________________
Go
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૪ બોલાયેલા શબ્દો અને તેનાથી વાચ્ય અર્થો એ બે વચ્ચે સંકેતરૂપ સંબંધ છે તેથી સાંભળનારને તે પદ દ્વારા સંકેતરૂપ સંબંધથી તે વાચ્ય અર્થ સાથે તે પદના સંબંધની ઉપસ્થિતિ થાય છે તેથી ભાષા અને અર્થ વચ્ચે સંબંધ નથી તેમ કહીને જે હેતુની અનુપત્તિ બૌદ્ધદર્શનકાર કરે છે તેનો નિરાસ થાય છે તેથી ભાવભાષા નક્કી યથાર્થ અર્થનો બોધ કરાવે છે.
અહીં કોઈ કહે કે જેમ ‘વતિના સિગ્યેતિ' તે સ્થાનમાં સિંચન ક્રિયાને અગ્નિની સાથે આકાંક્ષા નથી, તેથી તે વચન દ્વારા નિર્ણય થતો નથી તેમ દેખાય છે તે રીતે અન્ય ભાષાવચનોમાં પણ પ્રમાણત્વનો સંશય થશે અર્થાત્ ‘વનિના સિન્થતિ' એ વચન જેમ અપ્રમાણભૂત છે તેમ અન્ય સર્વભાષામાં પણ પ્રમાણત્વનો સંશય થશે તેનું નિરાકરણ કરતાં કહે છે – પ્રત્યક્ષમાં પણ પ્રમાણત્વના સંશયનો અનુદ્ધાર છે.
આશય એ છે કે બૌદ્ધદર્શન પ્રત્યક્ષને પ્રમાણ સ્વીકારે છે; કેમ કે ઇન્દ્રિયોનો વિષય સાથે સંબંધ છે, તેથી ઇન્દ્રિયો દ્વારા વિષયનો નિર્ણય થાય છે અને બોલાયેલી ભાષાનો અર્થની સાથે સંબંધ નથી, તેથી ભાષા દ્વારા અર્થનો નિર્ણય થઈ શકે નહિ તેમ કહે છે. તેને ગ્રંથકારશ્રીએ ભાષા અને અર્થ વચ્ચે સંકેતરૂપ સંબંધ છે તેમ બતાવીને આપ્ત પુરુષથી બોલાયેલી ભાષા નિર્ણાયિકા છે તેમ કહ્યું ત્યાં બૌદ્ધદર્શનકાર તરફથી યુક્તિ આપવામાં આવી કે જેમ અનાકાંક્ષાદિ પદો હોતે છતે તે ભાષાથી નિર્ણય થતો નથી, તેથી શંકા થાય કે અન્ય ભાષાથી પણ નિર્ણય થઈ શકે નહિ અર્થાત્ જેમ વણિતના શિષ્યતિ' તે પદોથી બોધ થતો નથી અથવા તદર્થનો જ્ઞાતા ન હોય અથવા તદર્થનો જ્ઞાતા હોય છતાં શ્રોતાને બોધ થાય તે પ્રકારે તે વચનોને કહેનાર ન હોય તેનાં વચનોથી કોઈ સ્પષ્ટ બોધ થતો નથી તેમ સર્વ વચનોથી પણ સ્પષ્ટ નિર્ણય થાય છે કે નહિ , એ પ્રકારનો સંશય થઈ શકે છે. તેમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
પ્રત્યક્ષમાં પણ ક્યારેક ઇન્દ્રિયોના દોષને કારણે સ્પષ્ટ નિર્ણય થતો નથી આથી જ દૂરવર્તી પદાર્થને જોઈને આ વસ્તુ શું છે ? તેનો નિર્ણય થતો નથી તેમ સર્વપ્રત્યક્ષમાં પણ પ્રમાણત્વનો સંશય થઈ શકે.
અહીં પૂર્વપક્ષી કહે કે ઇન્દ્રિયાદિનો દોષ ન હોય અને વસ્તુ યોગ્ય દેશમાં હોય તો પ્રત્યક્ષથી યથાર્થ નિર્ણય થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
તેની જેમ બોલનાર પુરુષને પદાર્થનો નિર્ણય હોય અને પોતાના બોધને અનુરૂપ ઉચિત ભાષાથી શ્રોતાને તે પદાર્થ કહેતો હોય તો શ્રોતાને પણ તે વચનોથી યથાર્થ નિર્ણય થઈ શકે છે અને તે પ્રમાણે સર્વજ્ઞકથિત શાસ્ત્રવચનોથી યોગ્ય જીવોને પદાર્થનો યથાર્થ નિર્ણય થઈ શકે છે માટે ભાષા નિય્યાયિકા છે.
અહીં પૂર્વપક્ષી કહે કે શાસ્ત્રમાં કહેલા અર્થોનો વિસંવાદ દેખાય છે તેથી શાસ્ત્રોનું અપ્રામાણ્ય છે તેને ગ્રંથકારશ્રી કહે છે – શાસ્ત્ર સર્વજ્ઞકથિત છે અને સર્વજ્ઞ રાગાદિ રહિત હોવાથી તેમનાં વચનોમાં વિસંવાદની અસિદ્ધિ છે.
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રવચનાનુસાર કોઈ મહાત્મા તે ક્રિયાઓ કરે છે છતાં તે ક્રિયાનું ફળ તે ક્રિયાઓ કરનાર મહાત્માને કાંઈ પ્રાપ્ત થતું નથી એવું પણ દેખાય છે. જેમ શાસ્ત્રમાં કહ્યું છે કે અરિહંત આદિ