________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / પ્રશંક્તિ
૧૮૫
ટીકા :
सूर्याचन्द्रमसौ यावदुदयेते नभस्थले । तावन्नन्दत्वयं ग्रन्थो वाच्यमानो विचक्षणैः ।।८।। ટીકાર્ચ -
જ્યાં સુધી નભસ્થલમાં સૂર્ય અને ચન્દ્ર ઉદય પામે છે, ત્યાં સુધી વિચક્ષણોથી વંચાતો આ ગ્રંથ જગતમાં વિદ્યમાન રહો. ll૮iા. ટીકા :
असतां कर्णयोः शूलं सतां कर्णामृतच्छटा । विभाव्यमानो ग्रन्थोऽयं यशोविजयसम्पदे ।।९।। ટીકાર્ય :
અયોગ્ય જીવોના કણમાં શૂલરૂપે અને પુરુષોના કણમાં અમૃતને છાંટનારરૂપે વિભાવન કરાતો આ ગ્રંથ યશ અને વિજયની સંપદા માટે છે. IGN ભાવાર્થ :પ્રકરણકારની ગુરુપરંપરાપ્રશસ્તિ -
પ્રસ્તુત ગ્રંથના રચયિતા ન્યાયવિશારદ યશોવિજયજી મહારાજા છે અને તેમના પૂર્વે ગુરુપરંપરામાં હીરસૂરિ મહારાજ થયા. તેમની પાટે વિજયસેનસૂરિ મહારાજ થયા. તેઓ કેવા છે ? તેનો કાંઈક બોધ ગ્રંથકારશ્રીએ શ્લોક ૧-રમાં જણાવ્યો છે. વિજયસેનસૂરિ મહારાજની પાટે આવેલા વિજયદેવસૂરિ મહારાજ ગ્રંથકારશ્રીના સમકાલીન થયેલા મહાત્મા છે. તેમની પાટે વિજયસિંહસૂરિ મહારાજ આવેલા છે. તેઓ કેવા છે ? તેનો બોધ ગ્રંથકારશ્રીએ શ્લોક-૩-૪માં કરાવેલો છે. વિજયસિંહસૂરિ મહારાજના સામ્રાજ્યકાળમાં આ ગ્રંથ નિર્માણ થયો છે તેમ ગ્રંથકારશ્રીએ શ્લોક-પમાં કહ્યું છે.
ગ્રંથકારશ્રીના પ્રગુરુ જિતવિજયજી મહારાજ હતા અને વિદ્યાદિ આપનારા ગુરુ નયવિજય મહારાજ હતા અને સંસારી ભાઈ પદ્મવિજયજી મહારાજ હતા તેમ શ્લોક-કમાં કહ્યું છે. આવા ગ્રંથકારશ્રીએ આ ભાષારહસ્ય ગ્રંથ રચ્યો છે તેની સ્પષ્ટતા શ્લોક-૭માં કરી છે.
વળી ગ્રંથરચના કરતી વખતે ભાષાસમિતિના અને વાગ્રુપ્તિના રહસ્યને લક્ષ્યમાં રાખીને તેના મર્મનો યથાર્થબોધ થાય એ પ્રકારે ઉપયુક્ત થઈને ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ રચ્યો છે તેથી ગ્રંથરચનાકાળમાં જે શુભાશય થયો અને યોગ્ય જીવને મુનિભાવના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવવાનો જે ગ્રંથકારશ્રીનો શુભાશય હતો તેનાથી ગ્રંથકારશ્રીએ જે પુણ્યાનુબંધી પુણ્યરૂપ કુશલની પ્રાપ્તિ કરી તેના ફળરૂપે