________________
૧૬૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૫ | ગાથા-૯૫
અમ્યુચ્ચયને કહે તો દોષ નથી. એ પ્રકારની શંકામાં બીજો હેતુ કહે છે –
ચારિત્રની સદ્ભાવ અવસ્થામાં આવા પ્રકારનો અપ્રયોગ છે શબ્દશઃ કોઈનું કથન કરેલું હોય તોપણ સ્વર, વ્યંજનાદિની ન્યૂનતા થાય તે કારણે મૃષા ન થાઓ એ પ્રકારની ભાષા ગુપ્તિના પરિણામવાળા મુનિની ચારિત્રની અવસ્થામાં આવા પ્રકારનો પ્રયોગ કરાય નહિ.
અને અયતનાવાળા=અસંયતતાવાળા, સાધુ હોય કે ગૃહસ્થ હોય તેઓને આજ્ઞપ્તિ ભાષા કહે નહિ અર્થાત્ બસ, આવ અથવા આ કાર્ય કર, સૂઈ જા, ઊભો રહે, તું જા. ઇત્યાદિરૂપ આજ્ઞપ્તિભાષા સાધુ બોલે નહિ; કેમ કે અયતનાપ્રવર્તનપ્રયુક્તદોષનો પ્રસંગ છેeગૃહસ્થની તે તે પ્રવૃત્તિમાં અયતનાનો પ્રયત્ન થાય તેનું પ્રવર્તક સાધુનું વચન થવાથી તે આરંભમાં કરાવણદોષનો પ્રસંગ પ્રાપ્ત થાય અને અસાધુલોકને=લોકો વડે સાધુ શબ્દથી બોલાતા એવા આજીવિક આદિને, આ સાધુ છે એમ કહે નહિ; કેમ કે મૃષાવાદનો પ્રસંગ છે.
અને આ વચનનું રૂપસત્યાદિ અંતર્ગતપણું હોવાથી સાધુનો વેષ હોવાથી દશ સત્યમાંથી રૂપસત્યાદિ અંતર્ગતપણું હોવાથી, મૃષાપણું નથી એ પ્રકારે શંકા ન કરવી; કેમ કે ગુણઉપવૃંહણામાં તત્પર આવા પ્રકારના અવર્થ શબ્દોનો=આ સાધુ છે એવા પ્રકારના અવર્થ શબ્દોનો, અવિષયમાં ગુણ રહિતમાં, મોહથી જ પ્રયુજ્યમાનપણું હોવાને કારણે અને દોષાનુબંધીપણું હોવાથી=નિર્ગુણમાં સાધુ શબ્દનો પ્રયોગ કરવાથી તેના દોષનું પોષણપણું હોવાથી, મૃષાવતી ઉપપત્તિ છે. આથી જ=અસાધુમાં સાધુ આ છે એ પ્રકારે બોલવામાં દોષની પોષકતા છે આથીજ, વિષયમાં ગુણવાન પુરુષરૂપ સાધુપદથી વાચ્ય વિષયમાં, આ પ્રયોગનું આ સાધુ છે એ પ્રકારના પ્રયોગનું, ગુણાનુબંધીપણું હોવાથી સુસાધુના ગુણોની અનુમોદનારૂપ હોવાથી, જ્ઞાન-દર્શન-ચારિત્રસંપન્ન એવા ભાવસાધુમાં સાધુપદનો અનભિલાપ કરાયે છતે ઉપબૃહણારૂપ દર્શનાચારના અતિચારરૂપ દોષનો પ્રસંગ છે એ પ્રમાણે કહે છેeગીતાર્થો કહે છે.
નનુ'થી કોઈ શંકા કરે છે – જો આ રીતે-પૂર્વમાં કહ્યું કે અસાધુમાં સાધુ આ છે એ રીતે, સાધુ બોલે નહીં એ રીતે બોટિક નિફ્લવ આદિમાં અવર્થ એવા સાધુ શબ્દનું અભિધાન ગુણવાચી એવા સાધુ શબ્દનું અભિધાન, મૃષા છે તો પાષાણમય પ્રતિમામાં અવર્થ એવા અહંદાદિપદગર્ભસ્તુતિનું કરણ કેવી રીતે સાર્થક થાય ? અર્થાત્ થાય નહિ એ પ્રમાણે જો સ્થાનકવાસી કહે, તો ગ્રંથકારશ્રી કહે છે –
હે પાપી ! વૃથા આ છિદ્રાવેષણ છે=વિપ્લવ આદિ તુલ્ય પ્રતિમામાં અરિહંતપદની સ્તુતિ થાય નહીં એ વૃથા છિદ્રાવેષણ છે; કેમ કે ઉક્તસ્થળમાં, પાષાણમય પ્રતિમાસ્થળમાં, અસંયતના ઉપબૃહણા દોષનો અભાવ હોવાને કારણે=ભગવાનના ગુણોની સ્તુતિ દ્વારા અસંયતના ઉપબૃહણારૂપ દોષનો અભાવ હોવાને કારણે, સ્થાપતાસત્યનું અનિરુદ્ધ પ્રસરપણું હોવાથી=જિનપ્રતિમામાં સ્થાપના સત્યરૂપ જિનનું અવશ્યભાવિપણું હોવાથી, દોષનો અભાવ છે=સ્તુતિ કરનારને મૃષાની પ્રાપ્તિરૂપ દોષનો