________________
૧૬૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૪ હોવાથી આહાર્ય શાબ્દબોધ દ્વારા=સંસારસમુદ્ર એ વચન આહાર્ય શાબ્દબોધ દ્વારા, સંસારની દુસ્તરત્વની વ્યંજકતામાં પર્યવસાન પામતું નિપ્રયોજન નથી તે પ્રમાણે ઉક્ત કલ્પિતઉપમાનનો પ્રયોગ પણsઉત્તરાધ્યયનનો પાંડુપત્રોનો કલ્પિતઉપમાનનો પ્રયોગ પણ, મુખ્યાર્થતા બાધમાં પણ=પાંડુપત્રો કિસલયને ઉપદેશ આપે છે એ પ્રકારના મુખ્યાર્થતા બાધમાં પણ, આહાર્ય શાબ્દબોધ દ્વારા અનિત્યતાના બોધમાં પર્યવસાયીપણું હોવાથી અનર્થરૂપ નથી. આથી જ કહેવાયું છે કલ્પિતઉપમાન આહાર્ય શાબ્દબોધ દ્વારા અતિત્યતાનો બોધ કરાવે છે આથી જ કહેવાયું છે –
“કિસલય અને પાંડુકનો ઉલ્લાપ થયો નથી અને થશે નહિ. ખરેખર ભવિજનના બોધ માટે આ ઉપમા કરાયેલી છે.” (ઉત્તરાધ્યયનનિર્યુક્તિ ગાથા-૩૦૯)
અને આ રીતે પૂર્વમાં કહ્યું કે કલ્પિતઉપમાનમાં મુખ્યાર્થનો બાધ હોવા છતાં પણ આહાર્ય શાબ્દબોધ દ્વારા સંસારની અનિત્યતાનો બોધ થાય છે માટે કલ્પિતઉપમાન અર્થવાળું છે એ રીતે, કલ્પિતઉપમાન સ્વતઃ આદરણીય નથી=પાંડુપત્રો ઉપદેશ આપે છે એ પ્રકારનો સ્વતઃ પ્રાપ્ત અર્થને આશ્રયીને આદરણીય નથી પરંતુ ઈષ્ટાર્થ સાધકપણાથી=સંસારની અતિત્યતાના બોધરૂપ ઈષ્ટાર્થના સાધકપણાથી, આદરણીય છે. આથી જ=કલ્પિતઉપમાન ઈષ્ટાર્થ સાધકપણાથી આદરણીય છે આથી જ, કહેવાયું છે –
અર્થના સાધન માટે ઈષ્ટ અર્થની સિદ્ધિ કરવા માટે, (કલ્પિતઉપમાન આદરણીય છે) ઓદન માટે ઇંધણની જેમ.” ().
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. વળી ચરિતઉપમાન સ્વતઃ પણ આદરણીય છે તેનાથી સાક્ષાત્ પ્રાપ્ત અર્થરૂપે પણ આદરણીય છે અને ઈષ્ટાર્થસાધકપણારૂપે પણ આદરણીય છે એ પ્રમાણે જાણવું. આ જ દિશાથી=કલ્પિતઉપમાન ઈષ્ટાર્થસાધકપણાથી ઉપયોગી છે એ જ દિશાથી, પ્રયોગમાં પણ અનુમાનાદિપ્રયોગમાં પણ, યથા કથંચિત્ ખરવિષાણ આદિ દષ્ટાંતની સપ્રયોજનતા બહુશ્રુતો વડે પરિભાવિત કરવી જોઈએ એ પ્રમાણે દિશાસૂચન છે. ll૩૪ ભાવાર્થ :(૧૦) ઔપચ્ચસત્યભાષા :
ઔપમ્પસત્યભાષાનો નિર્ણય કરવા માટે ઉપમાનની અપેક્ષા છે; કેમ કે ઉપમાન દ્વારા જ બોલાયેલી ભાષા ઔપચ્ચસત્ય છે અને તે ઉપમાન સામાન્યથી બે પ્રકારનું છે. (૧) ચરિતઉપમાન, (૨) કલ્પિતઉપમાન, ચરિતઉપમાન એટલે પારમાર્થિક રીતે કોઈના દ્વારા આચરણ કરાયેલા દૃષ્ટાંતને ગ્રહણ કરીને તેના દ્વારા ઔપમ્યભાષા બોલવામાં આવે તે ઔપચ્ચસત્યભાષા છે. જેમ ઉપદેશક કોઈક યોગ્ય શ્રોતાને સંસારના આરંભોના યથાર્થ સ્વરૂપના બોધ અર્થે કહે કે મહાઆરંભવાળો પુરુષ બ્રહ્મદત્તાદિની જેમ દુઃખને પ્રાપ્ત કરે