________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | બક-૪ | ગાથા-૭૮ અભાવને કારણે શ્રોતાના માનસમાં તે પ્રકારનો સંદેહ થાય છે તે સંદેહ પરોક્ષ સંદેહ છે, તેથી તે ભાષાને સંશયકરણીભાષા કઈ રીતે કહી શકાય ? તેના સમાધાન અર્થે ગ્રંથકારશ્રી કહે છે --
વક્તાના વચનથી તાત્પર્યનો નિશ્ચય થાય તો પ્રતિનિયત અર્થના નિશ્ચયનો હેતુ વક્તાનું વચન બને છે. અને જ્યારે વક્તાના તાત્પર્યમાં સંદેહ થાય ત્યારે વક્તાનું વચન પ્રતિનિયત અર્થના નિશ્ચયનો હેતુ નહિ થવાથી વક્તાના વચનથી થતા બોધમાં જ સંશય થાય છે તેથી તે ભાષાને સંશયકરણીભાષા કહેવાય છે.
અહીં ગાથામાં સંશયકરણીના લક્ષણમાં “અનેકાર્થ પદ સાંભળીને તે પદ લક્ષણનું અંગ નથી પરંતુ પ્રાયઃ કરીને અનેકાર્થ પદને કારણે ભાષા સંશયિકી બને છે તે બતાવવા અર્થે છે. આથી કોઈ વક્તા આ સ્થાણુ છે કે પુરુષ છે ? એ પ્રકારે પ્રયોગ કરે તે ભાષા પણ સંશયકરણીભાષા જ છે, જ્યાં અનેકાર્થ પદનો પ્રયોગ નથી પરંતુ વક્તાનાં બોલાયેલાં વચનો સ્વયં જ સંશયગ્રસ્ત છે. આથી જ શાસ્ત્રીય પદાર્થો નિરૂપણ કરતી વખતે શાસ્ત્રવચનનું તાત્પર્ય સ્પષ્ટ ન થતું હોય ત્યારે ઉપદેશક કહે કે આ વચનથી આ અર્થ સંભવિત છે અથવા આ અન્ય અર્થ પણ સંભવિત છે તે ભાષાને સાંશયિકભાષા કહેવાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ક્યારેક બોલનાર વ્યક્તિ સાંશયિકભાષા સાક્ષાત્ બોલે નહિ છતાં અનેકાર્થપદના પ્રયોગને કારણે તે વચનથી શ્રોતાને સંશય થાય છે માટે વક્તાની તે ભાષા સાંશયિકભાષા કહેવાય છે.
વળી ક્યારેક દૂરવર્તી પદાર્થને જોઈને વક્તા કહે કે આ સ્થાણુ છે તે વખતે શ્રોતાને દેખાતા પદાર્થમાં પુરુષત્વનું પ્રતિસંધાન થતું જણાય ત્યારે પણ તે ભાષા શ્રોતાને સંશયનું કારણ બને છે, આથી જ શાસ્ત્રીય પદાર્થોનું કોઈ મહાત્મા નિરૂપણ કરતા હોય અને તે વચન સાંભળીને શ્રોતાને તે પદાર્થવિષયક વિપરીત અર્થનું પ્રતિસંધાન થાય ત્યારે વક્તાની તે ભાષા શ્રોતાના સંશયનું કારણ બને છે. જેમ આત્માને વિભુ માનનાર તૈયાયિક વચનથી વાસિત કોઈ શ્રોતા હોય અને સ્વાદાદી તેને શરીરવ્યાપી આત્મા છે તેમ કહે ત્યારે શ્રોતાને તે વચનથી સંદેહ ઉત્પન્ન થાય છે. આથી જ વિવેકસંપન્ન ઉપદેશક તે સંશયનું યુક્તિઓથી નિરાકરણ કરે છે જેથી પોતાની ભાષા સંશયને કરનારી બને નહિ. જો ઉપદેશક યુક્તિઓથી તેનું નિરાકરણ ન કરી શકે તો શ્રોતાને ઉપદેશકની તે ભાષા સંશયનું જ કારણ બને છે.
વળી ક્યારેક વક્તા પોતે જ અનિર્ણાત હોય ત્યારે આ સ્થાણુ છે કે પુરુષ ? એમ બોલે છે ત્યારે તે વક્તાની ભાષા સંશયગ્રસ્ત છે. તેનો અર્થ ટીકામાં કર્યો કે “થાણુર્વા પુરુષો વા' એ ભાષામાં પ્રતિયોગી બે પદો દ્વારા કોટીયની ઉપસ્થિતિ થાય છે અને વા'કારથી વિરોધનું ઉપસ્થાપન થાય છે, તેથી તે ભાષા સંશય કરનારી છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જેમ વીર ભગવાનની પ્રતિમાં હોય ત્યારે વિરપ્રતિયોગી પ્રતિમા કહેવાય તેમ સ્થાણુપ્રતિયોગી પુરોવર્સી પદાર્થ છે અથવા પુરુષપ્રતિયોગી પુરોવર્સી પદાર્થ છે તેથી બે પ્રતિયોગી પદો દ્વારા પુરોવર્સી પદાર્થમાં બે કોટીની ઉપસ્થિતિ થાય છે અને બોલનાર એ પ્રયોગમાં “વાકારનો પ્રયોગ કરે છે, તેથી કોઈ એક પ્રતિનિયત પદાર્થમાં બે પ્રતિયોગી પદ દ્વારા ઉપસ્થિત થયેલા બે અર્થોના વિરોધની ઉપસ્થિતિ થાય છે, તેથી વક્તાની તે ભાષા સંશયને ઉત્પન્ન કરનારી જાણવી. Il૭૮