________________
૧૫૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ / ગાથા-૯૪ ___ अभिधानप्रयोजने तूपस्थिते सम्यक् तात्पर्यशुद्ध्या, विधिभेदं विधिविशेषं ज्ञात्वा निरवद्यमेव भाषेत । तथाहि-ग्लानप्रयोजने प्रयत्नपक्वमेतत् सहस्रपाकादीति वदेत्, ‘प्रयत्नच्छिन्नमेतद्वनादीति साधुनिवेदनादौ वदेत् । तथा प्रयत्नसुन्दरा कन्या' इति दीक्षिता सती सम्यक् पालनीयेत्यर्थः ।
तथा सर्वमेव वा कृतादि कर्मनिमित्तमालपेत् गाढप्रहारं च क्वचित्प्रयोजने गाढप्रहारं ब्रूयात् एवं हि तदप्रीत्यादयो दोषाः परिहता भवन्तीति ।
व्यवहारं पृष्टश्च साधुरेवं भाषेत यदुत 'नाहं भाण्डमूल्यविशेषं जानामि न चात्र क्रयविक्रयाहँ वस्तु ददामि कस्यचित्, किं वा विरतानामस्माकमीदृशेन व्यापारेण' इति ।।१४।। ટીકાર્ય :
સીવ ..... ત્તિ | સાવવમાં આરંભમય કાર્યમાં, સુકૃતાદિ વચનને કહે નહિ. કેવા પ્રકારનાં સુકૃતાદિ વચન કહે નહિ ? તે 'તથાદિથી સ્પષ્ટ કરે છે –
આ સભાદિ સુંદર કરાઈ છે, આ સહસ્ત્રપાકાદિ સારા પકાવાયા છે, આ વનાદિ સુંદર છેડાયાં છે, સુદ્રનું ધન હરણ કરાયું એ સારું છે, શત્રુ મર્યો એ સારું છે, ધનના અભિમાનીનું ધન સારું થયું નાશ પામ્યું, આ કથા સુષુ છે=સુંદર છે, ઈત્યાદિ મુનિ બોલે નહિ; કેમ કે અનુમતિ આદિ દોષનો પ્રસંગ
છે.
વળી નિરવ એવા સકૃતમાં તે=સુકૃતાદિ વચન, બોલે. તે આ પ્રમાણે – આના દ્વારા સુંદર વૈયાવચ્ચ કરાઈ, આ સાધુનું બ્રહ્મચર્ય સુંદર પક્વ છે અર્થાત્ બ્રહ્મચર્યની ગતિ અત્યંત નિર્મળ છે, આના દ્વારા સ્નેહનું બંધન સુંદર છેડાયું, ઉપસર્ગમાં શિક્ષકનું બાળ સાધુનું, ઉપકરણ, હરણ કરાયું એ સુંદર છે, પંડિતમરણ દ્વારા સાધુ મર્યા એ સુંદર થયું, અપ્રમત્તસંયતનું કર્મ સુનિષ્ઠિત છે, સુંદર એવી સાધુની ક્રિયા=વિધિપૂર્વક કરાતી સાધુની ક્રિયા, સુંદર છે, ઈત્યાદિ નિરવ વચનો સાધુ બોલે.
અને ક્વચિત્ વ્યવહાર પ્રકાત્ત હોતે છતે પુછાયેલો કે નહિ પુછાયેલો સાધુ આ પ્રમાણે બોલે નહિ – આ સર્વોત્કૃષ્ટ છેઃસ્વભાવથી સુંદર છે, એ પ્રમાણે ન કહે. પરાઈ છે ઉત્તમાર્ઘ છે અર્થાત્ મહાર્ઘ ક્રીત છે=ઘણા મૂલ્યથી ખરીદાયેલું છે, એ પ્રમાણે ન બોલે, અતુલ છે=આના જેવું અન્યત્ર ક્યાંય નથી એમ સાધુ ન બોલે, અસંસ્કૃત છે અન્યત્ર પણ આ સુલભ છે એ પ્રમાણે ન બોલે, અવ્યક્તવ્ય છે=અનિર્વચનીય ગુણથી યુક્ત છે એ પ્રમાણે ન બોલે, અચિત્ય છેઃઅપ્રીતિકર છે, ઈત્યાદિ વચનો સાધુ બોલે નહિ; કેમ કે આવા પ્રકારની ભાષામાં અધિકરણ અંતરાય આદિ દોષનો પ્રસંગ છે.
અને આ સુકૃત છે, આ સુવિક્રીત છે, આ ખરીદવા યોગ્ય નથી, આ ખરીદવા યોગ્ય છે, અને આ સમર્થ થશે=આ સસ્તું થશે, અથવા મહાઈ થશે મૂલ્યવાન થશે, ઈત્યાદિ બોલે નહિ; કેમ કે અપ્રીતિ અને અધિકરણાદિ દોષનો પ્રસંગ છે.