________________
ભાષારહસ્થ પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા ૨૭
૧૨૭ છે સ્થાપના સત્ય છે. અને કૂટદ્રવ્ય કૂટલિંગવાળા એવા યતિ, રૂપ છે રૂપસત્ય છે, એ પ્રમાણે પ્રતિ વિશેષ જાણવો પરસ્પર ભેદ જાણવો. ઘરશા ભાવાર્થ :(પ) રૂપસત્યભાષા :
ગાથા-૨૬માં નામસત્યનું લક્ષણ કર્યું તેવું જ રૂપસત્યનું લક્ષણ છે; ફક્ત નામસત્યના લક્ષણમાં નામઅભિપ્રાયથી લબ્ધપ્રસરાને સ્થાને રૂપઅભિપ્રાયથી લબ્ધપ્રસરા વિશેષણ મૂકવું. તેથી એ પ્રાપ્ત થાય કે ભાવાર્થ વિહીન એવા પાસત્યાદિમાં રૂપઅભિપ્રાયથી લબ્ધપ્રસરવાળી ભાષા=સુસાધુના સદશરૂપ વેશ છે એ પ્રકારના અભિપ્રાયથી લબ્ધપ્રસરવાળી ભાષા, રૂપસત્ય છે. આ કથનથી રૂપ સત્યભાષાનું લક્ષણ શું પ્રાપ્ત થાય ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે –
સાધુપણાના ગુણોરૂપ યતિશબ્દના ભાવરૂપ અર્થનો બાધ જેમાં દેખાતો હોય તેનાથી યુક્ત યતિવેશના રૂપવાળી વસ્તુમાં ઉપચારને ગ્રહણ કરીને પ્રવર્તતા યતિપદથી ઘટિત ભાષાપણું જે ભાષામાં હોય તે ભાષા રૂપસત્ય છે.
પ્રગટ રીતે ભગવાનના વચનથી વિપરીત સેવનારા વેશવાળા સાધુમાં આ યતિ છે એ પ્રકારનો યતિ શબ્દનો ઉપચાર પ્રવર્તે છે તેથી તેવી ભાષાને રૂપસત્યભાષા કહેવાય.
વળી કોઈ યતિવેશવાળા સાધુ ભાવથી જિનવચનને અનુકૂળ પરિણતિવાળા નથી પરંતુ તથાવિધ માયાથી કે અન્યવિધ કોઈ પ્રયોજનથી સાધુવેશ ગ્રહણ કરીને શુદ્ધ વસતિમાં નિવાસ કરવો એ રૂપ આલય, નવકલ્પી વિહાર કરવો એ રૂપ વિહાર અને સમિતિપૂર્વક ગમનાદિ કરતા હોય તેને જોઈને કોઈને ભ્રમ થાય કે આ સુસાધુ છે તે અવસ્થામાં તેવા લિંગધારી સાધુમાં આ યતિ છે એ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે તે ભાવયતિનું વાચક વચન છે તેથી પરમાર્થથી તે અસત્યભાષા છે. તેવી અસત્યભાષા બોલનાર કોઈ શ્રાવક હોય તો પણ તે વખતે તે શ્રાવકના ચિત્તમાં કુસાધુમાં સુસાધુની બુદ્ધિ કરવારૂપ સંક્લેશનો પરિણામ નથી પરંતુ સાધ્વાચારની સમ્યગુ બાહ્ય આચરણા દ્વારા ભાવસાધુપણાનો નિર્ણય કરીને તે પાસત્યાદિની ભક્તિ કરવાનો અસંક્લેશવાળો પરિણામ છે, તેથી શાસ્ત્રવચનાનુસાર શુદ્ધ પરિણામ હોવાને કારણે પરમાર્થથી અસત્યભાષામાં પણ કર્મબંધની પ્રાપ્તિ નથી પરંતુ શાસ્ત્રવચનની મર્યાદાથી સુસાધુનો નિર્ણય કરવાનો વિશુદ્ધ પરિણામ છે અને તે પરિણામપૂર્વક સુસાધુની ભક્તિ કરવાનો પરિણામ છે તેથી મહાનિર્જરા જ છે, આથી જ અંગારમર્દક આચાર્યરૂપ કુસાધુમાં સુસાધુપણાની બુદ્ધિથી શિષ્યભાવને ધારણ કરનારા પાંચસો શિષ્યોને ભાવથી સંયમની પ્રાપ્તિ થઈ.
આ પ્રમાણે રૂપસત્યનું લક્ષણ કર્યું ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જેમ જિનપ્રતિમામાં તીર્થકરપણું નથી છતાં તીર્થકરની સ્થાપના કરીને આ તીર્થકર છે તેમ કહેવાથી એ ભાષા સ્થાપના સત્ય બને છે તેમ પાસત્યાદિમાં પણ ભાવયતિત્વનો બાધ હોવા છતાં સ્થાપનાતિત્વનું આશ્રયણ થઈ શકે. એ શંકાનું નિવારણ કરતાં ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –