણું છેઃસો રૂપિયાના સ્થાને પચાસ રૂપિયા એ સ્થાનમાં તેનું દર્શનનું અવિદ્યમાનપણું છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –તારી વાત સાચી છે કથંચિત્ તારું કથન સત્ય છે તો પણ તેનો સંગ્રહ થાય છે તે બતાવતાં કહે છે –
ઉત્પત્તિજીવાદિનું ક્રિયાંતરનું વસ્તુઅંતર આદિનું ઉપલક્ષણપણું છેઃઉત્પત્તિનું ક્રિયાંતરનું ઉપલક્ષણપણું છે અને જીવાદિનું વસ્તુઅંતર આદિનું ઉપલક્ષણપણું છે. માટે પૂર્વપક્ષીએ કહેલાં સ્થાનોનો સંગ્રહ છે અથવા વિશેષતા જ વિભાગનું આશ્રયણ છે. આના દ્વારા=ઉત્પત્તિજીવાદિનું ક્રિયાંતરનું વસ્તુઅંતર