________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
૧૭૫
ટીકાર્ય :
તશડ્યું ... અવધેશા અને નિગમનને ઉપયોગી દેશઘટિત દષ્ટાંત તદ્દેશ છે=ઉદાહરણ દેશ છે. તેeત ચાર પ્રકારનો છે. (૧) અનુશાસ્તિ, (૨) ઉપાલંભ, (૩) પૃચ્છા અને (૪) વિશ્રાવચન ઇતિ શબ્દ ચાર ભેદોની સમાપ્તિ માટે છે.
અનુશાસ્તિ - ત્યાંeતદેશના ચારભેદોમાં, સદ્ગણના ઉત્કીર્તન વડે ઉપહણ અનુશાસ્તિ છે અને અહીં-અનુશાસ્તિમાં, સુભદ્રાનું કથાનક કહેવું જોઈએ. ત્યાં પણ=સુભદ્રાના કથાનકમાં પણ, તેણીના શીલગુણના દઢત્વની પરીક્ષાના ઉત્તરમાં લોકપ્રશંસા ઉદાહરણ એકદેશતા છે; કેમ કે એકદેશનું જ પ્રકૃતિ ઉપસંહારમાં ઉપયોગીપણું છે. એ રીતે ભરત કથાનકથી પણ એક દેશ વડે વૈયાવચ્ચગુણના ઉપસંહારથી ગુરુનું શિષ્યતા અપ્રમાદનું ઉપવૃંહણ ઉચિત છે. આ પણ પૂર્વમાં બે દષ્ટાંતો આપ્યાં એ પણ, લૌકિક અને ચરણકરણાનુયોગને આશ્રયીને કહેવાયું. દ્રવ્યાનુયોગને આશ્રયીને વળી આત્માના અસ્તિત્વવાદી સાધુઓએ તન્ત્રાન્તરીય પ્રત્યે-અવ્યદર્શનવાળા પ્રત્યે, કહેવું જોઈએ. શું કહેવું જોઈએ ? તે ‘યહુતથી બતાવે છે – આ સુંદર છે જે આત્મા છે એ પ્રમાણે તમારા વડે સ્વીકારાયું, પરંતુ આ અકર્તા સંગત થતો નથી; કેમ કે જ્ઞાનાદિનું કૃતિની સાથે સમાન અધિકરણનો નિયમ છે ઇત્યાદિ કહેવું જોઈએ. વળી આની આત્માના કર્તુત્વરૂપ દેશસાધનમાં જ દૃષ્ટાંતનું અભિધાન હોવાથી ઉદાહરણ દેશતા છે એ પ્રમાણે જાણવું. ના ભાવાર્થ :તદેશઉપમાનના ચાર ભેદો -
ઉપમાનના આહરણ આદિ ચાર ભેદોમાંથી તદેશરૂપ બીજો ભેદ છે. તદેશનો એ અર્થ છે કે કોઈ કથનના નિગમનને ઉપયોગી દેશથી ઘટિત દૃષ્ટાંત આપવામાં આવે ત્યારે તદ્દેશઉપમાનની પ્રાપ્તિ થાય છે. તદ્દેશઉપમાનના ચાર ભેદો છે : (૧) અનુશાસ્તિ, (૨) ઉપાલંભ, (૩) પૃચ્છા અને (૪) નિશ્રાવચન.
અનુશાસ્તિરૂપ તદ્દેશનો અર્થ સ્પષ્ટ કરવા અર્થે અનુશાસ્તિ શું છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – અનુશાસ્તિતદેશ – ' ,
સદ્ગણના ઉત્કીર્તનથી ઉચિત પ્રવૃત્તિનું ઉપબૃહણ કરવામાં આવે તે અનુશાસ્તિ છે. લૌકિક અનુશાસ્તિતદેશ
અનુશાસ્તિરૂપ તદ્દેશ દ્વારા ઓપમ્પસત્યનો બોધ યોગ્ય જીવને કરાવવા અર્થે લૌકિક દૃષ્ટાંત સુભદ્રાનું કહેવાય છે. જેમ સુભદ્રાનું કથાનક કહીને ઉપદેશક યોગ્ય જીવને કહે કે સુભદ્રાના શીલગુણના દૃઢત્વની પરીક્ષા બાદ સુભદ્રાને લોકપ્રશંસાની પ્રાપ્તિ થઈ, સુભદ્રાના કથાનકમાં ઉપસંહાર વચન શીલગુણની પ્રશંસામાં ઉપયોગી છે, તેથી કથાનકના નિગમનમાં શીલગુણનું મહત્ત્વ બતાવવા અર્થે કોઈ મહાત્મા યોગ્ય જીવને કહે તે સાંભળીને યોગ્ય જીવને શીલગુણ પ્રત્યેનો દઢ પક્ષપાત થાય છે અને બોધ થાય છે કે