________________
૧૫૧
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૪
વળી કથનનું પ્રયોજન ઉપસ્થિત થયે છતે સમ્યફ તાત્પર્યશુદ્ધિથી, વિધિભેદનેકવિધિવિશેષતે, જાણીને નિરવઘ જ બોલે. તે આ પ્રમાણે – ગ્લાનના પ્રયોજનમાંeગ્લાસસાધુના આહાર આદિના પ્રયોજનમાં, આ પ્રયત્નપક્વ સહસંપાકાદિ છે એ પ્રમાણે બોલે. પ્રયત્નચ્છિન્ન આ વનાદિ છે એ પ્રકારે સાધુના નિવેદનમાં કહે, અને આ પ્રયત્નથી સુંદર કન્યા છે એથી દીક્ષિત કરાયે છતે સમ્યફ પાલન કરવા યોગ્ય છે, અને સર્વ જ કૃતાદિ કર્મનિમિત્ત બોલે, ક્વચિત્ ગાઢ પ્રહાર હોય અને પ્રયોજન હોતે છતે ગાઢ પ્રહાર કહે આ રીતે અપ્રીતિ આદિ દોષોનો પરિહાર થાય છે, અને વ્યવહારને પુછાયેલો સાધુ આ પ્રમાણે બોલે – હું ભાંડના મૂલ્યવિશેષને જાણતો નથી અને અહીં ક્રય-વિક્રયયોગ્ય વસ્તુ કોઈને આપતો નથી અથવા વિરત એવા અમોને આવા પ્રકારના વ્યાપારથી શું? I૯૪ ભાવાર્થસાધુએ શું બોલવું અને શું ન બોલવું તેનું કથન:
સાધુ આરંભમય કૃત્ય હોય ત્યારે આ કૃત્યો સુંદર છે તેમ બોલે નહિ. જેમ કોઈએ સુંદર સભા બનાવી હોય અને તેને જોઈને સાધુ કહે કે આ બહુ સુંદર કરાઈ છે. ત્યારે તે સુંદર સભાને જોઈને જે તેના પ્રત્યે પ્રીતિ થાય છે તે સ્વયં દોષરૂપ છે. તે પ્રીતિજન્ય આ સુંદર છે એ પ્રકારના વચનપ્રયોગો તે પ્રીતિને અભિવ્યક્ત કરીને અતિશયિત કરે છે તેથી જેઓને સુંદર કૃત્યને જોઈને પ્રીતિ થાય છે તેઓને જોવા માત્રથી પણ અનુમોદનનો પરિણામ થાય છે અને એને અભિવ્યક્ત કરનારા શબ્દોથી તે અનુમોદનનો પરિણામ અવસ્થિત થાય છે. માટે સંવૃત્તપરિણામવાળા સાધુએ સુંદર સભાદિ જોઈને ઇન્દ્રિયોને સુંદર જણાય તે રીતના ઉપયોગથી જોવું જ જોઈએ નહિ. ક્વચિત્ પ્રમાદના ઉપયોગને કારણે સુંદર જણાય છતાં તેને અભિવ્યક્ત કરીને તે પરિણામને અતિશય કરવો જોઈએ નહિ પરંતુ તે પરિણામ ઇન્દ્રિયોને સુંદર જણાયો છે તે જ અનુચિત છે તેમ ભાવન કરીને તે પ્રકારના વચનપ્રયોગથી આત્માને સંવૃત્ત કરવો જોઈએ.
વળી સુંદર જણાય ત્યારે અનુમતિદોષની પ્રાપ્તિ છે અને અભિવ્યક્ત કરવામાં વિશેષ પ્રકારની અનુમતિદોષની પ્રાપ્તિ થાય છે અને તે સાંભળીને ગૃહસ્થને તે પ્રકારનો ઉત્સાહ આદિ કે અન્ય કોઈ તે પ્રકારની પ્રવૃત્તિ થાય તેવી સંભાવના હોવાથી કરાવણ દોષની પણ પ્રાપ્તિ થાય છે.
વળી કોઈ ગૃહસ્થ સહસંપાકાદિ તેલ કર્યું હોય અને કોઈ પ્રયોજનથી સાધુને તે ગ્રહણ કરવાનો પ્રસંગ હોય અને તેને જોઈને કહે કે આ સુંદર પક્વ છે તો અનુમતિ આદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય, માટે સાધુ તેવા વચનપ્રયોગો કરે નહિ પરંતુ સંયમના પ્રયોજનથી ગ્રહણ કર્યા પછી કોઈ કહેવાનું કારણ ન હોય તો તે વિષયક કોઈ વચનપ્રયોગ કરે નહિ અને આ સહસ્ત્રપાકાદિ સુંદર પક્વ છે તેવી બુદ્ધિ કરે નહિ અને વિચારે કે મારા સંયમની વૃદ્ધિનું પ્રામાણિક કારણ છે માટે હું તેને ગ્રહણ કરીને નિર્લેપ ભાવની પરિણતિની વૃદ્ધિ કરીશ.
વળી વિહાર આદિમાં વનાદિનો છેદ કરીને માર્ગ ચોખ્ખો કરાયો હોય તેને જોઈને સાધુ કહે કે આ વનાદિ સુષુચ્છિન્ન છે તો તે વચનપ્રયોગથી તે છેદનક્રિયાની અનુમતિ અને કરાવણ આદિ દોષોની પ્રાપ્તિ