________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪
ગાથા-૭૫, ૭૬
વળી જ્યારે કહેવામાં આવે કે હિંસામાં પ્રવૃત્ત જીવ દુઃખિત થાય છે વચનથી જેને તે વાક્યના મર્મને સ્પર્શે એવો યથાર્થ બોધ થાય છે એ વખતે તે વચન વાક્યાન્તરની વિધિનું ઉન્નાયક બને છે અર્થાત્ મારે દુઃખી થવું ન હોય મારે પ્રાણિવધ કરવો જોઈએ નહિ એ પ્રકારના વાક્યાન્તરમાં વિધિનો બોધ કરાવીને તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની ઇચ્છાનો પ્રયોજક તે ઉપદેશનું વાક્ય બને છે.
૯૭
અહીં પ્રશ્ન થાય કે પ્રાણિવધથી નિવૃત્ત થયેલા જીવો દીર્ઘાયુષવાળા થાય છે તે વચનથી પ્રાણિવધની નિવૃત્તિની ઇચ્છાનું પ્રયોજક તે વાક્ય કેમ બને છે ? તેથી કહે છે.
અહિંસાપર જીવ દીર્ઘાયુષવાળા થાય છે એ પ્રકારના ઉપદેશમાં અહિંસાપરને ઉદ્દેશીને દીર્ઘ આયુષનું વિધાન છે તેથી તે વચનમાં રહેલ ઉદ્દેશ્ય-વિધેયના મહિમાથી જ અહિંસા અને દીર્ઘાયુષ વચ્ચે કાર્યકારણભાવનો લાભ થાય છે અર્થાત્ અહિંસાપાલનરૂપ હેતુથી દીર્ઘાયુષની પ્રાપ્તિરૂપ ફળ મળશે તેવો બોધ થાય છે તેથી વિવેકીની તે વચન સાંભળીને પ્રવૃત્તિ થાય છે.
અહીં વિશેષ એ છે કે ગુણવાન ગુરુ શિષ્યને તેને ઉચિત પ્રવૃત્તિ કરાવવા વિષયક જે ઉપદેશક આપે તે વિધિવાક્ય છે તેથી જે ગુરુ પ્રજ્ઞાપનીય એવા શિષ્યને મહાસંવેગપૂર્વક ઉચિત વચનો તે રીતે સમજાવે જેથી ગુરુના સંવેગથી શિષ્યમાં પણ સંવેગનો પરિણામ થાય અને દુરંત સંસારના પરિભ્રમણથી ભય ઉત્પન્ન થાય જેનાથી વિધિવાદનું સેવન કરીને યોગ્ય શિષ્ય પણ અત્યંત સંવેગપૂર્વક તે ઉચિત પ્રવૃત્તિ કરીને કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરે તેવી જે ભાષા તે પ્રજ્ઞાપનીયભાષા છે.
જે ઉપદેશક સ્વયં સંવેગથી વાસિત અંતઃકરણવાળા નથી માત્ર બાહ્ય કૃત્ય કરવામાં કૃતકૃત્ય માને છે તેથી પોતે કોઈક હિંસાની પ્રવૃત્તિ કાયાથી કરતા ન હોય તેના બળથી જ પોતે સુગતિની પ્રાપ્તિરૂપ દીર્ઘાયુષને પ્રાપ્ત ક૨શે તેવો ભ્રમ ધારણ કરતા હોય અને ઉપદેશ પણ તે પ્રકારનો આપીને યોગ્ય જીવને માત્ર બાહ્ય પ્રવૃત્તિના બળથી દીર્ઘાયુષ પ્રાપ્ત થશે તેવો ભ્રમ ઉત્પન્ન કરાવે છે. વસ્તુતઃ જેઓની વાચિક ચેષ્ટા અને માનસ ચેષ્ટા સતત બાહ્ય પદાર્થોમાં યથાતથા પ્રવર્તે છે તેઓ સ્વ-ભાવપ્રાણનો સતત વધ કરે છે અને આર્તધ્યાનના બળથી દુર્ગતિઓની પરંપરા પણ પ્રાપ્ત કરે છે માટે વિવેક વગરના ઉપદેશકનાં વચનો વિધિવાદ બને નહિ અને તે વચનાનુસાર પ્રવૃત્તિ કરનારા વિધિવાદનું સેવન કરતા નથી અને માત્ર કાયાની બાહ્ય ચેષ્ટાને સ્મૃતિમાં રાખીને મિથ્યાભ્રમ ધારણ કરે છે કે અમે પ્રાણિવધથી નિવૃત્ત છીએ માટે સદ્ગતિની પરંપરારૂપ દીર્ઘાયુષ પ્રાપ્ત થશે એવો ઉપદેશ પ્રજ્ઞાપનીભાષા બને નહિ. ॥૭॥
અવતરણિકા :
उक्ता प्रज्ञापनी ५ । अथ प्रत्याख्यानीमाह -
અવતરણિકાર્ય :
પ્રજ્ઞાપનીભાષા કહેવાઈ. પ। હવે પ્રત્યાખ્યાનીભાષાને કહે છે