________________
૧૧
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૨ | નિસ્સરણsઉર-કંઠાદિ સ્થાનના પ્રયત્નથી યથાવિભાગ ત્યાગ કરાતાં તે જ=ગ્રહણ કરાયેલાં ભાષાદ્રવ્યો જ, નિસરણદ્રવ્યભાષા છે. અને પરાઘાત તે જ નિઃસૃષ્ટ એવાં ભાષાદ્રવ્યો વડે પ્રેર્યમાણ ભાષાપરિણતિ પ્રાયોગ્ય દ્રવ્યાન્તરો પરાઘાતદ્રવ્યભાષા છે.
બાદ જ નિરિકા: –અને નિયુક્તિકાર કહે છે–ત્રણ પ્રકારની ભાષા પૂર્વમાં કહી તે નિર્યુક્તિકાર કહે છે –
‘ળે ... પીયા' ત્તિ દ્રવ્યભાષા ગ્રહણ, નિઃસરણ અને પરાઘાત ત્રણ પ્રકારની થાય છે.” (દશવૈકાલિકસૂત્ર નિયુક્તિ ગાથા-૨૭૧). ‘ત્તિ' શબ્દ ચાર વિક્ષેપાના કથનની સમાપ્તિમાં છે.
સત્ર.... ધ્યેય છે અને અહીં દશવૈકાલિકલિથુક્તિ ગાથામાં, વિષય અર્થમાં સપ્તમી ગ્રહણ આદિ ક્રિયાને આશ્રયીને છે; કેમ કે અને વૃત્તિમાં “પ્રાઇને ર ઈત્યાદિ" વ્યાખ્યાન છે. વળી અન્યથા=સપ્તમીને બદલે અન્ય પ્રકારે, “ત્રણ પ્રકારની ભાષા છે. તે આ પ્રમાણે – ગ્રહણ, નિઃસરણ અને પરાઘાત” એ પ્રમાણે ચૂણિમાં પ્રાપ્તિ હોવાથી પ્રથમા પણ=પ્રથમા વિભક્તિ પણ, અનુપપન્ન નથી જ એ પ્રમાણે જાણવું. રા. ભાવાર્થ :ભાષાપદના નિક્ષેપ : -
પૂર્વમાં ભાષારહસ્યને કહેવાની ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરી તેથી ભાષા શું છે? તે નિરૂપણ કરવા અર્થે ભાષાના ચાર નિક્ષેપાઓ બતાવે છે, જેથી ભાષા શબ્દથી વાચ્ય ચાર અર્થની પ્રાપ્તિ થાય છે.
જેમ કોઈ વ્યક્તિનું નામ ભાષા હોય તો તે નામભાષા કહેવાય અર્થાત્ નામથી તે ભાષા છે, લિપિસ્વરૂપ અક્ષરો તે સ્થાપનાભાષા કહેવાય, ભાવભાષાનું જે કારણ હોય તે દ્રવ્યભાષા કહેવાય અને જીવના બોધાત્મક પરિણામસ્વરૂપ ભાષા હોય તે ભાવભાષા કહેવાય. તેમાં નામભાષા અને સ્થાપનાભાષા સુગમ હોવાથી ગ્રંથકારશ્રીએ તેની ઉપેક્ષા કરી છે, અને પ્રસ્તુતમાં તેનું કથન કરેલ નથી.
દ્રવ્યભાષા આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે થાય છે. આગમથી ભાષાના રહસ્યને જાણનાર અને ભાષાના ઉપયોગ વગર ભાષાનો પ્રયોગ કરે તેની આગમથી દ્રવ્યભાવભાષા છે; કેમ કે તદર્થનો જ્ઞાતા છે અને તદર્થમાં અનુપયુક્ત છે. “અનુપયોત દ્રવ્ય” તે વચનાનુસાર તેની ભાષા દ્રવ્યભાવભાષા કહેવાય.
વળી નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર અને તથ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે દ્રવ્યભાષા છે. પૂર્વમાં ભાષાના રહસ્યને જાણનાર એવા મુનિ કાળ કરી ગયા હોય ત્યારે એમનું જે શરીર છે તે નોઆગમથી જ્ઞશરીરદ્રવ્યભાષા કહેવાય.
વળી જે મહાત્મા ભાષાના રહસ્યને ભવિષ્યમાં જાણનાર થશે, પરંતુ અત્યારે જાણનાર નથી તેઓનું શરીર નોઆગમથી ભવ્ય શરીરરૂપ દ્રવ્યભાષા કહેવાય.