________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ ગાથા-૩૫
૧૮૭
“લૌકિક ધર્મથી પણ ખરેખર જે ભ્રષ્ટ છે નરાધમ એવા તેઓ દ્રવ્યશૌચથી રહિત કેવી રીતે ધર્મના આરાધક થાય ?” (આ પ્રમાણે કોઈ સાધુ કહે તો પોતે દ્રવ્યશૌચ રહિત હોવાથી ધર્મના આરાધક નથી એ પ્રકારે પોતાના આત્માનો જ ઉપન્યાસ કરે છે.)
દ્રવ્યાનુયોગમાં પણ આ પ્રમાણે પ્રયોગ કરવો જોઈએ નહિ – એકેંદ્રિય જીવો છે; કેમ કે વ્યક્ત ઉચ્છવાસ આદિ લિંગપણું છે. વ્યતિરેકમાં ઘટતી જેમ દાંત છે (અહીં એકેંદ્રિયમાં સ્પષ્ટ વ્યક્ત ઉચ્છવાસ આદિ નથી તોપણ પોતાની સાથે જીવવરૂપે એકેંદ્રિયનો અભેદ કરીને હેતુનો ઉપચાસ કરેલો છે, તેથી સર્વ જીવોનો સંગ્રહ હોવાને કારણે અવયદષ્ટાંતનો અભાવ પ્રાપ્ત થાય માટે ઘટવ એ પ્રમાણે વ્યતિરેક દાંત આપેલ છે અને પોતાનો એકેંદ્રિય સાથે અભેદ કરેલો હોવાથી પોતાનો જ ઉપચાસ છે માટે આત્મોપચાસ છે) અને અહીં=ઘટમાં, સદ્ભાવ છે=વ્યક્ત ઉચ્છવાસ આદિ લિંગના અભાવનો સદ્ભાવ છે અને તે પ્રમાણે આમાં એકેંદ્રિયાદિ જીવોમાં, અસદ્ભાવ નથી જે પ્રમાણે ઘટમાં વ્યક્ત ઉચ્છવાસાદિ લિંગનો અભાવ છે તે પ્રમાણે એકેંદ્રિયાદિ જીવોમાં વ્યક્ત ઉચ્છવાસાદિ લિંગના અભાવનો સદ્ભાવ નથી, તે કારણથી જીવો જ આ છે=જીવો જ એકેંદ્રિયો છે, આ પ્રમાણે પ્રયોગ કરવાથી આત્માની પણ તદ્દરૂપતાની પ્રાપ્તિ હોવાથી=એકેંદ્રિય રૂપતાની પ્રાપ્તિ હોવાથી આત્મોપચાસપણું છે અને ઉદાહરણદોષતા આત્માના ઉપઘાતના જનકપણાને કારણે છે–પોતે પંચેન્દ્રિય હોવા છતાં એકેંદ્રિય સિદ્ધ થવાથી પોતાના ઉપઘાતના જનકપણાથી ઉદાહરણદોષતાની પ્રાપ્તિ છે, અને તે=આત્માનો ઉપઘાત, અસાધારણથી છે=એકેંદ્રિયની સાથે પોતાના સમાનપણાની પ્રાપ્તિ નહિ હોવાથી છે, એ પ્રમાણે જણાય છે. ૩ ભાવાર્થ :આત્મોપન્યાસ તદ્દોષઉદાહરણ :
કોઈ વ્યક્તિ કોઈ પ્રકારનું કથન કરે જેનાથી તે સ્વરૂપે વડે તેનો જ ઉપન્યાસ થાય અને તે પ્રકારે ઉપન્યાસ કરવાથી પોતાને જ અહિતની પ્રાપ્તિ થાય તે આત્મોપન્યાસરૂપ તદ્દોષનો ભેદ છે. લૌકિક આત્મોપન્યાસ તદ્દોષઉદાહરણ:
જેમ પિંગલસ્થપતિ નામવાળા કોઈક પુરુષને રાજાએ પૂછ્યું કે આ તળાવનો અભેદ કઈ રીતે થશે ? ત્યારે તેણે કહ્યું કે કપિલાદિ ગુણવાળો પુરુષ ત્યાં દાટવામાં આવે તો આ તળાવનો ભેદ થાય નહિ. આવા ગુણવાળો તે જવાબ આપનાર પોતે હોવાથી તેને જ તે સ્થાનમાં દાટીને તળાવ કરવામાં આવ્યું તેથી તે દૃષ્ટાંત પોતાના ઉપન્યાસરૂપ થઈને પોતાના જ ઉપઘાતનું કારણ બને છે. માટે વિવેકી પુરુષે આત્મઉપન્યાસ થાય તેવું દૃષ્ટાંત કહેવું જોઈએ નહિ એ પ્રકારે કોઈ મહાત્મા યોગ્ય શ્રોતાને ઉચિત બોધ કરાવવા અર્થે કહે ત્યારે તે ઔપમ્પસત્યભાષા બને છે. ચરણકરણાનુયોગ આશ્રયી આત્મોપન્યાસ તદ્દોષઉદાહરણ:વળી કોઈ સાધુ ચરણકરણાનુયોગને આશ્રયીને કહે કે જેઓ લૌકિક ધર્મથી પ્રભ્રષ્ટ છે તેઓ નરાધમ છે,