________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૪/ ગાથા-૭૮
ટીકાર્ય :
મિJદીના .... બેગમ્ II અભિગૃહીતભાષા પ્રતિપક્ષ છે=વિપરીત છે, પ્રસ્તાવથી અનભિગૃહીતથી વિપરીત છે એ પ્રમાણે પ્રાપ્ત થાય છે અને તે રીતે=અભિગૃહીતભાષા અભિગૃહીતથી વિપરીત છે તે રીતે, અનેક કાર્યો પુછાયે છતે જે એકતરનું અવધારણ=“આ હમણાં કર્તવ્ય છે” એ પ્રકારે એકતરનું અવધારણ, તે અભિગૃહીત છે. અથવા ઘટ ઈત્યાદિ પ્રસિદ્ધ પ્રવૃત્તિનિમિત્તક જે પદનું અભિધાન તે અભિગૃહીતભાષા છે એ પ્રમાણે જાણવું.
અભિગૃહીતભાષા કહેવાઈ. હા હવે સંશયકરણીભાષાને કહે છે – અને સંશયકરણી તે જાણવી જેમાં=જે ભાષામાં, અનેકાર્થ=બહુ અર્થ, અભિધાયક પદને સાંભળીને શ્રોતાને સંદેહ થાય છે. તે આ પ્રમાણે – સૈધવ લાવ એ પ્રમાણે કહેવાય છતે સૈધવપદની લવણ અશ્વ આદિ અનેક અર્થોમાં શક્તિનો ગ્રહ થવાથી અનેકાર્થજન્ય શાબ્દબોધમાં પ્રકરણ આદિનું વિશેષ કરીને હેતુપણું હોવાને કારણે તેના વિરહમાં=પ્રકરણ આદિના વિરહમાં, શાબ્દબોધનો વિરહ હોતે છતે પણ વક્તાના અભિપ્રાયનો સંદેહ થવાથી લવણ લાવવું કે ઘોડાને લાવવું મારે કર્તવ્ય છે એ પ્રમાણે માનસ સંદેહ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે સંશયકરણીભાષા બોલવાથી શ્રોતાને જે માનસ સંદેહ થાય છે તે સંશય પરોક્ષજ્ઞાન સ્વરૂપ છે, તેથી તે બોલાયેલી ભાષાને સાંશયિકભાષા કઈ રીતે કહી શકાય ? અર્થાત્ દેખાતા પદાર્થમાં કોઈક કથન કરે તો તે દેખાતા પદાર્થમાં સંશય થાય તે વખતે તે બોલનારના વચનથી પ્રત્યક્ષપદાર્થમાં સંશય થાય છે. જેમ દૂરવર્તી સ્થાણુને જોઈને કોઈક કહે કે આ સ્થાણુ છે તે સાંભળીને જોનારને સંદેહ થાય કે આ પુરુષ પુરોવર્તી સ્થાણુ છે એમ કહે છે તો વસ્તુતઃ એ સ્થાણુ છે કે પુરુષ છે ? તે સ્થાનમાં પ્રત્યક્ષ દેખાતા પદાર્થમાં સંશયને કરનારી તે પુરુષથી બોલાયેલી ભાષા છે, તેને સાંશયિકી ભાષા કહી શકાય; પરંતુ સૈન્ધવ લાવ એ પ્રકારે બોલનારની ભાષા તેના જેવી સંશય કરનારી નથી ફક્ત શ્રોતાને પ્રતિસંધાન નહિ થવાથી માનસ સંશયરૂપ પરોક્ષ સંશય થાય છે તેથી “રા'કારથી સાંશયિકી ભાષાનો અન્ય પ્રકારે અર્થ કરે છે –
પરોક્ષસંશય સ્વીકાર કરાયે છતસૈન્યવાન ઈત્યાદિ પ્રયોગથી શ્રોતાને જે સંદેહ થાય છે તે સંદેહને પરોક્ષ સંશય સ્વીકાર કરાયે છતે, તાત્પર્યતા નિશ્ચયનું પ્રતિનિયત અર્થતા નિશ્ચયનું હેતુપણું હોવાને કારણે તેના સંશયમાં વક્તાથી બોલાયેલા વચનના તાત્પર્યતા સંશયમાં, શાબ્દબોધમાં જ તે છે=સંશય છે વક્તાથી બોલાયેલા શબ્દોથી થતા બોધમાં જ તે સંશય છે, એથી આ સંશયકરણીભાષા છે=સૈધવમાનય એ પ્રકારે બોલાયેલી ભાષા સંશયકરણીભાષા છે. અનેકાર્થ પદને સાંભળીને એ પ્રકારે પ્રાયિક છે=ગાથામાં સંશયકરણીભાષાના લક્ષણમાં અનેકાર્થ પદને સાંભળીને એ વચન પ્રાયિક છે. સંશય હેતુત્વમાત્ર જ લક્ષણ છે, આથી સ્થાણુ છે કે પુરુષ છે? એ પ્રકારે કોઈ વક્તા બોલે તો તે ભાષા પણ પ્રતિયોગી પદો દ્વારા=પુરોવર્સી દેખાતા પદાર્થના વાચક એવા સ્થાણુ અને પુરુષ